આટલું કહી ઈશા ચાલુ લેક્ચર એ ઉઠી અને કલાસની બહાર ચાલતી થઈ ગઈ. ઈશાને આમ ગુસ્સે થઈને જતા જોઈ અને મને દુઃખ થયું. અને ફરી હું લેક્ચરમાં ધ્યાન આપવા લાગી. આટલી નાની વાતમાં ઈશાને આટલો ગુસ્સો આવી ગયો અને એ નારાજ થઈ ગઈ એ વાત મને પાચન નહતી. કોલેજનો સમય પૂરો થયો.હું દરરોજની જેમ ગેટ પાસે ઉભી હતી ખુશી મારી સાથે હતી પણ ઈશા નહતી.અમે દરરોજ કોલેજ પુરી થયા બાદ ગેટ પાસે ઉભી અને ઘણી વાતો કરતા આ અમારો નિત્ય ક્રમ હતો પણ આજે ઈશા નહતી. મને લાગે છે કે એ ઘરે ચાલ્યી ગઈ હશે. ખુશી બોલી , રાહ જોવાનો કોઈ ફાયદો નથી મારા ખ્યાલથી. મને એની વાત બરાબર લાગી , એક વખત ફોન કરી જોઉં ? એમ કહી મેં ઈશાને ફોન કર્યો પણ