વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-48

(332)
  • 5.8k
  • 9
  • 3k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-48લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ       આખરે બાવજીની મુલાકાત વિહાન સાથે થાય છે.બાવાજી એક ભવિષ્યવાણી કરી ગાયબ થઈ જાય છે.વિહાન બાવજીની વાત મજાકમાં લઈ ઘર તરફ નીકળી જાય છે.      પછીના દિવસે અચાનક ખુશીનો કૉલ આવે છે.બંને સિંગાપોર જવા એરપોર્ટ પર મળે છે.હોવી આગળ….     પાંચને પાંત્રીસે વિહાનનો કૉલ રણક્યો.ડિસ્પ્લે પર 62 વાળો નંબર અને ઉપર ‘વિક્રમ’ નામ લખાયેલું આવ્યું.વિહાને કૉલ રિસીવ કર્યો.કોઈ છોકરીનો કણસતો-રડવાનો અવાજ સામે આવતો હતો.“આકૃતિ….”વિહાને ધીમેથી કહ્યું.ખુશીએ આશ્ચર્ય સાથે વિહાન સામે જોયું.‘આકૃતિ તારી ઈચ્છા પૂરી થઈ ગઈને હવે લાવ મોબાઈલ’વિહાનને વિક્રમનો અવાજ સંભળાયો.“લૂક વિહાન,આકૃતિ હજી તારો ચહેરો જોવા નથી માંગતી.ખુશીએ મને