મનોવૃત્તિઆંખમાં એક આશ લઈને બેઠો છું,જીવનમાં કંઈક સમજોતાં કરીને બેઠો છું, ભૂલી ગયાં લોકો મારા કર્મોને હવે,છતાં જીવનમાં એમની ભલાઈ વિચારીને બેઠો છું, કાગળનાં આ ટુકડામાં શું દર્શાવું મારી લાગણી,મનમાં દરેક જીવ માટે દયા ભાવ લઇ બેઠો છું, ઘાવ આપ્યા મને દિલ પર પોતીકાઓ એ જ,છતાં દિલમાં એમની જ દુઆ લઇ બેઠો છું, ઈશ્વર આપે મને જો એક મોકો માંગવાનો,તો માનવતા વસે દરેક હૈયે એ ખ્વાબ લઇ બેઠો છું, વાંચું છું રોજ અવનવા સમાચારો છાપામાં,પણ હૈયે તો પરોપકારની ભાવના લઇ બેઠો છું, કેવી રીતે આપું સહાય લાચાર સૃષ્ટિના જીવોને,હું ખુદ જ જવાબદારીઓ આડે લાચાર થઈ બેઠો છું, થાય છે હવે