વાંસળી વદે છે: ભેદાઈને પણ રેલાવું વાંસળી નાં નસીબ એકલાં નું કામ નથી, એની સહનશક્તિ ની શરુઆત પર અનેં એની શરણાગતિ નાં અંત પર માધવની કૃપાનું પૂર્ણવિરામ છે, બની શકાય તો વાંસળી બનો, કોઈ નાં સૂર બનો, કોઈ નાં પ્રિય આપોઆપ બની જવાશે, અને છતાં સ્નેહ બની ખુદ ગોવિંદ પણ વરસી નેં તરસાવશે, જીવનભર મહેંકાવશે. વાંસળી ની જેમ ખુશી થી ભેદાવાય, છતાં પણ સૌમ્ય સૂરે રેલાવાય, આવું કોઈની પ્રીતમાં અનાયાસે જ થઈ જાય, માધવનાં અધરે ત્યારે જ શોભાવાય, માધવનાં આલિંગને ત્યારે જ આરોપાય, માધવની સંવેદના એ ત્યારે જ સમર્પિત થવાય, માધવનાં અહેસાસે ત્યારે જ આપણો આવિર્ભાવ થાય, માધવનાં હૈયે આપણું

Full Novel

1

બાંસુરી ઉવાચ - ભાગ - 1

વાંસળી વદે છે: ભેદાઈને પણ રેલાવું વાંસળી નાં નસીબ એકલાં નું કામ નથી, એની સહનશક્તિ ની શરુઆત પર અનેં શરણાગતિ નાં અંત પર માધવની કૃપાનું પૂર્ણવિરામ છે, બની શકાય તો વાંસળી બનો, કોઈ નાં સૂર બનો, કોઈ નાં પ્રિય આપોઆપ બની જવાશે, અને છતાં સ્નેહ બની ખુદ ગોવિંદ પણ વરસી નેં તરસાવશે, જીવનભર મહેંકાવશે. વાંસળી ની જેમ ખુશી થી ભેદાવાય, છતાં પણ સૌમ્ય સૂરે રેલાવાય, આવું કોઈની પ્રીતમાં અનાયાસે જ થઈ જાય, માધવનાં અધરે ત્યારે જ શોભાવાય, માધવનાં આલિંગને ત્યારે જ આરોપાય, માધવની સંવેદના એ ત્યારે જ સમર્પિત થવાય, માધવનાં અહેસાસે ત્યારે જ આપણો આવિર્ભાવ થાય, માધવનાં હૈયે આપણું ...વધુ વાંચો

2

બાંસુરી ઉવાચઃ ભાગ -2

ટિપ્પણી : કાનો વાંસળી ને પોતાના આલીંગનમાં આરોપીને જ રાખે છે. કાનાની આ મનસા રાધાજી એમનાં મનડે ભાસે છે. માટે વાંસળી એટલે શું? : વાંસળી વગર કાનાનું અસ્તિત્વ શક્ય જ નથી. અનેં જો એ શક્ય બન્યું તો દ્વારિકા માં દ્વારિકાધીશ સાથે ,જે રાધાપ્રેમી રુક્મણી માં આપણે જોઈ ગયાં. વાંસળીમાં ગહન પ્રણય અનેં મમતા નો વાસ છે. જ્યાં સુધી કાના પાસે વાંસળી હતી ત્યાં સુધી પ્રેમની સુવાસ આખા વૃજ નેં એનાં બાહુપાશ માં જકડીનેં બેઠી હતી. જ્યારે માધવ વૃજ છોડીને મથુરા ગયા અનેં જવાબદારી નાં બોજ નીચે એમણેં વાંસળી નેં વૃજ માં જ મૂકી ત્યારે પ્રણયનો એ ભીનો સહેવાસ અને ...વધુ વાંચો

3

બંસરી ઉવાચ - ભાગ - 3

ટિપ્પણી : બંસરી અનેં રાધા બંને નો માધવપ્રેમ સમાન છે. છતાં પણ રાધા નેં કેમ પોતાનાં પર આટલું અભિમાન બંસરી નો માધવપ્રેમ અનેં રાધાઅવતાર નું મહત્વ: બંસરીનો માધવપ્રેમ આપણનેં પણ રાધાનાં માધવપ્રેમ કરતાં વધારે જ લાગે કેમકે બંસરી નાં બલિદાનો પણ બહું છે તો શું રાધાજી નાં આજીવન માધવવિરહ નું કાંઈ મૂલ્ય જ નહીં? એમનાં બલિદાનો ની કોઈ ઓળખ જ નહીં? આ વાત પર ઉંડાણમાંથી ચિંતન અનેં મનન કરવા એકવાર માધવ સ્વર્ગ લોક માં બેઠાં. એમણે વિચાર્યુ કે રામ અવતાર માં માનુની સીતા નું નામ લોકવાયકા માં સદાય શ્રી રામ સાથે કાને સંભળાતું.રામાયણ નાં શબ્દે શબ્દ માં શ્રી રામ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો