કરાંચી...પાકિસ્તાનનું એક ઔદ્યોગિક બંદરીય શહેર. કરાંચી બંદરથી કરાંચી શહેરમાં જવા માટે ખૂબસૂરત ફોરલેન્ડ લીઆરી એક્સપ્રેસ હાઇવે આવેલ છે. કરાંચી એક માત્ર પાકિસ્તાનનું મોટું બંદરગાહ હોવાથી કરાંચી શહેરનો ઘણો વિકાસ થયેલ છે. લીઆરી એક્સપ્રેસ હાઇવે પર બંદરથી લગભગ ચાલીસ કિલોમિટર આગળ વધતાં ડાબી બાજુ એક રસ્તો વળે છે. તે રસ્તે આગળ વધતાં લગભગ વીસ કિલોમીટરના અંતરે કરાંચીની સેન્ટ્રલ જેલ આવેલી છે. સેન્ટ્રલ જેલ તે જેલ નહીં પણ કોઇ નવાબે બાંધેલ મોટો કિલ્લો હોય તેવું નજરે પડે. લગભગ ચાલીસ એકર જમીન પર તે જેલ બનેલી છે.