વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-12

(358)
  • 7.2k
  • 11
  • 3.5k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-12        હું વિહાનને મારી ફેવરિટ જગ્યા પર લઈ આવી.એ બાલ્કની હતી.જ્યાંથી બહારનો આલ્હાદક નજારો દેખાતો.બારી પાસે પોહચતાં જ મેં વિહાનનો હાથ દબાવ્યો અને હું તેના તરફ ખેંચાય,સાથે મારું માથું તેના ખભા પર ઢળી ગયું.“આકૃતિ…આકૃતિ”મને વિહાનનો ધીમો અવાજ સાંભળતો હતો પણ કંઈ બોલી શકવા સક્ષમ નોહતી.       આંખો ખુલી ત્યારે હું બેડ પર સૂતી હતી.વિહાન મારા પગ પાસે લમણે હાથ રાખી બેઠો હતો અને ખુશી મારા માથાં પાસે બેઠી હતી.મેં હલનચલન કરી એટલે બંનેએ મારી સામે જોયું.“શું થયું હતું તને?”એકાએક વિહાનના અવાજમાં નમી આવી ગઈ.તેના અવાજમાં ચિંતા હતી.મારા માટે.“ખબર નહિ,ચક્કર આવી ગયા અચાનક”બેડ પર