chapter 1 પરિણામનું રણ -કાચું કપાયુંગુરુવાર ,2018અમદાવાદરોજ જેવો જ દિવસ , સાંજે ખુલ્લુ ને મોકળું આકાશ જરાક એવા કેસરીલીસોટા દેખાતા હતા.રોજ જેમ જ મિત્રો હોસ્ટેલની પાળીએ બેઠા બેઠા એક બીજાના કાન ખેંચવા અવનવા ગતકડાં કરતા હતા.મિત્રોની સવારી એ જ આનંદ હોય છે આ સંઘર્ષભરી જીંદગીમાં..અચાનક મોબાઇલમાં ટિક ટિક અવાજ આવ્યો.મેસેજ ખોલું એટલામાં આજુ બાજુ શોરબકોલ સંભળાયો કે, રિઝલ્ટ આવ્યું , રીઝલ્ટ આવ્યું!પરિણામનો દિવસ! , ધ્રૂજતી આંગળીઓ ,માઁ- બાપના ચેહરા સ્ક્રિન પર દેખાતા હતા, મોબાઈલ પણ હાથમાં હોવાથી ધ્રુજવા લાગ્યો
નવા એપિસોડ્સ : : Every Thursday
યુવાઉડાન - 1
યુવાઉડાન - એક પ્રેરણા આપનારી એક યુવાનની કહાની છે , કઈ રીતે પોતે આ સ્પર્ધાથી ભરેલા યુગમાં પોતાની સાર્થકતા છે, પોતાના સરકારી અધિકારી બનવાના સપના પુરા કરવા પોતાને કઈ રીતે બદલે છે, સંઘર્ષને પોતાનો સાથી ગણવાથી લઈને પોતાના મસ્તિષ્કના પડી ગયેલા માન્યતાઓના કોચલા તોડી ખરેખર માણસ તરીકે જીવન જીવવાની સાર્થકતા સિદ્ધ કરે છે.યુવાઉડાન દરેક યુવાનને એક અલગ જ દ્રષ્ટિકોણ આપશે જિંદગીને જાણવાનો, માણવાનો ..તો વાંચતા રહો..યુવાઉડાન.. ...વધુ વાંચો
યુવાઉડાન - 2 (જતીનદાસ બાપુનું રહસ્ય)
જતીનના ફેસ પર હલકું સ્મિત હતું અને મારી ગાળો કે મારા વાતોના બળાપાનો કોઈ જ ફરક એને પડ્યો હોય લાગતું ન હતું. અંતે મૌન તોડ્યું અને બોલ્યો કે , 'રાજ , પત્યું તારું કે હજુ મનમાં કાંઈ રઇ ગયું છે?'રાજ બોલ્યો : ' મારુ તો પતી જ ગયું છે બધું હવે તું કઈંક બોલ તો સારી વાત છે'જતીન થોડો ઊંડો નિરાંતનો શ્વાસ લીધો ને બોલ્યો: ' રાજ, પાસ ,ફેલ , તક મળવી - ન મળવી શું ફરક પડે છે? સમય , સંજોગ, પરિણામ અને સ્થાન આ કાંઈ આપણાં હાથની વાત નથી! જે આપણા હાથમાં છે એ વાસ્તવિકતા !'રાજ બોલ્યો, ' લો ...વધુ વાંચો
યુવાઉડાન - 3 (અંગ્રેજો કે જમાને કે જેલર હે હમ!)
રાજના આટલા બોલ્યા પછી બાપુ બોલ્યા ખરા! એટલે કે જતીન બોલ્યો: ' ટોપા મને તું ભગવા ગેંગ જોડે ના ,તને ખબર જ છે કે મને એ ધર્મના આંધળા લોકો નઇ ગમતા!' જતીન બે ઘડી વિચારતો રહ્યો કે ક્યાંથી શરૂ કરવું !પછી જતીન બોલ્યો:"જેણે પોતાનું બધું થાય એટલું કરી લીધું હોઇ પ્રયત્નોમાં અને પછી પરિણામ ના આવે એટલે મન અને આશાઓ તો ભાંગી જવાથી દુઃખ તો થાય પણ અફસોસ ના થાય એટલે અંદરનો સંતોષ હિંમત બનીને આવે. અને પરિણામ સ્વીકારવાની હિંમત આ જ છે, પછી કોઈ ફેર નથી પડતો કે લોકોનું શુ પરિણામ આવ્યું, મિત્રો પાસ થયા કે નઈ!હા, વાસ્તવિકતા સ્વીકારીએ ...વધુ વાંચો