વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-11“જા ને હવે”ખબર નહિ મારાથી કેમ બોલાય ગયું પણ હું વિહાન જોડે સાવ ફ્રેન્ડલી થઈ ગઈ હતી, “એવું કંઈ નહીં થાય”બ્લશીંગ કરતા મેં કહ્યું.“તારે વળી કોઈ બોયફ્રેન્ડ છે?”વિહાને ઑકેઝની જ પૂછી લીધું. હું અટકી થોડીવાર ચૂપ રહી.મારો ચહેરો આપોઆપ ગંભીર થઈ ગયો.“વિક્કી આઈ વોન્ટ ટુ ટેલ યૂ સમથિંગ”ગંભીર ચહેરે મેં કહ્યું.“શું બોલ”વિહાને કહ્યું.“મારે એક બોય-ફ્રેન્ડ છે”મેં સપાટ ભાવે કહ્યું.હું વિહાનના એક્સપ્રેશન નોટિસ કરતી હતી.ભલે એ મને લાઈક કરતો હોય કે ના કરતો હોય પણ એક દોસ્તના નાતે જે ઈશા કૃપાલી માટે ફિલ કરતી હતી એ અત્યારે વિહાન ફિલ કરતો હશે.વીહાને મહામહેનતે ચાનો એક ઘૂંટ ભર્યો.“હોય હોય તેમાં