અંધેરપુર - એક રહસ્યમય ગામ

(2)
  • 38
  • 0
  • 1.2k

પહાડો અને ઘન જંગલોથી ઘેરાયેલું એક ગામ હતું અંધેરપુર. નકશામાં તેનું નામ તો હતું પરંતુ ત્યાં પહોંચવાનો રસ્તો જાણે સમયની સાથે ગાયબ થઈ જતો હતો. બહારના લોકો માટે આ ગામ માત્ર એક દંતકથારૂપ જ હતું. આ ગામમાં એક અજીબ નિયમ હતો.દર વર્ષે અમાસની રાત્રે સૂર્યાસ્ત પછી કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળતી નહોતી. બધા જ ઘરના દરવાજા-બારીઓ બંધ થઈ જતા. બાળકોને પણ કારણ પૂછવાની મનાઈ હતી. ગામની વચ્ચોવચ માં એક પ્રાચીન વટવૃક્ષ ઊભું હતું. લોકો એવી વાતો કરતા કે તેની નીચે સદીઓ જૂનું રહસ્ય દફનાયેલું છે. પરંતુ કોઈ તેની નજીક જતું નહોતું.

1

અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1

પહાડો અને ઘન જંગલોથી ઘેરાયેલું એક ગામ હતું અંધેરપુર. નકશામાં તેનું નામ તો હતું પરંતુ ત્યાં પહોંચવાનો રસ્તો જાણે સાથે ગાયબ થઈ જતો હતો. બહારના લોકો માટે આ ગામ માત્ર એક દંતકથારૂપ જ હતું.આ ગામમાં એક અજીબ નિયમ હતો.દર વર્ષે અમાસની રાત્રે સૂર્યાસ્ત પછી કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળતી નહોતી. બધા જ ઘરના દરવાજા-બારીઓ બંધ થઈ જતા. બાળકોને પણ કારણ પૂછવાની મનાઈ હતી.ગામની વચ્ચોવચ માં એક પ્રાચીન વટવૃક્ષ ઊભું હતું. લોકો એવી વાતો કરતા કે તેની નીચે સદીઓ જૂનું રહસ્ય દફનાયેલું છે. પરંતુ કોઈ તેની નજીક જતું નહોતું.એક દિવસ શહેરમાંથી એક યુવાન પત્રકાર પવન ગામમાં આવ્યો. ...વધુ વાંચો

2

અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 2

બે પવન સામસામે ઊભા હતા. બંનેના ચહેરા, અવાજ અને હાવભાવ એકસરખા હતા."તું કોણ છે?" પવને પૂછ્યું.રહસ્યમય પડછાયો હળવું હસ્યો."હું દુશ્મન નથી... હું તારું બીજું સ્વરૂપ છું. જે દિવસે તારો જન્મ થયો, એ દિવસે તારો એક ભાગ પ્રકાશમાં જન્મ્યો અને બીજો ભાગ અંધકારમાં."પવને ગુસ્સાથી તલવાર ઊંચી કરી."ખોટું બોલે છે!"પડછાયાએ આંખો બંધ કરી. તરત જ પવનના બાળપણના દૃશ્યો હવામાં દેખાવા લાગ્યા. શહેરમાં ઉછરેલો પવન... રાત્રે આવતા અજાણ્યા સપના... અને ગળામાંનું એ રહસ્યમય લોકેટ."આ બધું તને યાદ છે?" પડછાયાએ પૂછ્યું.પવન મૌન રહ્યો.અગ્નિ-અજગરે ધીમેથી કહ્યું,"તે સાચું બોલે છે. દરેક રક્ષકનો એક પડછાયો જન્મે છે. જો બંને એકબીજા સામે લડે, તો છાયારાજ વધુ ...વધુ વાંચો

3

અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 3

કાળવક્ર મંદિરના દ્વાર પર ઊભો હતો.તેના દરેક પગલાં સાથે ધરતી ધ્રૂજતી હતી. આકાશમાં વીજળીઓ ગર્જતી હતી અને અંધેરપુરની સીમાઓ લાગી હતી.પવન, છાયારાજ અને ઋષિ અનંત તેની સામે ઊભા રહ્યા.કાળવક્ર હસ્યો."તમે ત્રણેય ભેગા થઈ જાઓ તો પણ મને હરાવી શકતા નથી."એટલું કહી તેણે પોતાના હાથમાંથી કાળા અગ્નિનો પ્રચંડ ગોળો છોડ્યો.પવને અગ્નિમણિની શક્તિથી તેને અટકાવ્યો.છાયારાજે પોતાના અંધકારથી એ શક્તિને બંધનમાં લીધી.અને ઋષિ અનંતે મંત્રોચ્ચાર કરીને પ્રકાશનો એક વિશાળ સ્તંભ ઊભો કર્યો.ત્રણે શક્તિઓ પહેલી વાર એક થઈ.એક ભયંકર વિસ્ફોટ થયો.ધૂળ શમી ત્યારે...કાળવક્રને પહેલી વાર ઘા લાગ્યો હતો.તે ગુસ્સાથી ગર્જી ઊઠ્યો."તો હવે મારી સાચી શક્તિ જુઓ!"તેનું શરીર ધીમે ધીમે પર્વત જેટલું વિશાળ બનવા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો