વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-6

(351)
  • 7.9k
  • 11
  • 3.7k

એ રસ્તા પરથી ચાલીને જતા વિહાન સામે જોતી હતી. મેં મારા પોકેટમાંથી ચાવી કાઢી અને ખુશીને હાથમાં આપી અને વિહાન તરફ ઈશારો કરતા બોલી , “ છોડી આવ એને જા.” ખુશી મારી મસ્તી સમજી ગઈ અને મને ખભા પર મારતા બોલી , “ તને બોવ મસ્તી સુઝે છે ને . ઉભી રે તું હું જાઉં છું તું અહીંયા જ રે તારી ઈશા પાસે.” અને ખુશી ચાલવા લાગી. “અરે સોરી સોરી…. ચાલ સાથે જઈએ.” હું ખુશીનો હાથ પકડીને બોલી. ઈશા અને બીજી ફ્રેન્ડસને બાય કહી અને અમે નીકળી પડ્યા. “સો , શોપિંગ કરી આવ્યા તમે ?” ખુશી સ્કૂટર ચલાવતા બોલી. “હા ,કરી આવ્યા. ઓહ શીટ ! આગળથી ટર્ન લે ફટાફટ.” “પણ શું થયું?”ખુશી બોલી.