મનસ્વી - ૧૪

(122)
  • 5.9k
  • 9
  • 2.6k

રવિવારની સવાર હતી. રસ્તા લગભગ ખાલી હતા. સાગરનો બંગલો શહેરના છેવાડે હતો. નિકુંજભાઈ શહેરના ભરચક વિસ્તારની એક સોસાયટીમાં ટેનામેંટમાં રહેતા હતા. મનસ્વી અકળાયેલી હતી અને રસ્તા ખાલી. ખૂબ ઝડપથી એક્ટિવા ચલાવતી એ નિકુંજભાઈને ઘેર પહોંચી. ત્યાં એક્ટિવા પહોંચ્યું કે કમ્પાઉન્ડમાં રમતી સ્તુતિ દોડતી આવી. ‘મમ્મી, મારી મમ્મી આવી.’ એ ઉત્તેજીત થઈને મોટેથી બોલી. ‘મમ્મી મમ્મી, પપ્પાએ જતી વખતે મને ફોન કેમ ન કર્યો? હું જાગતી જ હતી.’ એ રડમસ અવાજે બોલી.