રસ્કિન બોન્ડ જન્મે બ્રિટિશ, વર્ષોથી ઉત્તરાંચલ માં રહેતા બાળવાર્તાઓ જાણીતા લેખક છે. તેઓ અંગ્રેજીમાં લખે છે પણ એમની વાર્તાઓની પૃષ્ઠભૂમિમાં ઉત્તરાંચલ ના પહાડી પ્રદેશનાં ગામો અને એનું લોકજીવન હોય છે. એમનાં બધાં થીમ બાળકો, કિશોરોને ખૂબ ગમે એવાં હોય છે. બાલ કિશોર સાહિત્ય માટે તેઓ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે અને હવે મોટા ભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમ માં હોય છે તેમાં ઈતર વાંચન તરીકે તેમની બુક્સ ની ભલામણ કરવામાં આવે છે અને લગભગ દરેક સારી અંગ્રેજી માધ્યમની ભારતીય શાળામાં તેમની બુક હોય જ છે. અંગ્રેજી વાંચતાં બાળકોમાં અને એ વંચાવતા વાલીઓમાં તેઓ ખૂબ લોકપ્રિય, ખૂબ વેચાતાં પુસ્તકોના લેખક છે. તેઓ અત્યારે 85 વર્ષના છે પણ હજુ લખે છે, પહાડ ઉતરી ચડી શકે છે. અલમોરા પોતાનાં ઘેર રહે છે.
આસમાની રંગની છત્રી રે.. - 1
પ્રસ્તાવનારસ્કિન બોન્ડ જન્મે બ્રિટિશ, વર્ષોથી ઉત્તરાંચલ માં રહેતા બાળવાર્તાઓ જાણીતા લેખક છે. તેઓ અંગ્રેજીમાં લખે છે પણ એમની વાર્તાઓની ઉત્તરાંચલ ના પહાડી પ્રદેશનાં ગામો અને એનું લોકજીવન હોય છે. એમનાં બધાં થીમ બાળકો, કિશોરોને ખૂબ ગમે એવાં હોય છે.બાલ કિશોર સાહિત્ય માટે તેઓ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે અને હવે મોટા ભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમ માં હોય છે તેમાં ઈતર વાંચન તરીકે તેમની બુક્સ ની ભલામણ કરવામાં આવે છે અને લગભગ દરેક સારી અંગ્રેજી માધ્યમની ભારતીય શાળામાં તેમની બુક હોય જ છે.અંગ્રેજી વાંચતાં બાળકોમાં અને એ વંચાવતા વાલીઓમાં તેઓ ખૂબ લોકપ્રિય, ખૂબ વેચાતાં પુસ્તકોના લેખક છે. તેઓ અત્યારે 85 વર્ષના ...વધુ વાંચો
આસમાની રંગની છત્રી રે.. - 2
1.“નીલુ… નીલુ…” પહાડોમાં બાળકીના તીણા અવાજના પડઘા ગુંજી રહ્યા. પહાડ પરથી ઉતરતી નાની કેડી પર નાના નાના પગ ધબધબ દોડી રહ્યા. ક્યાંક પાંદડાં કચરાવાનો અવાજ એ નાનીશી પગલીઓના પગરવ સાથે ભળી એક ધીમું સંગીત પેદા કરી રહ્યો. .“ નીલુ..” બાળકીએ મોં આડી હથેળી રાખી મોટેથી બૂમ પાડી અને સામેથી ભોં.. કરતો અવાજ આવ્યો. એ નીલુનો હતો. નીલુ એ બિંદિયા ની ગાય હતી. બિંદિયા એટલે એ પહાડ પર ઉછરતી, કહો કે પહાડને ધાવીને મોટી થતી દસ અગિયાર વર્ષની બાલિકા.નીલુ અને ગૌરી એ બે બિંદિયા ના ઘરની ગાયો હતી. નીલુ ભૂરાશ પડતી કાળી એટલે એ નામ અને ગૌરી શ્વેત ગાય હતી ...વધુ વાંચો
આસમાની રંગની છત્રી રે.. - 3
આમ તો કોઈની વસ્તુ ન માગવાનું કે કોઈ આપે તો ન લેવાનું એને ઘેરથી શીખવવામાં આવ્યું હતું પણ એણે છત્રી માગી? ખાલી જોઈ. જોતાં જ એની નજર એ ભૂરી છત્રી પર ઠરી ગઈ. પહેલી સ્ત્રીની એની ઉપર. એણે ઉપરથી નીચે આ બાલિકાને ધારી ધારીને જોઈ.બિંદિયાનું ફ્રોક હતું તો સરસ ડિઝાઇન વાળું પણ મેલુ, ફાટીને સાંધેલું હતું. પહાડી ખેડૂતની નાની છોકરીને ફેશનની હજી ઇચ્છા ક્યાંથી હોય? ખબર તો આવાં પીકનીકિયાંઓને જોઈ લેટેસ્ટ ફેશનની પણ પડતી હોય.“આ તારા ગળે માળા સરસ છે. એની ઉપર આ એકદમ અણીદાર વસ્તુ શું લટકે છે?” પહેલી સ્ત્રીએ બિંદિયાની માળા પરનાં લોકેટ પર હાથ ફેરવતાં પૂછ્યું.“એ ...વધુ વાંચો
આસમાની રંગની છત્રી રે.. - 4
2.બિંદિયાએ છત્રી હાથમાં લઈ ગોળગોળ ફેરવી. એને ઘેર છત્રી તો હતી, પકડવી મુશ્કેલ બને એવડી મોટી અને કાળી. એમાં ઉંદરોએ કાણાં પાડી દીધેલાં. આ છત્રી તો નાજુકડી, નાની હતી. બરાબર બિંદિયાની સાઈઝને માફક આવે એવી. કેવું ભૂરું, આકાશ કે ધતુરાના ફૂલ જેવું એનું કાપડ હતું! એ તો ઘેરાં ભૂરાં સિલ્કની હતી. કાપડ સોંસરવું અજવાળું દેખાતું હતું. કેવી સુંવાળી, કેવી નાજુક અને એમાંથી ઉપરનું આકાશ થોડું જોઈ શકાય એવી અર્ધ પારદર્શક.બિંદિયાને છત્રી એટલી વહાલી લાગી કે એ છત્રીને આમથી તેમ ઝુલાવતી કાપડ પર હાથ ફેરવી રહી. આખરે વગર વરસાદે કે તડકે એ છત્રી ખોલીને ઘર તરફ ચાલવા લાગી.બિંદિયા ઘેર પણ ...વધુ વાંચો
આસમાની રંગની છત્રી રે.. - 5
5.ગામના એ ધૂળિયા રસ્તે થઈ નજીકનાં શહેરમાં હટાણું કરવા લોકો એક માત્ર, કસમયે આવતી બસમાં જતા. કેટલાક ખચ્ચર પર. પગપાળા લાકડી લઈને જતા જેથી પહાડી કેડીઓ ચડવી ઉતરવી શકય બને. ચાલતા આવતા કે ખચ્ચર પરના લોકો આ નાજુકડી ભૂરી છત્રી સામે વિસ્મયપૂર્વક જોઈ રહેતા.એક જગ્યાએ વિસામો ખાવા બિંદિયા પાઇનનાં ઊંચાં વૃક્ષ નીચે બેઠી. તેણે છત્રી ખુલ્લી ને ખુલ્લી એક ખૂણે કોઈ જમીનમાં ખૂંપેલા નાના પથ્થરને ટેકે મૂકી. આસપાસથી ઠંડી હવા આવી રહી હતી. બિંદિયાએ પોતાનું મોં બે હાથની હથેળીમાં રાખ્યું, હાથો ગોઠણ પર રાખ્યા અને થોડી વારમાં એ ઝોકે ચડી ગઈ.એ બેઠીબેઠી જ સૂતી હતી ત્યાં જોરદાર પવન ફૂંકાયો. ...વધુ વાંચો
