કાકા અને કાળા રંગની મર્સિડીઝ

(84)
  • 14.5k
  • 20
  • 7.4k

ઉદાર અને ન્યાયી ગાયકવાડી રાજ હેઠળ વિકસેલા,નાત-જાત જોયા વગર દરેકને પોતાનામાં સમાવતા અને સૂરસાગરમાં ઉભા મહાદેવ જે શહેર પર કૃપા વરસાવે છે એવા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રચાયેલા વડોદરા શહેરની આ વાત છે.શિયાળાની સવારનો સાતેક વાગ્યાનો સમય હશે. રોજના ટાઈમટેબલ પ્રમાણે હું કમાટી બાગમાં મારી મોર્નિંગ વોક પૂરી કરી પાછો ફરી રહયો હતો. પત્નીશ્રીના આદેશ મુજબ હું ડેરી ડેન ચોકડી પાસે જનરલ સ્ટોર માં થી દૂધની થેલી લેવા ઉભો રહયો. ત્યાં મારી નજર સામે ચિંથરેહાલ કોટ પહેરી બેઠેલા ભિખારી જેવા બુઝુર્ગ પર પડી. કોટ તો કોઈએ આપ્યો હશે એમ સમજીએ પણ કાકાના માથે જૂની વિલાયતી હેટ જેવી ટોપી પણ હતી એ જોઈ

Full Novel

1

કાકા અને કાળા રંગની મર્સિડીઝ - ભાગ ૧

ઉદાર અને ન્યાયી ગાયકવાડી રાજ હેઠળ વિકસેલા,નાત-જાત જોયા વગર દરેકને પોતાનામાં સમાવતા અને સૂરસાગરમાં ઉભા મહાદેવ જે શહેર પર વરસાવે છે એવા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રચાયેલા વડોદરા શહેરની આ વાત છે.શિયાળાની સવારનો સાતેક વાગ્યાનો સમય હશે. રોજના ટાઈમટેબલ પ્રમાણે હું કમાટી બાગમાં મારી મોર્નિંગ વોક પૂરી કરી પાછો ફરી રહયો હતો. પત્નીશ્રીના આદેશ મુજબ હું ડેરી ડેન ચોકડી પાસે જનરલ સ્ટોર માં થી દૂધની થેલી લેવા ઉભો રહયો. ત્યાં મારી નજર સામે ચિંથરેહાલ કોટ પહેરી બેઠેલા ભિખારી જેવા બુઝુર્ગ પર પડી. કોટ તો કોઈએ આપ્યો હશે એમ સમજીએ પણ કાકાના માથે જૂની વિલાયતી હેટ જેવી ટોપી પણ હતી એ જોઈ ...વધુ વાંચો

2

કાકા અને કાળા રંગની મર્સિડીઝ - ભાગ ૨

માણસનુ મન કાં તો મૂંઝવણનુ મરીઝ હોય કાં તો મસ્તી કરતુ માંકડુ. આ બનાવ પછી મારૂ મન પણ કદાચ નુ મરીઝ બની ગયુ હતુ. ખબર નહી શા કારણે પણ એ કાકા વિશે જાણવાની મારી તાલાવેલી દિવસે ને દિવસે ઉનાળાની ગરમીની જેમ વધતી ચાલી. એ દિવસના બનાવ પછી કેટલાય દિવસો સુધી હું ડેરી ડેન જઈ કલાકો સુધી બેસતો અને કાકાની રાહ જોતો. ભીખાને પૂછતા હંમેશા એનો એક જ જવાબ મળતો, "મને શી ખબર"એક દિવસ મારી દિકરી આયુષી સાથે સાંજે અંદાજે સાળા આઠ વાગ્યે ડેરી ડેનમાં આઇસક્રીમ લેવા ગયો, ત્યારે અચાનક મારી નજર પેલા કાકા પર પડી. નવા જ આણેલા ઝભ્ભા ...વધુ વાંચો

3

કાકા અને કાળા રંગની મર્સિડીઝ - ભાગ ૩

કાકાની જીવનવાર્તા સાંભળવાની ઉત્સુકતા મને એટલી બધી હતી કે હું નોકરી પરથી બે કલાક જેટલો વહેલો આવી ડેરી ડેન કાકા જ્યાં બેસતા તે જગ્યાએ આવીને બેસી ગયો. મારા મગજમાં જાણે વિચારો એકબીજા સાથે દ્વંદ્વ યુદ્ધ ખેલી રહયા હતા.. હું ચારે તરફથી આવતા લોકોમાં આતુરતાથી કાકાને શોધતો હતો. એકાદ કલાક જેવો સમય પસાર થયો હશે, ત્યાં જ મારા ખભા પર પાછળથી કોઈકે હળવેકથી હાથ મૂકયો. પાછળ ફરી જોઉ છુ તો સૂટ-બૂટ ધારી અને માથે કાઉબોય હેટ પહેરીને કોઈક ઉભુ હતુ. એ તો જયારે એ વ્યક્તિ ના ચહેરા પર મારી નજર પડી ત્યારે જાણ્યું કે આ તો એજ કાકા છે. મારા ચહેરા ...વધુ વાંચો

4

કાકા અને કાળા રંગની મર્સિડીઝ - 4 - અંતિમ ભાગ

ખોંખારો ખાઈને કોફીની ઘૂંટડી ભરતા ભરતા એમણે વાત આગળ ધપાવી, "વહુને પણ અમે ગમતા નહી માટે અમને પૌત્રને જોવાની મળવાની મનાઈ હતી. દિકરાના અધર્મ અને મારી મનોસ્થિતિ બંનેના ભાર તળે દેવની માની હાલત બગડતી ચાલી. આખરે એક દિવસ નકુલને પણ વહુના ભાઈના ઘરે કેનેડા મોકલી દેવાયો. ને પૌત્રને માથે હાથ ન ફેરવી શકવાના નિસાસા સાથે દેવની માએ જીવ છોડયો.એના અંતિમ સંસ્કાર કર્યા પછી મેં એ ઘર છોડી દીધું અને અમારા સૌથી પહેલા ને ખંડેર જેવા છત વગરના ઘરમાં રહેવા આવી ગયો. દરેક મિત્ર, સગા સંબંધી સામે મદદ માટે હાથ લાંબો કર્યો, પણ દરેક એ મોઢુ ફેરવ્યું. અને ત્યારથી હું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો