64 સમરહિલ - 45

(217)
  • 8.6k
  • 13
  • 6.2k

રાઘવ ઘડીક તો સૂનમૂન થઈ ગયો હતો. તેને સમજાતું ન હતું કે આ આખું કમઠાણ ખરેખર શું છે, તેમાં કોણ લોકો હોઈ શકે, એ કેટલાં છે, કેવાંક શક્તિશાળી છે... બંધ આંખે એ જોઈ રહ્યો હતો, બીએસએફના અલમસ્ત જવાનને એક જ ચોંપમાં રાડ પડાવીને ગાઢ અંધારામાં બારી વાટે બે બ્લોકની પાળ કૂદી જતી છોકરી... તેણે હતાશામાં માથું ધૂણાવી દીધું હતું. હોસ્પિટલ સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડની ઝીણવટભરી પૂછપરછ કરીને તે મુદ્દાઓ નોંધતો હતો એથી ઝુઝાર અકળાતો હતો. અત્યારે તો ધરતી આખી ઉપરતળે કરી નાંખવાની હોય તેનાં બદલે આ પોલિસ ઓફિસર...