આસમાની રંગની છત્રી રે.. - 6
ખરું અઘરું કામ હવે હતું. એણે એક ઝાડની ફેલાયેલી ડાળી પરથી ચાર પગે આગળ વધવું પડે એમ હતું. ઝાડ એના લટકવાથી ઉખડી પડે એમ હતું પણ છત્રી એની પહોંચમાં આવે એ માટે આ એક જ રસ્તો હતો.એને બીજ્જુએ લસરીને ઝાડ પર ચડતાં શીખવેલું એમ એ નીચે ખીણની પરવા કર્યા વગર સંભાળીને એ ખડક પર પહોંચી ગઈ જ્યાં ચેરીના ઝાડ પર એની છત્રી ફસાયેલી. એ વાંદરીની જેમ બે પગો ઘૂંટણથી વાળી ઝાડનું થડ પકડી ઉપર ચડી અને પગ થડ પર સ્થિર કરી લાંબી થઈ છત્રીને પકડી. હજી એની આંગળીઓ જ ત્યાં સુધી પહોંચેલ. એ થોડું વધુ ચડી, અત્યંત જોખમી જગ્યાએ ...વધુ વાંચો
આસમાની રંગની છત્રી રે.. - 7
આજે બિજ્જુ રસ્તે ચાલતો આરામથી દાળિયા, રેવડી ખાતો આવતો હતો. એને સામી બે ગાય નીલુ અને ગૌરી મળી. પાછળ એની બહેન બિંદિયા છત્રી ખુલ્લી રાખીને આવતી હતી. છત્રીને હવે બે ચાર ટાંકા મારી સાંધેલી. બિજ્જુએ છત્રી પકડી અને બિંદિયાને દાળિયા રેવડી આપ્યાં. એ ખાતી ખાતી સાથે ચાલવા લાગી.“તું તારે ઘર સુધી છત્રી રાખ.” બિંદિયાએ નાસ્તાના બદલામાં ભાઈને પોતાની વસ્તુ વાપરવા આપી. તેઓ ઘેર પહોંચ્યાં ત્યારે અંધારું થઈ ગયું હતું. એમની મા બહાર જ ઊભી હતી.બિંદિયાની છત્રી આખાં ગામ માટે એક વૈભવની, પ્રસિદ્ધિની વસ્તુ બની ગયેલી. સહુ ઈર્ષ્યાથી જોતાં કે આવી છત્રી જે ક્યાંય જોવા મળતી નથી એ આ ખેડૂતની ...વધુ વાંચો
આસમાની રંગની છત્રી રે.. - 8
પર્વત નજીક દરેક જણ હાવરુંબાવરું થઈ ક્યાંક આશ્રય ગોતતું હતું.કોઈએ એક ઝૂંપડી હેઠળ, કોઈએ નજીકમાં કોઈના શેડમાં ગાયભેંસ સાથે અમુક લોકોએ દોડીને ભોલારામની દુકાનના ઓટલે જ આશ્રય લીધો.એકલી બિંદિયા જ એવી હતી કે દોડીને ક્યાંય ન ગઈ.એને તો એ જ જોઈતું હતું, પોતાની છત્રી નીચે વરસાદમાં ઊભવું. છત્રી નીચે ઊભી નીચેથી એનાં આસમાની રંગનાં પ્લાસ્ટિક નીચેથી એને ઉપરથી પડતી વરસાદની ધારાઓ જોવાની ખૂબ જ મઝા આવી. વરસાદ પૂરો થયો પણ ઘેર જવાની ના એને ઉતાવળ હતી ન એની નીલુ કે ગૌરીને.આખરે બધું કોરું થતાં એ ધીમા પગલે છબછબિયાં કરતી ઘેર જવા નીકળી તો એણે જોયું કે બિજજુ કોઈ ગુફા ...વધુ વાંચો
આસમાની રંગની છત્રી રે.. - 9
પહેલાં ધોમધખતો તાપ અને પછી ચોમાસું માથે ઝીલી છત્રીનો ભૂરો રંગ થોડો ઝાંખો પડ્યો હતો. છતાં એ હજી બિંદિયાની અને ગામના લોકો માટે ઈર્ષ્યાનું કારણ હતી.હવે ઘેરા ભૂરામાંથી છત્રી મેઘધનુષના વાદળી રંગમાં પલટાઈ ગઈ હતી તેમાં તો ક્યારેક વધુ આકર્ષક લાગતી હતી. એની ઉપયોગિતા તો પુરવાર થઈ જ ચૂકી હતી. એટલે જ, ભોલારામની કોઈ પણ ભોગે એ છત્રીના માલિક બનવાની ઇચ્છા બળવત્તર બની હતી.એને છત્રી કોઈ પણ ભોગે મેળવી, કોઈને વેંચવી ન હતી. એ દુકાન છોડી ખાસ બહાર જ જતો ન હતો એટલે એણે એ છત્રીની જરૂર પણ ન હતી. પોતે કદાચ ગામનો સહુથી સમૃદ્ધ વ્યક્તિ હતો એટલે સહુને ...વધુ વાંચો
આસમાની રંગની છત્રી રે.. - 10
10.પછી બેય વચ્ચે આવો સંવાદ થયો.“લ્યો બોલો, વધુ પૈસા આપવાનું કહો! મફત આવે છે? થોડું આડું તેડું કરી, તેલ જાય ત્યારે આ તેલ વેંચતા દુકાન ચાલે છે. સમજ્યો?” ગુસ્સામાં ભોલારામ બોલ્યો.“એને સમજાવો કે છત્રી હવે જૂની થઈ. એના હવે સો તો શું, પચીસ પણ ન આવે. રંગ ઉખડી ગયો છે, ટાંકા પણ માર્યા છે. એ સમજાવી એના તમે ત્રીસ કહો.”“એ કે એનાં મા બાપ નહીં સમજે.”“સાચું કહું છું શેઠ, આ છત્રી તમે પણ વેંચવા જશો તો સરખા પૈસા નહી આવે.આમેય તમે દુકાન છોડીને ક્યાંય જતા નથી તો એનો તમારે કોઈ ઉપયોગ પણ નથી.એનો મોહ રાખી શું કામ દુઃખી થાઓ ...વધુ વાંચો
આસમાની રંગની છત્રી રે.. - 11
બિંદિયા એનું એક અંગ બની ગયેલી ભૂરી છત્રી લઈને ગામ નજીક જંગલ જેવા વિસ્તારમાં આવી. અત્યારે સીમ લગભગ નિર્જન આવાં ચોમાસાં પછી તરત કોણ પિકનિકમાં આ પહાડો પર આવે?જમીન પણ ચીકણી, કાદવ વાળી અને ખૂબ લપસણી હતી. અત્યારે અહીં પાઈન નાં આભને અડે એવાં ઊંચાં વૃક્ષોમાંથી તડકો ચળાઈને આવતો હતો.આ ઋતુમાં અહીં શાહુડી નામનાં પ્રાણી નીકળતાં. એ નાનાં પ્રાણીને અંગ્રેજીમાં porcupine કહે છે. એનાં પીંછાં એટલે કાંટાળા નાના સળિયા. ફુલઝરની દાંડી જેવા. અહીં આ તરફના લોકોને એનું ખાસ મહત્વ નહોતું પણ દક્ષિણ ભારત તરફ એને ખૂબ શુકનવંતી ચીજ માનવામાં આવતી. કેટલાક લોકો એને સાફ કરી કલમ બનાવી શાહીમાં બોળી ...વધુ વાંચો
આસમાની રંગની છત્રી રે.. - 12
12.રાજારામ ઊંચો હતો પણ બિજ્જુ ઘણો ખડતલ હતો. એણે એક છલાંગ લગાવી ભાગતા રાજારામને પગેથી પકડી ખેંચ્યો અને પાણીમાં વચ્ચે કોઈ ફિલ્મ જેવી મારામારી થઈ.રાજારામ ઊભો થઈ બિજ્જુએ પકડેલા પગે પાછળ લાત મારતો ભાગ્યો પણ પગ છોડાવવામાં સફળ થયો નહીં.સમતુલન ગુમાવી એક છબાકા સાથે એ પાણીમાં પડ્યો અને છત્રી છૂટી ગઈ. બિજ્જુએ એ ઝડપથી વહેતાં વહેણ સાથે વહેતી છત્રી પકડી પાછળ આવતી બિંદિયા તરફ ઘા કર્યો. બિંદિયાએ વહેતાં વહેણમાં થોડા હાથપગ મારી તણાતી છત્રી પકડી લીધી.કાદવમાં ખરડાયેલા “બેય બળિયા બાથે વળિયા” . પાંચેક મિનિટ તેઓ એક બીજા પર ગોળ ગોળ સવાર થતા, આળોટતા લડી રહ્યા. આખરે રાજારામ થાક્યો. કહે ...વધુ વાંચો
આસમાની રંગની છત્રી રે.. - 13
13.પણ બિંદિયાને ભોલારામ પર અનુકંપા ઉપજી હતી. એ એના પોતાના પાપે સાવ બેકાર બન્યો હતો. એનાં દુઃખ માટે એ જ જવાબદાર હતો. છતાં બિંદિયાને લાગતું કે થોડે અંશે પોતાની છત્રી અને એ રીતે પોતે ભોલારામની દુર્દશા માટે જવાબદાર છે.ભોલારામે તો છત્રી પરનો મોહ છોડી દેવા મન મનાવવા પ્રયત્ન કરેલો પણ એ મોહ છૂટતો ન હતો. એણે હવે છત્રી મેળવવાની આશા જ છોડી દીધેલી. એને પસ્તાવો પણ થતો કે પોતે એક ખોટું પગલું ભરી બેઠો ને એની આબરૂ તો ધૂળમાં મળી ગઈ, ધંધો પણ બેસી ગયો. આવું ન કર્યું હોત તો?બિંદિયા હવે ભોલારામની દુકાન પાસેથી પસાર થાય એટલે છત્રી બંધ ...વધુ વાંચો
આસમાની રંગની છત્રી રે.. - 14
14.ભોલારામ હવે ખુશખુશાલ દેખાતો. સહુને કહેતો ફરતો કે બિંદિયાએ સામેથી આ છત્રી એને ભેટ આપી છે.હવે શિયાળો બેસી ચૂકેલો. સીમમાં વહેલું અંધારું થઈ જતું અને રાતવરત ચિત્તા, દીપડા જેવાં જાનવરો ઢોરોને ઉઠાવી જવાના બનાવો પણ ક્યારેક બનતા એટલે બિંદિયા હવે ગાયો ચરાવતી વહેલી ઘેર આવી જતી.ક્યારેક આ ગામ હતું એનાથી ઉપરવાસમાં ખૂબ ઠંડી પડતી.ભોલારામની દુકાન ફરીથી ચાલવા લાગેલી. શહેરમાંથી ધાબળા અને ચાદરોની ગાંસડી મગાવી એ વેંચવા લાગ્યો. દુકાનમાં જ સવારે ઉકળતી પહાડી ચા ની સોડમ લોકોને આકર્ષવા લાગી અને ઠંડીમાં ગરમ ચા પીવા લોકો આવવા લાગ્યા.એક વાર બિંદિયા અને બિજ્જુ સવારના પહોરમાં કોઈ કામે શહેર જતી બસ પકડવા નીકળ્યાં. ...વધુ વાંચો