સંબંધની સંતાકૂકડી

(13)
  • 3.1k
  • 1
  • 766

ત્રણ વરસ વીતી ગયા હતાં. સૌમ્ય ને મળે , કે એના ફોન મેસેજ મેળવે પણ.મૃદંગા સૌમ્યને અને તેનાં સ્પર્શને ભૂલી તો નહોતી શકી.  કોલેજ માં સાથે ભણતાં ત્યાં સુધી રોજ મળવાનું થતું અને પછી માસ્ટર ભલે અલગ વિષયમાં કર્યું પણ યુનિવર્સિટી એક એટલે સાથે આવવું જવું અને થોડો સમય ક્લાસમાંથી ગાપચી મારીને કેંન્ટીન માં મળી લેતાં. ભલે યુનિવર્સિટીની કેંન્ટીન સાવ સાદી હતી પણ સમોસા અને ચાનો સંતોષ સાથે હતાં તો અનેરો હતો. પાંચ વર્ષ સતત રોજ મળતાં.  છેલ્લો દિવસ મૃદંગા ને આજે પણ યાદ છે. ખૂબ રડી હતી. સૌમ્ય હવે તો ક્યારે મળીશું. મૃદંગા ની સાથે સૌમ્ય પણ આંખમાં છુપાયેલા