તારીખ 22 મી જાન્યુયારી, 2024 નાં રોજ જયારે અયોધ્યા માં ભગવાન રામ ની મૂર્તિ ની સ્થાપના થઈ અને આખા દેશ માં આનંદ છવાઈ ગયો.ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર માં ગોતા જેવા વિસ્તાર માં જાનવી તેના પપ્પા નાં નિધન નાં 3 મહિના બાદ પોતાનો કોલેજ નો અભ્યાસ પડતો મૂકી ને પોતાના ઘર નું ગુજરાન ચલાવવા નોકરીની શોધ માં લાગી પણ પોતાની પાસે કોઈ ડિગ્રી નાં હોવાથી બધી જગ્યાએ થી તેને નિરાશા જ હાથ લાગી.પણ જાનવી હિંમત નાં હારી કેમ તેની પાસે ડિગ્રી નહતી પણ તેની મમ્મી દ્વારા ગરથુથી માં મળેલી રાંધણકલા હતી. જાનવી રસોઈ બનવવા માં માહેર હતી. તેથી તેને પોતાના પપ્પા નાં મિત્રો તથા સગાસંબંધીઓ પાસેથી ઉછીના નાં નાણાં લઇ ને શહેર નાં એક પોશ વિસ્તાર નાં ફૂટપાથ પર આ શિયાળા ની કડકડતી ઠંડી માં બાજરી નાં રોટલા અને ડુંગરીયું ની લારી ચાલુ કરી.જેનું મુર્હત તેને તેની મમ્મી નાં કહેવાથી 22 મી જાન્યુઆરી, 2024 રાખ્યું.

1

પ્રેમની એ રાત - ભાગ 1

પહેલો ઓર્ડરતારીખ 22 મી જાન્યુયારી, 2024 નાં રોજ જયારે અયોધ્યા માં ભગવાન રામ ની મૂર્તિ ની સ્થાપના થઈ અને દેશ માં આનંદ છવાઈ ગયો.ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર માં ગોતા જેવા વિસ્તાર માં જાનવી તેના પપ્પા નાં નિધન નાં 3 મહિના બાદ પોતાનો કોલેજ નો અભ્યાસ પડતો મૂકી ને પોતાના ઘર નું ગુજરાન ચલાવવા નોકરીની શોધ માં લાગી પણ પોતાની પાસે કોઈ ડિગ્રી નાં હોવાથી બધી જગ્યાએ થી તેને નિરાશા જ હાથ લાગી.પણ જાનવી હિંમત નાં હારી કેમ તેની પાસે ડિગ્રી નહતી પણ તેની મમ્મી દ્વારા ગરથુથી માં મળેલી રાંધણકલા હતી. જાનવી રસોઈ બનવવા માં માહેર હતી. તેથી તેને ...વધુ વાંચો

2

પ્રેમની એ રાત - ભાગ 2

પહેલી મુલાકાત"અરે વાહ, આ બાજરી નાં રોટલા અને ડુંગરીયા નાં શાક નો ટેસ્ટ જોરદાર છે. હો.."મહેમાનો સાથે બપોર નું લેતા લેતા રમેશભાઈ બોલ્યા."હા, હો બાકી દેશી એ દેશી બાકી આવી મજા આ બર્ગર કે પછી ચાઈનીઝ માં પણ જોવા નાં મળે! બાજરી નો રોટલો, ડુંગરિયું, આથેલા મરચા, લીલા લસણ ની ચટણી અને સાથે સાથ આપતી એવી આ ઠંડી ની મોસમ... જલસો પડી ગયો બાકી" રમેશભાઈ ની વાત ને ટેકો આપતા બીજા આવેલા મહેમાન બોલ્યા.ત્રિસેક જેટલાં મહેમાનો પોશ વિસ્તાર માં જાનવી નાં હાથ નાં બાજરી નાં રોટલા અને શાક નો આનંદ માણી રહ્યા છે. સાથે જાનવી નાં રસોઈ નાં પણ ...વધુ વાંચો

3

પ્રેમની એ રાત - ભાગ 3

તીખી - મીઠી વાતોશિયાળા ની રાત પૂરજોશ માં જામી રહી છે. ઠંડા પવનો શરીર ને સ્પર્શી ને અઢારે અંગ રહ્યા છે. શિયાળા ની ઓસ જાણે લોકો સાથે મોજ કરી રહી છે. આવી કડકડતી ઠંડી માં પોશ વિસ્તાર માં રાતે 10:30 વાગ્યાં આસપાસ લોકો ની અવરજવર એકદમ ઘટી ગયી છે. કુતરાઓ નાં ભસવાનો અવાજ સ્પષ્ટ સંભરાહી રહ્યો છે.તેવા માં જાનવી અને ચિન્ટુ સવાર નો ઓર્ડર પૂરો કરી. બપોર પછી ફૂટપાથ પર પોતાની લારી ચાલુ કરી ને પોતાને કામે લાગી ગયા છે. આજે જાણે જાનવી નું નસીબ સોના નું અંગરખું પહેરી ને જાનવી ને લાડ લડાવવા આવ્યું હોય તેમ તેની લારી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો