અસત્યના પ્રયોગો (મારી આત્મશ્લાઘા) - 3

  • 2

સભાન અસત્યઆપણે કેટલી સહજતાથી અસત્ય, અયોગ્ય કે મુલ્ય વિરુદ્ધ આચરણ કરી દેતાં હોઈએ છીએ અને આપણી જ વકીલાત કરવા આપણે એને વ્યવ્હારીક -પ્રેક્ટીકલ આચરણનું લેબલ જાતે જ આપીને એની યોગ્યતા પુરવાર કરી દઈએ છીએ. શું આપણને કુદરતનો કે કર્મના સિદ્ધાંતનો જરા પણ ડર નથી એ બધું ખાલી સમજવા, વાતો કરવા, વોટ્સેપ પર શેર કરવા માટે જ છે આચરણમાં મુકવા માટે નહી બધાના જીવનમાં આવા પ્રસંગો અવાર નવાર બને જ છે. મારા પ્રસંગો મેં મારી ભાષામાં લખ્યા છે અને સંતોષ માન્યો છે.