સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-2

(209)
  • 9.2k
  • 12
  • 3k

“આજે મેં ઋતુને હર્ટ કરી,ભોળાનાથ ઉધાર બાજુ લખી નાખજો, હું કાલે સરભર કરી દઈશ,ઋતુ…..”મેહુલ આગળ લખવા જતો હતો ત્યાં તેના કાનમાં મોટી ચીખ સંભળાઈ અને કંઈક નીચે અથડાવવાનો અવાજ સંભળાયો.મેહુલ તરત ઉભો થયો અને જિજ્ઞાશાવૃત્તિથી બાલ્કનીમાં જોવા ગયો. બધા બાલ્કનીમાં દરવાજો ખોલીને જોવા આવ્યા અને થોડી જ વારમાં સોસાયટીમાં ભાગદોડ મચી ગયી.રુચિતના ફ્લેટ પરથી કોઈ છોકરીએ આત્મહત્યા કરી હતી.સામે જમીને અડીને કોઈની લાશ પડી હતી અને બાજુમાં લોહીનું ખાબોચિયું ભરાઈ આવ્યું હતું. “ઋતુતુતુ.”…મેહુલ ત્યાં જ સાધ કોઈ બેઠો.તેના મગજમાં ખાલી ચડી ગયી અને પૂરું શરીર કાંપવા લાગ્યું જાણે કોઈ ઇલેક્ટ્રિક શૉક જ ન લાગ્યો હોય