જમા ઉધાર ભાગ-૧"દેવજી...ઓ દેવજી, સંભાળીને કામ કર ભાઈ. તને ખબર છે કે આજે પ્લાન્ટની મુલાકાતે આપણાં એમ.ડી.ધનંજય શેઠ આવવાના છે. સેફ્ટી શૂઝ...તો પહેરેલાં છે, આ લે હેલ્મેટ પહેરી લે અને ધ્યાનથી કામ કરજે. ધનંજય શેઠ બહું અનુભવી અને બાહોશ છે" મારા કોન્ટ્રાક્ટર રામજીભાઈ મને કહ્યુ."ભલે રામજીભાઈ" મેં આંખ મીંચી અને જાણે મને કાંઈ સુઝયું હોય, જાણે મારા મગજમાં એક ચમકારો થયો હોય એમ હું મરક મરક હસવા લાગ્યો. "હવે મારું સપનું સાકાર થશે. હું ક્યારેય પ્લાન્ટમાં મજૂરીકામ કરવા ન્હોતો માંગતો, ક્યારેય નહીં. આવું જોખમ કોણ લે? કાંઇક થઈ જાય તો? કંપનીને તો કાંઈ જ ફરક નથી પડતો, પણ મારું શું?
Full Novel
જમા ઉધાર
જમા ઉધાર ભાગ-૧"દેવજી...ઓ દેવજી, સંભાળીને કામ કર ભાઈ. તને ખબર છે કે આજે પ્લાન્ટની મુલાકાતે આપણાં એમ.ડી.ધનંજય શેઠ આવવાના સેફ્ટી શૂઝ...તો પહેરેલાં છે, આ લે હેલ્મેટ પહેરી લે અને ધ્યાનથી કામ કરજે. ધનંજય શેઠ બહું અનુભવી અને બાહોશ છે" મારા કોન્ટ્રાક્ટર રામજીભાઈ મને કહ્યુ."ભલે રામજીભાઈ" મેં આંખ મીંચી અને જાણે મને કાંઈ સુઝયું હોય, જાણે મારા મગજમાં એક ચમકારો થયો હોય એમ હું મરક મરક હસવા લાગ્યો. "હવે મારું સપનું સાકાર થશે. હું ક્યારેય પ્લાન્ટમાં મજૂરીકામ કરવા ન્હોતો માંગતો, ક્યારેય નહીં. આવું જોખમ કોણ લે? કાંઇક થઈ જાય તો? કંપનીને તો કાંઈ જ ફરક નથી પડતો, પણ મારું શું? ...વધુ વાંચો
જમા ઉધાર ભાગ-૨ (અંતિમ ભાગ)
જમા ઉધાર ભાગ-૨ (અંતિમ ભાગ)ભાગ-૧ મા તમે જોયું કે કંપનીમાં કામ કરતો દેવજી કેવી રીતે નાટકબાજી કરીને પ્લાન્ટમાં મજૂરી ઓફીસમાં પટ્ટાવાળા સુધી પહોંચ્યો, અને કેવી રીતે કંપનીનાં એમ.ડી.ધનંજય શેઠની દયાને પાત્ર અને વિશ્વાસુ માણસ બની ગયો. હવે આગળ... દેવજી, આજે ડાઇનિંગ ટેબલ બરાબર સાફ કરજે. ધનંજય શેઠ કહેતાં હતાં કે આજે તે બપોરે આપણી બધાની સાથે કેન્ટીનનું ભોજન લેશે. જોજે રસોઈયા મહારાજને કહી દેજે કે આજે જમવાનું સાદું બનાવે, તને ખબર જ છેને કે શેઠને બહું ઘી તેલ કે મસાલેદાર નથી ભાવતું સુચના આપીને ધનંજય શેઠનો ચમચો જીતેન ચાલતો થયો. મહારાજ...ઓ મહારાજ...આજે સાદું જમવાનું બનાવજો. ન ઘી તેલવાળું કે ન મસાલેદાર, ...વધુ વાંચો