64 સમરહિલ - 21

(214)
  • 9.5k
  • 11
  • 7k

ફાતિમા સામે હાથ લંબાવીને ત્વરિતે ગોગલ્સ માંડી લેવા પડયા. ચોમાસાની બપોરના હજુ અગિયાર વાગ્યા ન હતા ત્યાં તીવ્ર બફારો સુક્કી અને ભેંકાર હવામાં ઘૂમરાઈ રહ્યો હતો. બિકાનેરથી નીકળ્યા પછી લેન્ડસ્કેપ સતત બદલાતો જતો હતો. તડકો વધુ આકરો થતો જતો હતો અને હવામાંથી જાણે કોઈક અકળ ટીસ ઊઠતી હોય તેમ સન્નાટાનું મૌન વિલિઝની એકધારી ઘરઘરાટીને બિહામણું બનાવતું હતું.