ઉનાળાના કાળઝાળ દિવસો હતાં. મધ્યાહ્ન બરાબરનો જામ્યો હતો. ભીષ્ણ તાપ વૃક્ષોના છાંયડે બેઠેલાઓનેય ઉકળાવીને અકળાવી રહ્યો હતો. આવી ગરમીમાં પંખીઓ જેમ નીડમાં ભરાઈ પડ્યા હતાં એવી જ રીતે લોક ઘરમાં ને વળી ઓસરીમાં આડા પડ્યા હતાં. સોસાયટીમાં નીરવ શાંતિ પ્રસરી રહી હતી. ક્યાંકથી ખોટકાયેલ પંખાનો કીચૂડ કીચૂડ અવાજ કાને પડતો જણાતો હતો. એવામાં એ ઊકળતા બપોરે મારા ઘરની ખડકી ખખડી. એ સાથે જ મારી અને મારા બાળકની આંખ ઊઘડી. ભરબપોરે નીંદ હરામ થતી જોઈ આંખ ચોળતો હું બહાર આવ્યો. મનમાં કંઈક ન સમજાય એમ બબડ્યોય ખરો. મેં
Full Novel
ખુમારી-૧ -
ઉનાળાના કાળઝાળ દિવસો હતાં. મધ્યાહ્ન બરાબરનો જામ્યો હતો. ભીષ્ણ તાપ વૃક્ષોના છાંયડે બેઠેલાઓનેય ઉકળાવીને અકળાવી રહ્યો હતો. આવી ગરમીમાં પંખીઓ જેમ નીડમાં ભરાઈ પડ્યા હતાં એવી જ રીતે લોક ઘરમાં ને વળી ઓસરીમાં આડા પડ્યા હતાં. સોસાયટીમાં નીરવ શાંતિ પ્રસરી રહી હતી. ક્યાંકથી ખોટકાયેલ પંખાનો કીચૂડ કીચૂડ અવાજ કાને પડતો જણાતો હતો. એવામાં એ ઊકળતા બપોરે મારા ઘરની ખડકી ખખડી. એ સાથે જ મારી અને મારા બાળકની આંખ ઊઘડી. ભરબપોરે નીંદ હરામ થતી જોઈ આંખ ચોળતો હું બહાર આવ્યો. મનમાં કંઈક ન સમજાય એમ બબડ્યોય ખરો. મેં ...વધુ વાંચો
ખુમારી-૨
એણે આગળ વધાર્યુ;" ઘરવાળો ગુજર્યો ને મારે માથે દુ:ખના પહાડ ઉતર્યા! હું સાવ જ નિરાધાર થઈ. આંખે આંસું અને દર્દ નીતરતું હતું. એક તો એ ગયા એનું કારમું દુ:ખ હતું ને બીજું જે હયાત મૂકી ગયા હતાં એ મારી આ દીકરીની જાળવણીનું, સાચવણીનુ, ઉછેરનું, એને આબાદ રાખવાની પારાવાર પીડા ઉમેરાણી. આભ તૂટી પડ્યા જેવી વલે થઈ! પણ મે હિંમત રાખી.સાયબ, સંસાર કેટલો અસાર થઈ ગયો છે એની આપને તો જાણ હશે જ. આજના વિકસતા જુગમાં જો કોઈ ચીજનું સૌથી વધારે મૂલ ચૂકવવું પડતું હોય તો એ છે ઓરતોની આબરૂનું! ...વધુ વાંચો