આપણી આસપાસ ધબકતું જનજીવન ચારે તરફ જીવિત હોય છે. આંખ કાન ખુલ્લાં રાખીએ તો કંઇક નવું જોવા કાળું જાય જેનું વાર્તાકરણ કરીએ. ક્યારેક ઓચિંતી કોઈ જીવતી જાગતી વાર્તા સામેથી આપણી સમક્ષ આવી જાય છે. કોઈ પ્લોટ કે પ્રોમ્પ્ટ પરથી વાર્તા લખો તો ચોક્કસ રોચક બને, લેખકને પણ લખવાની મઝા આવે. પણ આ જીવતા જાગતા પ્રોમ્પ્ટ પરથી સુઝેલી નાની મોટી વાર્તાઓ લખવાની તો મઝા આવી જ, મને ખાત્રી છે કે સહુને વાંચવાની પણ અવશ્ય મઝા આવશે. વાર્તાઓ પૈકી કેટલીક ટુંકી તો કેટલીક લાંબી, વર્ણન ની જરૂરિયાત મુજબ છે. મોટે ભાગે રમૂજ નો તિખારો આવી જાય એવી ઘણી વાર્તાઓ તો છે જ, સાથે કેટલીક વાર્તાઓ સ્પર્શીય છે. વાંચ્યા પછી મગજમાં ઘૂમતી રહે એવી. બધી જ ઘટનાઓ સાચી છે. એક વાર્તા 'લેણીયત કે દેણીયાત ' સિવાય. એ વાર્તા એક જૂની લોકકથા કે દંતકથા છે. એમાં આખરે સંદેશ મળે છે કે ધન કરતાં સંતાન, કુટુંબ વધુ અગત્યનાં છે. ધન લોભી શેઠની વાત વાંચી પ્રશ્ન ઉઠે જ કે સંતાન અગત્યનું કે સંપત્તિ?
આસપાસની વાતો ખાસ - 1
પ્રસ્તાવનાઆપણી આસપાસ ધબકતું જનજીવન ચારે તરફ જીવિત હોય છે. આંખ કાન ખુલ્લાં રાખીએ તો કંઇક નવું જોવા કાળું જાય વાર્તાકરણ કરીએ. ક્યારેક ઓચિંતી કોઈ જીવતી જાગતી વાર્તા સામેથી આપણી સમક્ષ આવી જાય છે.કોઈ પ્લોટ કે પ્રોમ્પ્ટ પરથી વાર્તા લખો તો ચોક્કસ રોચક બને, લેખકને પણ લખવાની મઝા આવે. પણ આ જીવતા જાગતા પ્રોમ્પ્ટ પરથી સુઝેલી નાની મોટી વાર્તાઓ લખવાની તો મઝા આવી જ, મને ખાત્રી છે કે સહુને વાંચવાની પણ અવશ્ય મઝા આવશે.વાર્તાઓ પૈકી કેટલીક ટુંકી તો કેટલીક લાંબી, વર્ણન ની જરૂરિયાત મુજબ છે. મોટે ભાગે રમૂજ નો તિખારો આવી જાય એવી ઘણી વાર્તાઓ તો છે જ, સાથે કેટલીક ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 2
વિઘ્નહર્તાઅમે બન્ને, વિશ્રુત અને વૃંદા, ગપાટા મારતાં હતાં. ઓચિંતું વિશ્રુત કહે "યાદ છે ને! તારી મમ્મીએ ગણેશજીની મૂર્તિ લઈ કહ્યું છે. અને એને લગતી બધી ખરીદી પણ કરવાની છે.""કહ્યું છે મને, કામનો ફડકો તને છે." મેં તેને છાતી પર હળવો ધબ્બો મારતાં કહ્યું."તારી ઉપર વિશ્વાસ છે એને." કહેતાં એણે મારા ગાલે ચીટીયો ભર્યો. અમે હેલ્મેટ અને માસ્ક પહેર્યા અને નીકળ્યાં બાઇક ઉપર એ બજાર તરફ. વડોદરાનું સંધ્યાનું ફૂલગુલાબી આકાશ જોતાં.કુણો તડકો વૃક્ષોનાં પર્ણો ચમકાવી રહ્યો હતો. અમે સાંજના ટ્રાફિકમાંથી જોડાજોડ બેસી જતાં હતાં. ત્યાં ઓચિંતો પવન ફૂંકાવા લાગ્યો અને કાળાં ડિબાંગ વાદળો ઉમટી પડ્યાં. આગળ દેખાય નહીં તેવી ધૂળની ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 3
2.ઓનલાઇન ઓફલાઈનમા ને થેલી અને પર્સ લઇ જતી જોઈ દીકરાએ પૂછ્યું કે તે આટલી ઉતાવળમાં ક્યાં જાય છે. મા કહ્યું “બસ, આ નજીકમાં જ. અમુક ખરીદી કરવા જલ્દી જવું પડશે. નહીં મળે તો દૂર પણ જવું પડશે.”દીકરાએ કહ્યું “તું ઘણું કામ કરે છે. આટલે દૂર ચાલીને જવું રહેવા દે. અમુક કામ પતે એટલે હું પોતે જઈ આવીશ. થોડો સમય આપ.“માએ પોતે મંગાવતી હતી તે વસ્તુઓનું લીસ્ટ દીકરાને પકડાવી તેને અમુક ખરીદી કરી લાવવા કહ્યું.દીકરો કોઈ કામમાં હતો પણ તેણે ના પાડી નહીં.કામ લાંબુ ચાલ્યું. આખરે દીકરો કહે "અરે મા, આજકાલ તો ઓનલાઇનનો જમાનો છે. બધું ઘર આંગણે આવી જાય. ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 4
3. અજાણી મદદગારકોલેજથી છૂટી હું દોડતી નજીકનાં બસસ્ટોપ પર ગઈ. મારા ઘરના રૂટની બસ આવી એટલે ધક્કામુક્કી વચ્ચે આખરે બસમાં ચડી. બસમાં ભીડ ઘણી હતી પણ મને જગ્યા મળી ગઈ.કંડકટર પંચ ખખડાવતો, ‘કોઈ બાકી ટિકિટમાં?’ બોલતો મુસાફરોને ટિકિટ આપવા ભીડ વચ્ચે માર્ગ કરતો આગળ આવી રહ્યો. થોડી જ વારમાં તે મારી નજીક આવ્યો. તેણે મારી સામું જોયું. તેને ખ્યાલ આવી ગયેલો કે હું આગલા સ્ટોપથી જ ચડેલી. મેં મારી પાસેના ચોપડા મારી બગલમાં દબાવ્યા, એક સીટના હાથાનો સહારો લીધો અને ટિકિટ લેવા મારી પર્સ ખોલી.મારાં આશ્ચર્ય વચ્ચે પર્સ સાવ ખાલી નીકળી. અંદરનાં પોકેટ્સ ફંફોસ્યાં. બધું જ ખાલીખમ! કોઈએ ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 5
4. ડોકટર તો ઉપર ગયા!હું મારા જૂના ડોકટરને કોઈક નવાં દર્દ માટે બતાવવા ઘણે વખતે ગઈ.એ ડૉક્ટરનું દવાખાનું એ સેન્ટરમાં નીચે જ્યાં હતું ત્યાં ન જોયું. ડોકટરનું બોર્ડ પણ ન હતું! જો કે રસ્તા પર એમના નામ નીચે આ તરફનો એરો બતાવતું બોર્ડ હતું એટલે હશે કદાચ આટલામાં જ.હું બાજુના મેડિકલ સ્ટોરમાં પૂછવા ગઈ. એ ડોકટર દવા લખી આપતા તે આ કેમિસ્ટ પાસે થી જ લેતી. એને ખ્યાલ હોવો જોઈએ."અહીં બાજુમાં દવાખાનાનું બોર્ડ કેમ નથી? સાહેબ ક્યાં છે?" મેં સ્ટોરમાં પૂછ્યું.સ્ટોરનો માલિક કોઈ કામમાં તો નહોતો, બેઠો બેઠો મોબાઈલ જોતો હતો. તેનું મોં ફૂલેલું હતું. મેં 'હેલો' કહી ...વધુ વાંચો