​કચ્છના સફેદ રણની ક્ષિતિજ પર સૂર્ય આથમી રહ્યો હતો. ચારે બાજુ મીઠાની સફેદ ચાદર પથરાયેલી હતી, જે ચાંદનીમાં ચાંદી જેવી ચમકવાની તૈયારીમાં હતી. ૨૪ વર્ષનો આર્યન પોતાની જીપ પાસે ઉભો રહીને નકશામાં કંઈક શોધી રહ્યો હતો. ​આર્યન એક આર્કિયોલોજિસ્ટ હતો, પણ તેના વિચારો ગણિત અને વિજ્ઞાનમાં વધુ ચાલતા. તેના હાથમાં એક જૂની ડાયરી હતી જેના કવર પર મોટા અક્ષરે લખ્યું હતું — "પ્રોજેક્ટ KVRC". આ ડાયરી તેને તેના પિતાના જૂના સામાનમાંથી મળી હતી, જેઓ દસ વર્ષ પહેલાં આ જ રણમાં રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા.

1

સમય ના અવસેશો - ભાગ 1

સમય ના આવસેશોલેખિકાMansi DesaiDesai MansiShastri​કચ્છના સફેદ રણની ક્ષિતિજ પર સૂર્ય આથમી રહ્યો હતો. ચારે બાજુ મીઠાની સફેદ ચાદર પથરાયેલી જે ચાંદનીમાં ચાંદી જેવી ચમકવાની તૈયારીમાં હતી. ૨૪ વર્ષનો આર્યન પોતાની જીપ પાસે ઉભો રહીને નકશામાં કંઈક શોધી રહ્યો હતો.​આર્યન એક આર્કિયોલોજિસ્ટ હતો, પણ તેના વિચારો ગણિત અને વિજ્ઞાનમાં વધુ ચાલતા. તેના હાથમાં એક જૂની ડાયરી હતી જેના કવર પર મોટા અક્ષરે લખ્યું હતું — "પ્રોજેક્ટ KVRC". આ ડાયરી તેને તેના પિતાના જૂના સામાનમાંથી મળી હતી, જેઓ દસ વર્ષ પહેલાં આ જ રણમાં રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા.​"સર, રાત પડવા આવી છે. અહીં રોકાવું જોખમી છે," તેના સાથી મનુએ ...વધુ વાંચો

2

સમય ના અવસેશો - ભાગ 2

સમય ના અવષેશોભાગ 2લેખિકાMansi DesaiShastri​સીડીઓ ઉતરી રહેલા બૂટના અવાજો લેબની સ્ટીલની દિવાલોમાં પડઘાઈ રહ્યા હતા. આર્યન અને મનુ પાસે માટે બહુ ઓછી જગ્યા હતી.​"સર, આપણે ફસાઈ ગયા છીએ!" મનુના અવાજમાં ફફડાટ હતો.​આર્યને ત્વરિત નિર્ણય લીધો. તેણે પેલી કાચની પેટી પાસે જઈને જોરથી તેના પર હાથ માર્યો. કાચ તૂટ્યો નહીં, પણ આર્યનના સ્પર્શથી પેટીનું સેન્સર એક્ટિવેટ થઈ ગયું. પેટી હળવેકથી ખુલી અને અંદરથી પેલું રહસ્યમય KVRC કડું બહાર આવ્યું. આર્યને કોઈ પણ વિચાર કર્યા વગર એ કડું પોતાના જમણા કાંડા પર પહેરી લીધું.​જેવું કડું પહેર્યું, આર્યનને આખા શરીરમાં વીજળીના આંચકા જેવો અનુભવ થયો. તેની આંખો સામે હજારો વર્ષોના ઇતિહાસની તસવીરો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો