સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત

(176)
  • 23.1k
  • 21
  • 11k

આછા અજવાસથી હોલ ખચાખચ ભરેલો હતો. સાહિત્ય રસિકો જુદા જુદા વિસ્તાર, શહેર, ગામ, દેશથી લ્હાવો ઉઠાવવા ઉપસ્થિત હતા. સ્ટેજ પર મોટા મોટા બેનર્સ લગાવેલા હતા. કાર્યક્રમનું નામ સાહિત્યને સથવારે રાખવામાં આવ્યું હતું. ટાઉનહોલનું પાર્કિંગ ગાડીઓથી ખચાખચ ભરેલું હતું. વાઈટ કલરની બી.એમ.ડબ્લ્યુ ઝડપથી ટાઉનહોલના મેઈન ગેટથી અંદર પ્રવેશી. સિક્યોરિટી એ ખાલી રહેલી જગ્યા તરફ એ ગાડીને બહારથી ઇસારો કર્યો. ગાડી ઝડપભેર પાર્કિંગ એરીઆમાં પ્રવેશી. થોડીવાર બાદ ગાડીનો દરવાજો ખુલ્યો. ગાડી માંથી એક હેન્ડસમ , ચાર્મિંગ લુક વાળો વ્યક્તિ બહાર આવ્યો. સ્પાઇક હેર, આંખો પર રેયબેનના ગોગલ્સ, વાઈટ ડેનિમ પ્લેન શર્ટ, નેવી બ્લુ શૂટ, બાટાના બ્લેક ફોર્મલ શૂઝ, હાથમાં ઓમેગા વોચ એની

Full Novel

1

સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૨

એક એક કરીને બધા વક્તાઓએ આભારવિધિ પછી પોતાના અંદાજમાં કવિતા, સાયરી અને વક્તવ્યો આપ્યા. કરિશ્મા બધાને સંબોધતી ગઈ અને એક પછી એક આવીને શ્રોતાઓનું મનોરંજન કરાવતા ગયા. "તો દોસ્તો હવે હું જેને આમંત્રિત કરી રહી છું. જે આજની આ મહેફિલ આખરી વક્તા છે. જે આજનો કાર્યક્રમ માણવા અને આપ સૌને મનોરંજન પૂરું પાડવા લંડનથી આવ્યા છે. આપણા માટે ખુશીની વાત એ પણ છે કે એ આપણા સાહિત્યમાં પોતાનું સારું એવું યોગદાન આપી ચૂકેલા ઈરફાન જુણેજાના સન છે. પોતે કઈ ખાસ લખતા નથી પણ એમના સુરીલા કંઠથી પિતાની કવિતાઓ એ રજૂ કરે છે. ભવિષ્યમાં ...વધુ વાંચો

2

સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૧

આછા અજવાસથી હોલ ખચાખચ ભરેલો હતો. સાહિત્ય રસિકો જુદા જુદા વિસ્તાર, શહેર, ગામ, દેશથી લ્હાવો ઉઠાવવા ઉપસ્થિત હતા. સ્ટેજ મોટા મોટા બેનર્સ લગાવેલા હતા. કાર્યક્રમનું નામ સાહિત્યને સથવારે રાખવામાં આવ્યું હતું. ટાઉનહોલનું પાર્કિંગ ગાડીઓથી ખચાખચ ભરેલું હતું. વાઈટ કલરની બી.એમ.ડબ્લ્યુ ઝડપથી ટાઉનહોલના મેઈન ગેટથી અંદર પ્રવેશી. સિક્યોરિટી એ ખાલી રહેલી જગ્યા તરફ એ ગાડીને બહારથી ઇસારો કર્યો. ગાડી ઝડપભેર પાર્કિંગ એરીઆમાં પ્રવેશી. થોડીવાર બાદ ગાડીનો દરવાજો ખુલ્યો. ગાડી માંથી એક હેન્ડસમ , ચાર્મિંગ લુક વાળો વ્યક્તિ બહાર આવ્યો. સ્પાઇક હેર, આંખો પર રેયબેનના ગોગલ્સ, વાઈટ ડેનિમ પ્લેન શર્ટ, નેવી બ્લુ શૂટ, બાટાના બ્લેક ફોર્મલ શૂઝ, હાથમાં ઓમેગા વોચ એની ...વધુ વાંચો

3

સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૩

સેટેલાઇટ વિસ્તારમાં આવેલા મોકા કેફે પર અર્ઝાન એની ફ્રેન્ડ યુવિકા સાથે બેઠો છે. આવતીકાલે અર્ઝાને લંડન પરત ફરવાનું છે. કહેવાથી અર્ઝાને ઇન્ડિયા સાહિત્યનો એ કાર્યક્રમ અટેન્ડ કરવાનું નક્કી કરેલું. અર્ઝાન અને યુવિકા સારા મિત્રો છે. યુવિકા એક નામચીન બિઝનેસમેન પારસ પટેલની દીકરી છે. યુવિકાની મમ્મી પૂજા અને અર્ઝાનના પિતા ઈરફાન ખુબ જ સારા મિત્રો હતા. અર્ઝાન અને યુવિકાની મિત્રતા માટે એમના મમ્મી-પપ્પા જ જવાબદાર છે. બંને નાના હતા ત્યારથી એમના પરિવારો વચ્ચે મુલાકાત થતી અને બંને મિત્રો બનતા ગયા. અર્ઝાનના પિતાને લાગ્યું કે અર્ઝાનની સારી પરવરીશ માટે અને પોતાના સિક્યોર ફ્યુચર માટે ...વધુ વાંચો

4

સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૪

કરિશ્મા રોજની જેમ વહેલા ઉઠી ગઈ અને જલ્દી તૈયાર થઇ યુવિકાના ઘરે પહોંચી. યુવિકા પણ પહેલેથી જ તૈયાર થઈને હતી. "ઓહ, આવ કરિશ્મા તું બહુ જલ્દી પહોંચી ગઈ.." "હા યાર, હવે તારી ઇવેન્ટસમાં કામ કરવાની એટલી મજા આવે છે કે હું કામની આતુરતાથી રાહ જ જોતી હોઉં છું." "ગુડ ડિયર, જાણીને ખુશી થઇ.." "સારું તો કરિશ્મા આપણો નેક્સટ પ્લાન હવે દુબઇમાં પ્રોગ્રામ કરવાનો છે. કાલે જ અર્ઝાન ગયો. એને કહ્યું છે કે દુબઇ ઇવેન્ટ રાખું તો આવી જજે.." યુવિકા અર્ઝાનનું નામ લઈને થોડા પ્રેમ ભર્યા અવાજથી બોલી. કરિશ્માના ચહેરા પર પણ હળવું સ્મિત ...વધુ વાંચો

5

સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૫

અર્ઝાન પોતાના કામ માંથી થોડો ફ્રી થઈને હોલમાં બેઠા બેઠા ટી.વી. જોઈ રહ્યો હતો. પોતાની ઇન્ડિયામાં લાસ્ટ વિઝીટને યાદ રહ્યો હતો. ઘણા સમય પછી એને આવો સુખદ અનુભવ માણવા મળ્યો હતો. કરિશ્મા અને યુવિકા સાથે એને પોતીકાપણાંનો અનુભવ થયો હતો. યુવિકા તો એની ફેમિલી ફ્રેન્ડ હતી પણ કરિશ્માને એ પહેલીવાર ઇન્ડિયામાં જઈને મળ્યો હતો. કરિશ્માને ડ્રોપ કરવા જતી વખતે એની સાથે થયેલા સંવાદોમાં કરિશ્માનું વર્તન એને ખુબ જ ગમ્યું હતું. ઘણાં દિવસથી એને કરિશ્મા સાથે વાત કરવી હતી પણ જરાય નવરાસ એને મળતી નહોતી. આજે ફુરસ્તના સમયમાં એને કરિશ્માને કોલ કરવાનું વિચાર્યું. મોબાઈલ ...વધુ વાંચો

6

સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૬

યુવિકાની સ્પોન્સર્સ સાથેની મુલાકાત એક પછી એક સફળ થઇ રહી હતી. દુબઇમાં ઇવેન્ટ કરવાનું સ્વપ્ન હવે પૂરું થવાની કગાર હતું. પૂરતા ફંડની વ્યવસ્થા થતાની સાથે જ યુવિકાએ કરિશ્મા અને પોતાની ટિમના બીજા બે મેમ્બરને દુબઇ જવાના પ્લાન વિષે જણાવ્યું. ત્રણ દિવસ પછી યુવિકા અને કરિશ્મા દુબઇમાં લોકેશન ફિક્સ કરવા અને લીગલ પરમિશન પ્રોસેસ માટે રવાના થવાના હતા. કરિશ્મા પણ હવે ઇવેન્ટના કામમાં લાગી ગઈ હતી. પોતાની ઉદાસીને દૂર કરી એ પણ જોરશોરથી તૈયારીઓમાં લાગી હતી. યુવિકા અને કરિશ્મા યુવિકાના ઘરે ગાર્ડનમાં હિંચકે બેસીને કોફી પી રહ્યા હતા. સાંજનું વાતાવરણ ગાર્ડનની હરિયાળી અને ...વધુ વાંચો

7

સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૭ (છેલ્લો ભાગ)

ઇવેન્ટનો દિવસ નજીક આવી ગયો હતો. ઇવેન્ટની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચુકી હતી. યુવિકા અને કરિશ્મા ખુબ જ ઉત્સુક હતા આ ઇવેન્ટને સફળ કરવા માટે. અર્ઝાન પણ પોતાની દુબઇ જવાની તૈયારીઓ કરી ચુક્યો હતો. બધા નીકળવાની તૈયારીમાં હતા. યુવિકા પોતાના પરિવાર સાથે જવાની હતી પણ પૂજા અને પારસને થોડા ફેમેલી ફનક્શનમાં જવાના હતા તેથી યુવિકા અને કરિશ્મા એકલા જ નીકળવાના હતા. કરિશ્માના મામાને થોડો હાર્ટનો પ્રોબ્લેમ થયો એટલે કરિશ્મા હોસ્પિટલમાં હતી. એને યુવિકાને કહ્યું કે તું નીકળી જા હું ઇવેન્ટના થોડા કલાકો પહેલા જ આવી શકીશ. મામા ICU માં છે એટલે તેમને ત્યાં રહેવું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો