મરુભૂમીની મહોબ્બત - 2

(22)
  • 3.7k
  • 2
  • 1.7k

તમારી આસપાસ હજ્જારો રંગીન ફુલો ખીલી ઉઠ્યા હોય એવો રોમાંચક અહેસાસ તમને કયારેય થયો છે..?  દુર પેલા આકાશમાં રહેલો ચાંદ રાતોરાત તમારી અમાનત બની ગયો હોય એવા ફીલિંગ માંથી તમે કયારેય પસાર થયા છો..?  હદયમાં આવો જ કૈક થનગનાટ લઈ ને હું ધોરા પરથી નીચે ઉતરી રહ્યો હતો.. એ મારી ચઢતી યુવાનીનો આવેગ હતો કે કોઈ બાલીશપણાની નિશાની હતી..! એ સૌંદર્ય પરત્વેનુ પુરુષસહજ આકર્ષણ હતુ કે પછી વરસોથી દબાવી રાખેલી લાગણીઓની ભરતી હતી..!  હું કશુજ સમજી શકતો નહોતો.. મે એના ચહેરાને ધારીને જોયો હતો. એ રૂપાળુ મુખડુ મારા અંતરાત્મા ની અંદર વસી ગયું હતુ.. એને મેળવ્યા વગર મને ચેન નહોતુ