વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-49લેખક-મેઘા ગોકાણી & મેર મેહલ ખુશી અને વિહાન સિંગાપોરની ફ્લાઈટની રાહ જોઈ બેઠા હતા એટલામાં વિક્રમનો કૉલ આવે છે, વિહાન બેહોશ થઈ જાય છે,ખુશી તેને હોસ્પિટલ લઈ જાય છે. ખુશી ખાસ કામ માટે અનિલને બેલ પર છોડાવી લાવે છે અને એક રિવોલ્વર આપે છે. હવે આગળ.. એ દિવસે સવારે બૂંદાબાંદી પછી વરસાદ નોહતો વરસ્યો પણ સાંજે અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો.વીજળી વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી પણ કાળા ભમ્મર આકાશના અંધારામાં વીજળી સફેદ શિરોડા પાડતી હતી.લોબીમાં અંધારું હતું,એક સફેદ ફ્લેશ દ્રષ્ટિના હાથમાં શરૂ હતી.તેની આસપાસ ઓફિસનો પૂરો સ્ટાફ માયુસ અને ઉદાસ