અધ્યાય 1 — વરસાદી રાત અમદાવાદ શહેર સામાન્ય રીતે ક્યારેય સંપૂર્ણ શાંત થતું નથી. દિવસ હોય કે રાત — ક્યાંક ન ક્યાંક ટ્રાફિકનો અવાજ, લોકોની દોડધામ, ચાની લારીઓ પર ચર્ચા… શહેર જીવંત જ રહેતું. પરંતુ તે રાત્રે કંઈક અલગ હતું. આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા હતા. વીજળી આકાશને ચીરીને કડકતી હતી અને ભારે વરસાદ રસ્તાઓ પર તૂટી પડતો હતો. રાત્રે લગભગ બે વાગ્યા હતા. શહેરની બહારનો એક લાંબો, લગભગ સૂનો રસ્તો. બાજુમાં જૂના વૃક્ષોની કતાર હતી. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું.

1

છાંયો - 1

અધ્યાય 1 — વરસાદી રાત અમદાવાદ શહેર સામાન્ય રીતે ક્યારેય સંપૂર્ણ શાંત થતું નથી.દિવસ હોય કે રાત — ક્યાંક ક્યાંક ટ્રાફિકનો અવાજ, લોકોની દોડધામ, ચાની લારીઓ પર ચર્ચા… શહેર જીવંત જ રહેતું. પરંતુ તે રાત્રે કંઈક અલગ હતું. આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા હતા. વીજળી આકાશને ચીરીને કડકતી હતી અને ભારે વરસાદ રસ્તાઓ પર તૂટી પડતો હતો. રાત્રે લગભગ બે વાગ્યા હતા. શહેરની બહારનો એક લાંબો, લગભગ સૂનો રસ્તો.બાજુમાં જૂના વૃક્ષોની કતાર હતી. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. સ્ટ્રીટલાઇટનો પીળો પ્રકાશ પાણીમાં પડતો અને ફરી તૂટી જતા પ્રતિબિંબો સર્જતો. આ આખા સૂના રસ્તા પર એક ...વધુ વાંચો

2

છાંયો - 2 - અજાણી કડી

બીજે દિવસે સવારે અમદાવાદ શહેર ફરી પોતાની સામાન્ય ગતિમાં આવી ગયું હતું. રસ્તાઓ પર ટ્રાફિકનો અવાજ ફરી ગુંજતો હતો. લારીઓ પર લોકો સમાચારપત્ર વાંચતા બેઠા હતા. બસ સ્ટોપ પર લોકો કામ પર જવા માટે ઊભા હતા. પરંતુ શહેરના એક ખૂણે,ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં વાતાવરણ થોડું જુદું હતું. ઓફિસની અંદર એક મોટું રૂમ હતું જ્યાં દિવાલ પર એક મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી. રૂમમાં અર્જુન અને તેની ટીમ બેઠી હતી. સ્ક્રીન પર ત્રણ ફોટા દેખાતા હતા. ત્રણ અલગ અલગ માણસો. પરંતુ હવે ત્રણેય જીવતા નહોતા. રૂમમાં થોડા પળો માટે શાંતિ હતી. અર્જુન ધીમે ધીમે સ્ક્રીન તરફ આગળ વધ્યો. “આ કેસ હવે ...વધુ વાંચો

3

છાંયો - 3 - એક જર્નાલિસ્ટ

અમદાવાદ શહેરના મધ્યમાં આવેલી એક જૂની બિલ્ડિંગની પાંચમી માળે એક નાનું મીડિયા ઓફિસ હતું. બિલ્ડિંગ બહારથી સામાન્ય લાગતું હતું. અંદર હંમેશા કામ અને વિચારોની ગતિ રહેતી. આ ઓફિસમાં કામ કરતી હતીમાયરા દેસાઈ. માયરા એક સામાન્ય પત્રકાર નહોતી. તે એવી સ્ટોરી શોધતી હતી જેને ઘણા લોકો છુપાવવા માંગતા હોય. તેને સત્ય શોધવાનો શોખ નહોતો… તેનેસત્ય બહાર લાવવાની ઝૂનૂનહતી. સાંજનો સમય હતો. ઓફિસમાં મોટાભાગના લોકો ઘરે જઈ ચૂક્યા હતા. પરંતુ માયરા હજુ પણ પોતાના ડેસ્ક પર બેઠી હતી. તેના સામે લેપટોપ ખુલેલો હતો. સ્ક્રીન પર ઘણા ડોક્યુમેન્ટ, સમાચારના કટિંગ અને જૂના પોલીસ રિપોર્ટ ખુલેલા હતા. તે ત્રણ ફોટા સ્ક્રીન પર જોઈ ...વધુ વાંચો

4

છાંયો - 4 - પંદર વર્ષ પહેલાની રાત

પંદર વર્ષ પહેલા… અમદાવાદ શહેર એટલું મોટું અને વ્યસ્ત નહોતું જેટલું આજે છે.શહેરની બહારના રસ્તાઓ પર રાત્રે શાંતિ છવાઈ તે રાત્રે પણ આવું જ હતું. આકાશમાં હળવો પવન વહેતો હતો અને રસ્તા પર થોડું ધુમ્મસ હતું.સ્ટ્રીટલાઇટનો પીળો પ્રકાશ ધીમે ધીમે રસ્તા પર ફેલાઈ રહ્યો હતો. રસ્તાની બાજુમાં એક નાનું પરિવાર ચાલતું હતું. પિતા –રમેશમાતા –સવિતાઅને બે બાળકો. છોકરો –આદિત્યદીકરી –પૂજા આ ચારેય લોકો શહેરમાંથી પોતાના ઘેર જઈ રહ્યા હતા. રમેશ એક સામાન્ય માણસ હતો.તે એક બિલ્ડીંગ માં મજૂરી કામ કરતો હતો. તેનું જીવન સરળ હતું. થોડું કમાતો, પરંતુ પરિવાર સાથે ખુશ રહેતો. તે રાત્રે પણ તેઓ શહેરમાં ખરીદી કરવા ...વધુ વાંચો

5

છાંયો - 5 - બદલો શરૂ

કેફેની અંદર શાંતિ હતી. બહાર શહેરની લાઈટો ઝગમગી રહી હતી. રસ્તા પર ટ્રાફિકનો અવાજ ધીમે ધીમે સંભળાતો હતો. માયરા અર્જુન એકબીજાની સામે બેઠા હતા. માયરાના લેપટોપની સ્ક્રીન પર હજુ પણ તે જૂનો સમાચાર લેખ ખુલેલો હતો. “કાર અકસ્માતમાંચાર લોકોનું મૃત્યુ.” પરંતુ હવે આ શબ્દો પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું હતું. અર્જુન થોડા પળો સુધી સ્ક્રીન તરફ જોઈ રહ્યો હતો. પછી તેણે ધીમે પૂછ્યું: “આ કેસમાં બચેલો છોકરો… આદિત્ય. તેની માહિતી મળી?” માયરાએ માથું હલાવ્યું. “હા… પરંતુ અહીંથી વાત વધુ અજીબ બને છે.” અર્જુનની આંખો થોડા ગંભીર થઈ ગઈ. “એનો અર્થ?” માયરાએ એક નવી ફાઇલ ખોલી. તે એક હોસ્પિટલ રેકોર્ડ ...વધુ વાંચો

6

છાંયો - 6 - ચોથી હત્યા

અમદાવાદ શહેરની એક સમૃદ્ધ કોલોની. મોટા બંગલાઓ, સુંદર બગીચા અને ચોવીસ કલાક સિક્યુરિટી. આ વિસ્તારમાં રહેતા લોકો માટે જીવન આરામદાયક હતું. પરંતુ તે રાત્રે એક બંગલાની અંદર કંઈક ભયંકર બનવાનું હતું. બંગલાની અંદર એક મોટું હોલ હતું. મોંઘી લાઇટિંગ, કાચના ટેબલ અને દિવાલ પર મોંઘી પેઇન્ટિંગ. હોલના મધ્યમાં બેઠેલો હતોરાકેશ મહેતા તેના હાથમાં એક ગ્લાસ હતો. ગ્લાસમાં વિસ્કી હતી. તે ટીવી જોઈ રહ્યો હતો. પરંતુ તેની આંખોમાં થોડી બેચેની હતી. છેલ્લા થોડા દિવસોથી શહેરમાં જે હત્યાઓ થઈ રહી હતી… તે વિશે તે સમાચાર જોઈ રહ્યો હતો. ટીવી પર ન્યૂઝ એન્કર બોલી રહી હતી: “શહેરમાં થયેલી ત્રણ રહસ્યમય હત્યાઓને લઈને ...વધુ વાંચો

7

છાંયો - 7 - શહેરમાં ફેલાતો ડર

રાકેશ મહેતાની હત્યાની ખબર બીજા જ દિવસે આખા શહેરમાં ફેલાઈ ગઈ. સવારથી જ ન્યૂઝ ચેનલો પર એક જ સમાચાર રહ્યા હતા. ટીવી સ્ક્રીન પર રાકેશ મહેતાનો ફોટો દેખાતો હતો. ન્યૂઝ એન્કર ગંભીર અવાજમાં બોલી રહી હતી: “શહેરમાં થયેલી ચોથી રહસ્યમય હત્યા બાદ લોકોમાં ભયનું વાતાવરણ છે. ચારેય હત્યાઓમાં એક સામાન્ય વાત મળી છે — દરેક સ્થળે એક નોટ છોડી દેવામાં આવી છે, જેના પર લખેલું છે… ‘છાંયો’.” આ શબ્દ હવે આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં વાતાવરણ ખૂબ ગંભીર હતું. અર્જુન મોટા ટેબલ પાસે ઉભો હતો. ટેબલ પર ચાર ફાઇલ રાખેલી હતી. ચારેય મૃત લોકોની. ...વધુ વાંચો

8

છાંયો - 8 - માયરા પર હુમલો

રાતના લગભગ 11 વાગ્યા હતા. અમદાવાદ શહેરનો મોટો ભાગ હવે શાંત થઈ ગયો હતો. પરંતુ ન્યૂઝ ઓફિસમાં હજુ લાઈટો હતી. માયરા દેસાઈ હજુ પણ પોતાના ડેસ્ક પર બેઠી હતી. તેના આગળ લૅપટોપ ખુલ્લો હતો. સ્ક્રીન પર એક જ ફાઇલ હતી. પંદર વર્ષ જૂનો અકસ્માત કેસ. માયરા ફરી તે તસ્વીરો જોઈ રહી હતી. કાર. રસ્તા પર પડેલા મૃતદેહ. આદિત્ય. તેના ચહેરા પરનો ડર હજુ પણ ફોટામાં સ્પષ્ટ દેખાતો હતો. માયરાએ ઊંડો શ્વાસ લીધો. તેના મનમાં એક જ પ્રશ્ન હતો. શું આદિત્ય ખરેખર “છાંયો” છે? તે જ સમયે ઓફિસમાં લગભગ બધા લોકો ઘરે જઈ ચૂક્યા હતા. હવે આખા ફ્લોર પર માત્ર ...વધુ વાંચો

9

છાંયો - 9 - ભયંકર સત્ય

રાત્રિના લગભગ બે વાગ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં હજુ પણ લાઇટો ચાલુ હતી. અર્જુન પોતાની કેબિનમાં બેઠો હતો. ટેબલ અનેક ફાઇલો ખુલ્લી હતી. ચાર હત્યાઓ. ચાર લોકો. અને એક જ નામ. છાંયો. અર્જુન ફરી એકવાર તે જૂની ફાઇલ ખોલે છે. પંદર વર્ષ પહેલાનો અકસ્માત. ફોટોમાં એક કાર રોડ પર ઊભી હતી. થોડા અંતરે ત્રણ મૃતદેહ પડેલા હતા. એક પુરુષ. એક સ્ત્રી. અને એક બાળકિ . અર્જુન ધીમે બોલ્યો: “આ કેસમાં કંઈક ખોટું છે…” તે જ સમયે કરણ કેબિનમાં આવ્યો. તેના હાથમાં નવી ફાઇલ હતી. “સર… એક મહત્વની માહિતી મળી છે.” અર્જુન તરત ઊભો થયો. “શું?” કરણ બોલ્યો: “તે રાત્રે ...વધુ વાંચો

10

છાંયો - 10 - વિક્રમ શાહ પર હુમલો

અમદાવાદના સૌથી સમૃદ્ધ વિસ્તારમાં એક વિશાળ બંગલો હતો. બંગલાના ગેટ પર ભારે સિક્યુરિટી હતી. બહાર ચાર ગાર્ડ ઉભા હતા. CCTV કેમેરા અને એલાર્મ સિસ્ટમ લગાવવામાં આવી હતી. આ બંગલો હતો — વિક્રમ શાહનો. શહેરના મોટા બિઝનેસમેન. પરંતુ તેની સફળતા પાછળ ઘણી અંધારી કહાની છુપાયેલી હતી. તે રાત્રે વિક્રમ શાહ પોતાના સ્ટડી રૂમમાં બેઠો હતો. કોઈ દરવાજાની બહારથી તેને અવાજ આપી રહ્યું હોય એવું પ્રતિબિંબ અને ભય તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. રૂમમાં ધીમો લાઇટ હતો. તેના હાથમાં વિસ્કીનો ગ્લાસ હતો. પરંતુ તેના ચહેરા પર શાંતિ નહોતી. છેલ્લા થોડા દિવસોથી શહેરમાં જે હત્યાઓ થઈ રહી હતી… તે તેને સતત ...વધુ વાંચો

11

છાંયો - 11 - ગોળી કોણે મારી?

ગોળીનો અવાજ આખા બંગલામાં ગુંજી ઉઠ્યો. ધડાક! રૂમમાં એક ક્ષણ માટે બધું સ્થિર થઈ ગયું. વિક્રમ શાહ ચીસ પાડી અર્જુન તરત પાછળ વળ્યો. આદિત્ય પણ ચોંકી ગયો. તેને પણ ગોળી વાગી હતી. થોડી સેકન્ડ પછી… કોઈ જમીન પર પડી ગયું. અર્જુને પોતાની ટોર્ચ તે દિશામાં ફેરવી. જેમ જ પ્રકાશ પડ્યો… તેની આંખો પહોળી થઈ ગઈ. જમીન પર પડેલો માણસ હતો — કરણ. તેના ખભામાં ગોળી લાગી હતી. તે દુખથી તડપી રહ્યો હતો. અર્જુન તરત તેની પાસે દોડ્યો. “કરણ!” કરણ ભારે શ્વાસ લઈ રહ્યો હતો. “સર…” “મને… કંઈ નથી…” પરંતુ તેના ખભામાંથી લોહી વહેવું શરૂ થઈ ગયું હતું. રૂમમાં અચાનક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો