આખી પાટણનગરી ઉપર અંધકારનો પડછાયો પડી ગયો હતો. કોઈ જગ્યાએ કોઈ દુખિયું જાગતું હોય તો ભલે, બાકી તમામ માણસો નિંદ્રાની સુખભરી સોડમાં લપાઈ ગયાં હતાં. મધરાત પછીની એક બે પ્રહર રાત્રિ વીતી ગઈ હતી. પશુ, પંખી, ઝાડપાન, વૃક્ષવેલી, પાણી ડુંગર, મેદાન બધાં જ જાણે કે ગાઢ નિંદ્રામાં પડી ગયાં હોય તેમ કોઈ ઠેકાણેથી એક જરા સરખો પણ સંચળ આવતો ન હતો. સિદ્ધરાજ મહારાજનું વિશાળ સહસ્ત્રલિંગ સરોવર આંખો મીંચીને સૂઈ ગયું હતું. જેને કિનારે આડે દિવસે સામાન્ય રીતે કોઈ ને કોઈનો ધૂણીદેવતા જાગતો જ હોય, તેને કિનારે આજે એ તણખલું પણ સળવળતું ન હતું. બધે જ ગાઢ ઘારણ વળી ગયું હતું.
નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday
રાય કરણ ઘેલો - ભાગ 1
ધૂમકેતુ ૧ પાટણપતિ આખી પાટણનગરી ઉપર અંધકારનો પડછાયો પડી ગયો હતો. કોઈ જગ્યાએ કોઈ દુખિયું જાગતું હોય તો બાકી તમામ માણસો નિંદ્રાની સુખભરી સોડમાં લપાઈ ગયાં હતાં. મધરાત પછીની એક બે પ્રહર રાત્રિ વીતી ગઈ હતી. પશુ, પંખી, ઝાડપાન, વૃક્ષવેલી, પાણી ડુંગર, મેદાન બધાં જ જાણે કે ગાઢ નિંદ્રામાં પડી ગયાં હોય તેમ કોઈ ઠેકાણેથી એક જરા સરખો પણ સંચળ આવતો ન હતો. સિદ્ધરાજ મહારાજનું વિશાળ સહસ્ત્રલિંગ સરોવર આંખો મીંચીને સૂઈ ગયું હતું. જેને કિનારે આડે દિવસે સામાન્ય રીતે કોઈ ને કોઈનો ધૂણીદેવતા જાગતો જ હોય, તેને કિનારે આજે એ તણખલું પણ સળવળતું ન હતું. બધે જ ગાઢ ...વધુ વાંચો
રાય કરણ ઘેલો - ભાગ 2
૨ પાટણની હવા પણ રાજા હજી પૂરેપૂરો જાગ્રત થયો ન હતો. જે દ્રશ્ય એણે જોયું હતું. તેની ઘેરી હજી પણ તેના મન પર ચાલી રહી હતી પળ બે પળ એ ધરતીની સામે એકીટશે જોઈ જ રહ્યો. પછી જાણે અચાનક નિંદ્રામાંથી જાગતો હોય તેમ બોલ્યો: ‘સોઢલજી! રાત્રિ કેટલીક ઘટિકા બાકી હશે?’ રાજાનો સોઢલજી ઉપર કૌટુંબિક જેવો પ્રેમ હતો. સોઢલજીને પણ રાજા કરણરાય સમાન કોઈ માનવી દેખાતો ન હતો. દ્વારપાલ કરતાં એ મહારાજના અંતેવાસી મિત્ર જેવો વધારે હતો. તેને રાજાની સામે જોતાં નવાઈ લાગી. તેણે હાથ જોડીને કહ્યું: ‘મહારાજ! રાત્રિ બેએક ઘટિકા બાકી હશે. કોઈને બોલાવવા છે પ્રભુ?’ પણ રાજા ...વધુ વાંચો
રાય કરણ ઘેલો - ભાગ 3
૩ રાજા પ્રતાપચંદ્ર એટલી વારમાં રાજા પ્રતાપચંદ્રને અનેક વિચાર આવી ગયા હતા. દુર્ગમ અને અણનમ રહેવા સરજાયેલી પોતાની દુર્ગમાળાના ખડકોમાં, વીર જોદ્ધા સમો એ એકલો અને અટંકી ઊભો હતો. પણ દેવગિરિના યાદવરાજ રામચંદ્ર જેવા નમી ગયા, પછી એની એ અણનમ ધજા કેટલી વાર ટકવાની? એ આંહીં પાટણમાં આવ્યો હતો એટલા માટે. પણ આંહીંની હવા જોઇને એનું મન ઉદાસ થઇ ગયું. આંહીં પણ અંદરોઅંદર ઝેરવેર હતાં. તુરુષ્ક દિલ્હીથી હવે જ્યારે નીકળશે ત્યારે સૌને રોળીટોળી નાખશે. આંહીં પાટણમાં અને રંગ હતા. કોઈ એક જમાનામાં ગુજરાતના મહામંત્રીઓ વસ્તુપાલ તેજપાલ* – દિલ્હીને વશ કરવામાં, સમાધાન મેળવવામાં ફાવી ગયા હતા, એ સિદ્ધિનું આકર્ષણ અત્યારના ...વધુ વાંચો