વ્હાલમ્ આવોને.....ભાગ-1

(26)
  • 3.8k
  • 5
  • 1.8k

પ્રણયનાં પૂર્વાર્ધે : રાધામાધવ, રુક્મણીમાધવ, મીરાંમાધવ, દ્રોપદીમાધવ, ગોપીમાધવ ની પ્રીત પરાકાષ્ઠાએ હોવાં છતાં મર્યાદાની ગરિમાએ માધવ સંગ આ સૌનેં અવિરત જીવંતતામાં યુગો યુગો સુધી જોડીને સૌનાં માનસપટ પર અવિરત છવાયેલાં રાખ્યાં છે. કેમકે ,કાનાનું આકર્ષણ ના તો માધવનેં ટપે નાં દ્વારિકાધીશ નેં પચે, ના તો ગોવિંદનેં એ સદે,ના તો પાર્થસારથી નેં એ ગમે. કારણકે, કાળિયા કનૈયા નું શ્યામલ આકર્ષણ વૃજની રજ નેં નથી છોડતું તો આપણેં મનુષ્યો ની શું વિસાત? વૃજની વનરાજી, મોરલાં, વિહગ, ગોરી ગાવલડી, પૂનમની દૂધાળી ચાંદની અનેં વૃજનાં સર્વ કાંઈ નિર્જીવ માં જીવંતતા ભરી દે, તો પછી, આ ગોપીઓ દિવાની થાય, ગોવાળિયા ભાન ભૂલે, મા યશોદા વિચારોમાં