કૉલજ ડે એક લવ સ્ટોરી (ભાગ-3)

(127)
  • 5.9k
  • 14
  • 2.9k

માણ માણ તે દિવસે મોનીકા એ લેકચર પુરા કર્યા .. આજ સોમવાર મટીને મંગળવાર થયો હતો.. આજ મોનીકાને મનનો માનીતો કોલેજ દેખાયો હતો.. હું કલાસમા હજી બેસવાની તૈયારી જ કરી રહ્યો હતો.. ત્યાં જ મોનીકા મારી પાસે આવી ... કેમ કાલે ભાવનગર જવાનું થયું .. તમને કેવી રીતે ખબર ? તમારા મિત્ર ચિરાગે મને કહ્યું .. ઓહ .. ચિરાગે ત્રાસી નજરે મારી સામે જોયું રહ્યો હતો... તેને પણ કંઈક કહેવાનું મન થયું પણ તે મૌન રહ્યો ... તે મને પણ ગમ્યું .. કેમકે મૌન રહેવામા જ વધુ ફાયદો હતો... લેકચર થોડી વારમાં પુરો થયો.. બહાર નીકળતા જ ચિરાગ સવાલ કર્યો ..