64 સમરહિલ - 52

(215)
  • 9.3k
  • 11
  • 6.3k

વારંગલ પહોંચીને તરત દુબળીએ ટેમ્પો ટ્રેવેલરની બેઠક વ્યવસ્થા બદલી હતી. ઝુઝારને પાછળના કમ્પાર્ટમેન્ટમાં મોકલીને પોતે છપ્પનની પાસે ગોઠવાયો હતો. છપ્પનને તેણે મંદિર વિસ્તારનો નકશો, ફોટોગ્રાફ આપ્યા અને મૂર્તિના સ્થાન વિશે તેણે કરેલી નોંધ પણ આપી. પોતે કઈ રીતે મૂર્તિ ઊઠાવશે એ વિશે કોઈની પણ સાથે ચર્ચા કરવી છપ્પનને કદી ગમતી નહિ અને અહીં હજુ તેણે લોકેશન પણ જોવાનું બાકી હતું. તેણે એક પણ બાબતનો ફોડ પાડયા વગર બે દિવસનો સમય અને પચ્ચીસ હજાર રૃપિયા માંગી લીધા અને કાઝીપેટ રેલવે સ્ટેશન પાસે ઉતરી ગયો હતો.