વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-44લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ ખુશી અને દ્રષ્ટિ વચ્ચે વિહાનના ભૂતકાળ વિશે વાતો થાય છે,દ્રષ્ટિના કડવા શબ્દોથી ખુશી ગુસ્સે થઈ જાય છે, દ્રષ્ટિના ગયા પછી ખુશીને વિહાનની ચિંતા થાય છે, અને વિહાનને કૉલ કરે છે. હવે આગળ.. ખુશીએ સતત ચાર કૉલ કર્યા પણ વિહાનનો કૉલ વ્યસ્ત આવતો હતો.ખુશી બેબાકળી બની વિહાનના કૉલની રાહ જોતી પરસાળમાં આમતેમ આંટા મારવા મંડી.ફોન રણક્યો.“હેલ્લો વિહાન,ક્યાં છે તું?”ખુશીએ ચિંતાયુક્ત અવાજે કહ્યું, “મારે તને મળવું છે,અત્યારે જ”“દ્રષ્ટિ આવી હતી?”વિહાને જરા પણ વિચલિત થયા વિના શાંત અવાજે કહ્યું.“હા,હમણાં જ..વિહાન”ખુશીને ફરી ડૂમો ભરાયો, “તે શા માટે એને કહ્યું?” વિહાને ખુશીના અવાજમાં પોતાના