મનસ્વી - ૮

(85)
  • 6k
  • 11
  • 2.6k

ગઈ કાલે અંકુશનું આ રીતે ઘેર આવવું, સાગર સાથે તકરાર અને ધાકધમકીઓ સ્તુતિએ સાંભળી હતી. એ કારણે એ ખૂબ મૂંઝાઇ ગઈ હતી. સાંજે બહાર ગયા અને થોડું વિસરાઈ ગયું. સવારે ઉઠતાં જ એણે મનસ્વીના ચહેરા પર જે ચમક જોઈ અને એ બધું ભૂલી ગઈ અને મમ્માના ખોળામાં ઘુસી ગઈ. મનસ્વીએ સ્તુતિના માથા પર વ્હાલથી હાથ ફેરવતાં કહયું, 'ચાલો, જલ્દી ફ્રેશ થઈ નાસ્તો કરવા આવ, આજે આપણે ક્યાંક ફરવા જઈએ, ખાલી મોજ મસ્તી, આજે બીજું કાંઈ જ નહીં.