કાકોરી ટ્રેન લૂંટ

(19)
  • 8k
  • 0
  • 4.4k

ભારતમાં અંગ્રેજાેનું સાશન હતું, જેમાંથી છુટકારો મેળવવા માટે આઝાદીની લડાઇ ચાલી રહી હતી. પરંતુ વાત ૧૯૨૫ના સમયગાળાની છે. આ સમય દરમિયાન દેશની આઝાદી માટે લડત આપતા ક્રાંતિકારીઓને જાેઇએ તેટલું ફંડ મળતું ન હતું. જેના પગેલ તેમની આર્થિક સ્થિત કફોડી બની હતી. એક એક પૈસા માટે દેશની આઝાદીની લડતના લડવૈયાઓ લાચાર બન્યાં હતા. દેશની આઝાદી માટે તેઓએ પોતાના તન અને મન સાથે ધન પણ આપી દીધું હતું. જેથી તેઓ પાસે યોગ્ય કપડાં પહેરવાના પૈસા પણ ન હતા. એટલું જ નહીં આઝાદીના લડવૈયાઓ તો દેવું કરીને પણ લડત આપી રહ્યા હતા. જેના કારણે તેમના માથે દેવાનો પણ ભાર વધી ગયો હતો.

Full Novel

1

કાકોરી ટ્રેન લૂંટ - 1

ભારતમાં અંગ્રેજાેનું સાશન હતું, જેમાંથી છુટકારો મેળવવા માટે આઝાદીની લડાઇ ચાલી રહી હતી. પરંતુ વાત ૧૯૨૫ના સમયગાળાની છે. આ દરમિયાન દેશની આઝાદી માટે લડત આપતા ક્રાંતિકારીઓને જાેઇએ તેટલું ફંડ મળતું ન હતું. જેના પગેલ તેમની આર્થિક સ્થિત કફોડી બની હતી. એક એક પૈસા માટે દેશની આઝાદીની લડતના લડવૈયાઓ લાચાર બન્યાં હતા. દેશની આઝાદી માટે તેઓએ પોતાના તન અને મન સાથે ધન પણ આપી દીધું હતું. જેથી તેઓ પાસે યોગ્ય કપડાં પહેરવાના પૈસા પણ ન હતા. એટલું જ નહીં આઝાદીના લડવૈયાઓ તો દેવું કરીને પણ લડત આપી રહ્યા હતા. જેના કારણે તેમના માથે દેવાનો પણ ભાર વધી ગયો હતો. જેથી ...વધુ વાંચો

2

કાકોરી ટ્રેન લૂંટ - 2

ઘટનાના દિવસ પહેલા જ્યાં યોજનાની તૈયારીઓ અને ચર્ચા ચાલતી હતી ત્યારે ચંદ્રશેખર આઝાદેને એક સવાલ થયો હતો. તેમણે કહ્યું જાે કોઇ કારણસર ટ્રેન રોકવા માટે સાંકળ ખેંચીએ તેમ છતાં પણ ટ્રેન ઊભી ન રહે તો શું કરવું? આઝાદનો પ્રશ્ન ઉચીત હતો. જાેકે, બિસ્મિલ પાસે તેના પ્રશ્નના જવાબમાં તેનો ઉપાય પણ હતો. બિસ્મિલે સુચવ્યું કે, આપણે ટ્રેનના ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ બન્નેમાં સવારી કરીશું. કેટલાક ફર્સ્ટ ક્લાસમાં જશે તો કેટલાક સેકન્ડ ક્લાસમાં જશે. જાે એક વખત સાંકળ ખેંચવાથી ટ્રેન ઊભી ન રહે તો બીજા ટબ્બામાં હાજર સાથીઓ તે ડબ્બામાંથી સાંકળ ખેંચશે. જે બાદ બીજા દિવસ ૯મી ઓગસ્ટના રોજ બપોરના સમયે ...વધુ વાંચો

3

કાકોરી ટ્રેન લૂંટ - 3

બિસ્મિલ આત્મકથામાં લખે છે કે, અમાર સાથીઓ નક્કી કર્યા અનુસરા થોડી થોડી વારે હવામં ફાયરિંગ કરી રહ્યા હત. રૂપિયાથી લોખંડના પતરાની પેટીઓ લેવા માટે બાકીના સાથીઓ ગાર્ડની કેબીનમાં અંદર ગયા. પેટીઓ ઉંચકવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે પેટીઓ ખુબ જ વજનદાર છે. તેને ઉઠાવી ભાગી શકાય તેમ નથી. જેથી અશફાકે પેટીને હથોડાથી તોડવાનો પ્રયાસ કર્યો પણ તેને સફળતા મળી નહીં. એક તરફ અશફાક હથોડાથી પેટી પર વાર કરી રહ્યો હતો અને અમારા બધાના શ્વાસ રોકાઇ ગયા હતા. અમારી નજર માત્ર અશફાક તરફ જ હતી. દરમિયાન ત્યાં એવી ઘટના બની કે, અમારા બધાનું જીવન હંમેશા માટે બદલાઇ ગયું. અમારી ...વધુ વાંચો

4

કાકોરી ટ્રેન લૂંટ - 4

મન્મથનાથને પોતાની જાત પર જ ગુસ્સો આવ્યો કે તેના હાથે એક નિર્દોષ વ્યક્તિને ગોળી વાગી. તેની આંખો એટલી બધી થઇ ગઇ હતી કે સુજી ગઇ હતી. તેઓની આંખમાંથી સતત આંસુ વહિ રહ્યા હતા. જેથી મેં આગળ વધી તેમને ગળે લગાવ્યા અને તેમને શાંત્વના આપી. લૂંટની ઘટનાને દેશની આઝાદી માટે લડતા દેશપ્રેમીઓએ અંજામ આપ્યો અને તેની અસર સમગ્ર ભારતમાં જાેવા મળી. ભારતભરમાં સમાચારો વહેતા થયાં કે, ઉત્તર પ્રદેશમાં એક ટ્રેન પર હુમલો થયો. ત્યારે લોકોમાં એક જ કુતુહલ હતું કે, ઘટના પાછળનું કારણ શું? તે સમયે ચૌરેને ચોટે માત્ર તેની જ ચર્ચા હતી. દેશપ્રેમીઓ જ નહીં અંગ્રેજ સરકારમાં પણ તે ...વધુ વાંચો

5

કાકોરી ટ્રેન લૂંટ - છેલ્લો ભાગ

પોલીસના હાથમાં આવેલા એક સુરાગ સાથે ક્રાંતિકારીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. તેમના કેટલાક સાથીઓ પણ ગદ્દાર નિકળ્યાં હતા. બિસ્મિલ તેમની પુસ્તકમાં લખે છે કે, અમારા દુર્ભાગ્ય હતાં કે અમારી વચ્ચે પણ એક સાપ હતો. સંગઠનમાં હું જેના પર આંધળો ભરોસો કરતો હતો, તેના જ નજીકના મિત્રએ અમારી સાથે દગો કર્યો હતો. જાેકે, મને પાછળથી ખબર પડી હતી કે, આ વ્યક્તિ માત્ર અમારી કાકોરી લૂંટને અંજામ આપનાર ટીમ જ નહીં પરંતુ સમગ્ર સંગઠનને ખતમ કરવા માટે પણ જવાબદાર હતો. જાેકે, બિસ્મિલે તેમને આત્મકથામાં ગદ્દાર વ્યક્તિ કોણ તેનો કોઇ જ ખુલાસો કર્યો ન હતો. પરંતુ પ્રાચી ગર્ગે તેમના પુસ્તક કાકોરી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો