સારંગી પર હાથ થિરકતા હોય એમ અર્ણવની આંગળીઓ થિરકવા લાગી. બંધ આંખો ને મ્લાન ચહેરો. ચહેરા પર એક અજબ પ્રકારનો જાદુ, સૌને આકર્ષી જતો હતો. સામે બેઠેલા પ્રેક્ષકો અનિમેષ નજરે અર્ણવમાં ખોવાઈ ગયા હતા. પણ આ આકર્ષણનું કારણ એ ભાવુક ચહેરો ન હતો, પણ અર્ણવના ગળે બેઠેલી સરસ્વતી હતી. સાક્ષાત મા શારદા એના કંઠે મોરપીંછ ફેરવી રહી હોય એવો મધુર અવાજ નીકળતો હતો એના કંઠમાંથી. પ્રેક્ષકો પર મોહિની ફરી વળી હોય તેમ નીરવ શાંતિ હતી હૉલમાં, બધા જાણે અર્ણવ દ્વારા ગવાતા ગીતને માણતા ન હતા પરંતુ જીવતા હતા. "જ્યાં જ્યાં નજર મારી ઠરે સુરખી ભરી છે આપની...." કવિ કલાપીની આ
Full Novel
પ્રેમની અનોખી દાસ્તાન..- ભાગ - 1
સારંગી પર હાથ થિરકતા હોય એમ અર્ણવની આંગળીઓ થિરકવા લાગી. બંધ આંખો ને મ્લાન ચહેરો. ચહેરા પર એક અજબ જાદુ, સૌને આકર્ષી જતો હતો. સામે બેઠેલા પ્રેક્ષકો અનિમેષ નજરે અર્ણવમાં ખોવાઈ ગયા હતા. પણ આ આકર્ષણનું કારણ એ ભાવુક ચહેરો ન હતો, પણ અર્ણવના ગળે બેઠેલી સરસ્વતી હતી. સાક્ષાત મા શારદા એના કંઠે મોરપીંછ ફેરવી રહી હોય એવો મધુર અવાજ નીકળતો હતો એના કંઠમાંથી. પ્રેક્ષકો પર મોહિની ફરી વળી હોય તેમ નીરવ શાંતિ હતી હૉલમાં, બધા જાણે અર્ણવ દ્વારા ગવાતા ગીતને માણતા ન હતા પરંતુ જીવતા હતા. "જ્યાં જ્યાં નજર મારી ઠરે સુરખી ભરી છે આપની...." કવિ કલાપીની આ ...વધુ વાંચો
પ્રેમની અનોખી દાસ્તાન.. - ભાગ - 2
(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવનો કોઈ વ્યક્તિ સાથે પત્ર વ્યવહાર થાય છે ને એક અનેરો અહેસાસ ઉભરાય છે આગળ...) અર્ણવને હવે પત્રનો રોજ ઇન્તજાર રહેવા લાગ્યો. આમ તો એનું જીવન બીબાઢાળ રીતે વહેતુ હતું, પણ આ એક પત્રએ એને કઈક બદલાવી નાખ્યો હતો. એ કોઈ સાથે હળતો ભળતો નહિ, કામ પૂરતું જ બોલતો, ન કોઈ સાથે જવું ના બહુ મિત્રો, હતા એ પણ અર્ણવને સમજાવી સમજાવી થાકતા કે તું ઉંમર પહેલા વૃદ્ધ થઈ જઈશ, કઈક જિંદગીને માણતા શીખ. બહુ નાની ઉંમરમાં બહુ ઓછા લોકો ને તારી જેમ સફળતા મળે છે, તું એ સફળતા ને માણતો પણ નથી. અર્ણવ ...વધુ વાંચો
પ્રેમની અનોખી દાસ્તાન..- ભાગ - 3
( આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ભાગી છૂટે છે, એની ધારણા મુજબ એને વાસ્તવિક જોવા ન મળી હવે કસબાની બહાર જઈ અર્ણવ બેસી ગયો. કઈ કેટલુંય વિચાર્યું. એક આંતરવિગ્રહ ચાલ્યો. દિલ કહેતું હતું કે તને પ્રેમ ગિરિકાના શબ્દો સાથે થયો હતો કે એના રૂપ સાથે, અને દિમાગ કહેતું હતું કે ગિરિકાને મેં જેવી ધારી હતી એવી એ નથી. કલાક સુધી અર્ણવ એમનમ બેસી રહ્યો. પછી થયું કે અહીં સુધી આવ્યો છે તો ચાલને મળતો જાઉં આ એક માત્ર સ્ત્રી હતી જેના શબ્દે શબ્દે હું જીવ્યો હતો. ઉંમર કે રૂપ સાથે મારે કોઈ સંબંધ ન હોવો જોઈએ. ને આ ...વધુ વાંચો
પ્રેમની અનોખી દાસ્તાન.. - ભાગ - 4
(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ગિરિકાને મળવા એને ગામ જાય છે, હવે શું થાય છે તે જોઈએ..) ગિરિકા પાસેના જ એક સ્થળે લઈ ગઈ. કુદરતના ખોળે એકાંતના સાનિધ્યમાં. હવે અર્ણવને સમજાયું કે ગિરિકા એટલે ખરેખર પર્વતો વચ્ચે વહેતી છોકરી જ. કુદરતના ખોળે ગિરિકા સોળે કળાએ ખીલી ઉઠી. ને અર્ણવ તો બસ એને નિરખતો જ હતો. એની વાતો, એના હાવભાવ સાંભળતો જ હતો. ગિરિકા કહે, " અર્ણવ, તે તારા જીવન વિશે મને બધું કહ્યું ને મેં પણ તને બધું જણાવ્યું. પણ હું તારા જીવનમાં ક્યાંય બંધબેસતી નથી. આપણો સાથ શક્ય નહિ બને, તું જે અહેસાસ સાથે અહીં આવ્યો હું ...વધુ વાંચો
પ્રેમની અનોખી દાસ્તાન.. - ભાગ - 5
(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ગિરિકાને મળવા એની પાસે જાય છે, એ પરત પાછો ફર્યા પછી શું થાય એ જોઈએ..) અર્ણવ ફરી પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયો. પણ હવે એની પાસે જીવવા માટે એક કારણ હતું એની સંજીવની ગિરિકા. સુક્કા રણમાં મીઠી વીરડી સમી ગિરુ. નિયમિત પત્રોની આપ લે થતી. ને ગિરિકાના પત્રો જ અર્ણવને નવું જોમ પૂરું પાડતા હતા. અર્ણવ નવરો પડે એટલે એ પત્રો વાંચીને જ સમય પસાર કરતો. એ ગિરિકા ને સંગીતથી પણ વધુ ચાહવા લાગ્યો. ક્યારેક તો એવું થતું કે ગિરિકાના વિચારોમાં રિયાઝમાં પણ ભૂલો કરતો. ગિરિકાને આ વાત કહે એટલે સામે ઠપકાભર્યો પત્ર ...વધુ વાંચો
પ્રેમની અનોખી દાસ્તાન... - ભાગ - 6
(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ગિરિકા પાસે લગ્નનોં પ્રસ્તાવ મૂકે છે ગિરિકા ના પાડે છે હવે આગળ....) બે શ્વાસ લઈ ગિરિકા ફરી બોલી, " અર્ણવ, તારા વિનાનું જીવન હું કલ્પી પણ ન શકું હવે, તો પણ આ કલ્પનાને આપણે સાકાર કરવાની છે. પ્રેમ એટલે પામવું જ નહીં. સાથે રહીશું તો આપણો પ્રેમ એક દિવસ ખતમ થઈ જશે, હું તો અનંત પ્રેમને જીવવા માંગુ છું. તું શ્વાસ લે ને હું ધબકાર ભણું એવો પ્રેમ. માધ્યમ કદાચ કોઈ નહિ હોય આપણી વચ્ચે તો પણ આપણે જીવીશું એકબીજા માટે. તારી ને મારી દુનિયા અલગ છે, હું ધૂળનું ફૂલ છું ને તું ...વધુ વાંચો
પ્રેમની અનોખી દાસ્તાન... - ભાગ - 7
(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ને ગિરિકા બને છુટા પડી જાય છે, અર્ણવ એક સફળ ગાયક બની છે, ગિરિકાને એ શોધે છે પણ ક્યાંય મળતી નથી, હવે આગળ....) વાગીશાને પોતે ગોદ લઈ લે તો એકલતા પણ દૂર થઈ જાય. એવું વિચારી અર્ણવ આજે ટ્રસ્ટીની ઓફીસમાં ગયો. વાગીશા વિષે વાત કરી કે એ નાનકડી એન્જલને ગોદ લેવા માંગે છે. આયોજક મેડમે બાળક દત્તક લેવાના નિયમો જણાવ્યા, જેમાં બંને પતિ પત્ની હોય તો જ બાળક દત્તક લઈ શકાય એવો નિયમ હતો. અર્ણવ તો અપરણિત હતો એટલે આ શક્ય ન હતું. તેણે ઘણી આજીજી કરી, પણ નિયમો વિરુદ્ધ કઈ કરી શકાય ...વધુ વાંચો