નાસી ગયેલા બે આદમી, સ્નાઈપર રાઈફલ ચલાવીને છોડાવી ગયેલો એક આદમી અને મંદિરમાંથી ફાયર કરીને નાસી ગયેલી છોકરી… લાપતા થયેલા આ ચાર લોકોને પરિહારે રેકર્ડ પર લેવાનું ટાળ્યું. પકડાયેલા પાકિસ્તાનીઓની પણ તેણે અદ્દલ લશ્કરી ઢબે પૂછપરછ કરી લીધી. તેમણે અલાદાદને પોતાના સ્થાનિક મળતિયા તરીકે ઓળખી બતાવ્યો પરંતુ ન ઝડપાયેલા ચાર લોકો કોણ હતા એ વિશે તેમની પાસેથી ય કોઈ માહિતી મળી ન હતી. ફાતિમા-ચંદાને પરિહારે તેમની સામે ધર્યા ત્યારે ય તેમણે નકાર ભણ્યો.