અપરાધી અને ઇન્સ્પેક્ટર પટેલ

(115)
  • 7.4k
  • 29
  • 3.5k

ઇન્સ્પેક્ટર ડી.જી.પટેલ ઊંડા વિચારમાં હતા. 'કોણે આવી અજીબ રીતે હત્યા કરી હોવી જોઈએ?' 'આટલી મોડી રાત્રે કોણ હોય જે જયંતની સાથે હોય?' 'જરૂરથી જ કોઈ એનું ઓળખીતું હોવું જોઈએ કે જેની સાથે ઘણા સમય પહેલાથી જયંત સતત કોન્ટેકટમાં હતો.' 'એ વ્યક્તિ નિયમિત રીતે એના ઘરમાં આવતું જતું હોવું જોઈએ.' આ તમામ વિચારો કોઈ રબરબેન્ડની માફક ઇન્સ્પેક્ટર પટેલના મગજની નસો ખેંચી રહ્યા હતા. જયંતના મૃત્યુને હજી ચોવીસ કલાક જ થયા હતા. આજે વહેલી સવારે એની ડેડ બોડી એના પોતાના જ ઘરમાંથી બરામદ કરી હતી. જયંતના કુટુંબમાં એની પત્ની અને એક છોકરા સિવાય કોઈ નહતું. જયંત આમ તો ધનાઢય કુટુંબ સાથે તાલ્લુખ

Full Novel

1

અપરાધી અને ઇન્સ્પેકટર પટેલ (ભાગ-૧)

ઇન્સ્પેક્ટર ડી.જી.પટેલ ઊંડા વિચારમાં હતા. 'કોણે આવી અજીબ રીતે હત્યા કરી હોવી જોઈએ?' 'આટલી મોડી રાત્રે કોણ હોય જે સાથે હોય?' 'જરૂરથી જ કોઈ એનું ઓળખીતું હોવું જોઈએ કે જેની સાથે ઘણા સમય પહેલાથી જયંત સતત કોન્ટેકટમાં હતો.' 'એ વ્યક્તિ નિયમિત રીતે એના ઘરમાં આવતું જતું હોવું જોઈએ.' આ તમામ વિચારો કોઈ રબરબેન્ડની માફક ઇન્સ્પેક્ટર પટેલના મગજની નસો ખેંચી રહ્યા હતા. જયંતના મૃત્યુને હજી ચોવીસ કલાક જ થયા હતા. આજે વહેલી સવારે એની ડેડ બોડી એના પોતાના જ ઘરમાંથી બરામદ કરી હતી. જયંતના કુટુંબમાં એની પત્ની અને એક છોકરા સિવાય કોઈ નહતું. જયંત આમ તો ધનાઢય કુટુંબ સાથે તાલ્લુખ ...વધુ વાંચો

2

અપરાધી અને ઇન્સ્પેક્ટર પટેલ (ભાગ-2)

મહિલા કોન્સ્ટેબલ બાજુમાં પડેલા જગમાંથી પાણી લઈને લીનાના મોં પર છંટકાવ કરે છે. દસેક સેકંડ બાદ લીના ભાનમાં આવે “પણ સર, એ તો બિઝનેસ રીલેટેડ મીટીંગ માટે નાગપુર ગયા હતા તો એમનું મર્ડર અહી કેવી રીતે થાય?”, કહીને લીના ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એનો આ ઘટસ્ફોટ સાંભળીને ઇન્સ્પેક્ટર પટેલ વધારે મૂંઝાયા. ‘જો જયંત નાગપુરમાં હોય તો એની બોડી એના મકાનમાંથી કેવી રીતે મળે?’ ‘અને જો લીના એની પત્ની હોય તો જે સાપુતારા ગઈ હતી એ અને પેલું બાળક પણ એનું જ છે?’ ‘શું જયંત બંને પત્નીઓને છેતરી રહ્યો હતો?’ વગેરે વિચારોથી ડી.જી.પટેલનું મગજ ફરીથી ચકરાવે ચઢ્યું. લીના થોડા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો