"બસ...બસ... એ પીળા કલરનું રેડ એરોવાળું વિરાજ ઇન્ડસ્ટ્રીઝનું બોર્ડ છે ને,ત્યાં જ રીક્ષા અટકાવજોને." ઈશાનાએ મોળાં પહોંચ્યાની હળવી અધીરાઈ દેખાળતાં કહ્યું."હા મેડમ , તમે મને પાંચ વાર એ જ સરનામું આપ્યું છે એટલે હું તને ત્યાં જ પહોંચાડવાનો છું." મેલો-ઘેલો શર્ટ પહેરેલા લઘર-વઘર ગામડીયા જેવાં લાગતાં રિક્ષાવાળાએ ગોરી ત્વચા અને પિંગરી આંખોવાળી ઈશાના સામે ત્રાસી આંખે જોતાં-જોતાં પોતાનાં પાન ચાવેલાં આછા લાલ દાંતને સહેજ અમથાં ભીંસીને સહજ ગુસ્સો દેખાડ્યો. રિક્ષાવાળાનો એ આછડતો ગુસ્સો જોઈને ઈશાનાની નજર સામે સાતેક વર્ષ પહેલાંનો ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલો છતાં પોતાની કાળજીથી લીપાયેલો પ્રેમાળ ચહેરો તરવરી ઉઠ્યો અને ન ચાહવાં છતાં એ ભૂતકાળમાં સરી પડી." એય

નવા એપિસોડ્સ : : Every Thursday

1

સાતમું આસમાન - 1

"બસ...બસ... એ પીળા કલરનું રેડ એરોવાળું વિરાજ ઇન્ડસ્ટ્રીઝનું બોર્ડ છે ને,ત્યાં જ રીક્ષા અટકાવજોને." ઈશાનાએ મોળાં પહોંચ્યાની હળવી અધીરાઈ કહ્યું.""હા મેડમ , તમે મને પાંચ વાર એ જ સરનામું આપ્યું છે એટલે હું તને ત્યાં જ પહોંચાડવાનો છું." મેલો-ઘેલો શર્ટ પહેરેલા લઘર-વઘર ગામડીયા જેવાં લાગતાં રિક્ષાવાળાએ ગોરી ત્વચા અને પિંગરી આંખોવાળી ઈશાના સામે ત્રાસી આંખે જોતાં-જોતાં પોતાનાં પાન ચાવેલાં આછા લાલ દાંતને સહેજ અમથાં ભીંસીને સહજ ગુસ્સો દેખાડ્યો. રિક્ષાવાળાનો એ આછડતો ગુસ્સો જોઈને ઈશાનાની નજર સામે સાતેક વર્ષ પહેલાંનો ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલો છતાં પોતાની કાળજીથી લીપાયેલો પ્રેમાળ ચહેરો તરવરી ઉઠ્યો અને ન ચાહવાં છતાં એ ભૂતકાળમાં સરી પડી." એય ...વધુ વાંચો

2

સાતમું અસમાન - 2

જો મેડમ , તમે કામ કરવામાં જેટલી વધારે વાર લગાડશો એટલું જ વધુ એણે સહન કરવું પડશે." - વિરાટે અવાજમાં બને એટલી સલૂકાઇ દાખવીને તોછડા અંગ્રેજી અવાજમાં કહ્યું અને નોકિયાનાં જુનવાણી ફોનનું લાલ બટન દબાવીને ફોન કાપી નાખ્યો.આ ફોન એની પર્સનાલીટીથી જરા પણ મેચ કરતો ન હતો. "જુનેદ , આ બૈરાઓની બુદ્ધિ ખરેખર ઘૂટણીંયે હોય છે . કેટલી સમજાવીને મોકલી હતી એને , છતાં એક નાનકડું કામ કરવામાં આટલી વાર લગાડે છે શાલી .."લાકડાનાં સડી ગયેલા ટેબલ પર નોકિયાનો ફોન પછાડતાં એના મોઢે ગંદી ગાળ આવી ગઈ. વિરાટની વાતોથી બેધ્યાન જુનેદ એની અમીરાઈનો તાગ લગાવવા મથી રહ્યો હતો. વિરાટનાં ...વધુ વાંચો

3

સાતમું આસમાન - 3

ગુલમહોરનાં વૃક્ષો અને થોડાં -થોડાં અંતરે લગાવેલી લાકડાંની સફેદ રંગની બેંચિસથી ઘેરાયેલા સાફ-સુથરાં અને હંમેશા શાંત રહેતા 'લાઇફ-કેર' હૉસ્પિટલનાં આજે દોડાદોડીનો માહોલ હતો. સિક્યુરિટી અને હાઇજિનને સૌથી વધારે પ્રાયોરિટી આપતી લાઈફ-કેર હૉસ્પિટલની સિક્યુરિટીનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું કારણકે, ભારતના પ્રધાનમંત્રી અમરનાથ ત્રિવેદીને મોડી રાત્રે હાર્ટ અટેકની અસર જણાતાં એમને સવાર થતાં મીડિયા રીપોર્ટર્સ ખાંડની માથે કીડીઓ ઉભરાય તેમ હોસ્પિટલના પ્રાંગણમાં આવી પહોંચ્યા હતાં. બધાને પોતાના ન્યૂઝપેપર અને ચેનલ ન્યૂઝ ચેનલ માટે કંઈક મસાલેદાર મળવાની આશા હતી અને એ પ્રમાણે ભાત -ભાતનાં પ્રશ્નો પણ એ લોકો પાસે તૈયાર હતાં."પ્રધાનમંત્રીને એઇમ્સ જેવી મોટી હોસ્પિટલની જગ્યાએ લાઇફ-કેરમાં શા માટે એડમિટ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો