વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-43

(341)
  • 6.1k
  • 14
  • 3k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-43લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ     વિહાન સાથે વાત કરવા દ્રષ્ટિ વિહાનને રેસ્ટોરન્ટમાં લઇ જાય છે,આકૃતિને શોધવા દ્રષ્ટિ વિહાન સાથે વાતચીત કરે છે અને ખુશીનું એડ્રેસ મેળવે છે..હવે આગળ.      દ્રષ્ટિ ખુશી સામે બેઠી હતી.વિહાને કહેલી બધી વાતો દ્રષ્ટિએ ખુશીને કહી હતી.ખુશીને બધી વાતની જાણ હોવા છતાં એ ધ્યાનથી દ્રષ્ટિની વાતો સાંભળતી હતી.ખુશી જાણતી હતી કે વિહાને દ્રષ્ટિને બધી વાત નહિ જ કરી હોય.કાળા અક્ષરે લખાયેલો વિહાનનો ભૂતકાળ દ્રષ્ટિ સામે ના આવે એ ખુશી પણ ઇચ્છતી હતી એટલે ખુશીએ સમજી વિચારીને વાત શરૂ કરી.“દ્રષ્ટિ હું તારી વાત સમજી શકું છું,વિહાન સાથે કોઈ પણ વ્યક્તિ કોન્ટેકમાં આવે