મન ને વહેલું ઉઠવું ન ગમે. સાચી તો વાત છે, વહેલું ઉઠવું કોને ગમે વળી ? ફરી ગયેલી પથાળી, જે રાત્રે મમ્મી એ વ્યવસ્થિત કરી હતી, તેની દશા બગાડી ને વહેલી સવાર માં ઉઠવાનું કોનું મન થાય ? અને મન નું તો જરા પણ મન ન થાય. વહેલા ઉઠી ને શું કરવું ? રામ નાં નામ તો આધુનિક માનવીઓ બપોરે પણ લઈ શકે છે, જ્યારે રીલ ફેરવતા ફેરવતા કોઈક એકાદી રીલ રામ ની આવી જાય તો, એ પણ સો જુગ માની એક વાત છે. રામ નાં નામ માટે થોડી નાં વહેલું ઉઠાય. કસરત, યોગા એટલે કે મેડિટેશન અને પુસ્તકોના અધ્યયન માટે તો આખું જીવન પડ્યું છે. એની માટે થોડી નાં વહેલું ઉઠાય. હા, મન ત્યારે વહેલો ઉઠ્યો હતો ત્યારે એના બોર્ડ હતા. પણ ત્યારે તો આખા વર્ષ કંઈ વાંચ્યું ન હતું. તો પછી તો સવારે ઊઠીને વાંચવું પડે ને. જે પણ હોય, આપના મિત્ર મને એ તો નક્કી જ કરી રાખ્યું હતું કે, જો કુંભકર્ણ આવીને વહેલી સવારે જગાડે તો પણ નથી જાગવું એટલે નથી જ જાગવું. આ જ વિચારો ની સાથે મન રાત્રે એની બહેનપણી મેક્સ (ભૂલ ન કરતા, એ છોકરી જ છે. એનું સાચું નામ મીનાક્ષી છે. પણ જુના નામ વાળા મોર્ડન યુગ માં કેમ જીવી શકે ? એટલે બધાએ લાડમાં ને લાડ માં નામને ટુંકી અને તરત પકડાઈ આવે એવું નામ રાખ્યું.) સાથે થોડી અમથી એકાદ કલાક ની વાતો કરીને, થોડી ઘણી 100 કે 200 રીલ ફેરવી ને 1.30 કે 2 વાગ્યે સુવા ગયો. હવે, મન ને જ સૂવાની ટાઇમ ખબર નથી. તો પછી લખનાર ને કેમ ખબર હોય !
Full Novel
મન ની લાઈફ સ્ટોરી - 1
પ્રકરણ 1 : વહેલું ઉઠવુંમન ને વહેલું ઉઠવું ન ગમે. સાચી તો વાત છે, વહેલું ઉઠવું કોને ગમે વળી ફરી ગયેલી પથાળી, જે રાત્રે મમ્મી એ વ્યવસ્થિત કરી હતી, તેની દશા બગાડી ને વહેલી સવાર માં ઉઠવાનું કોનું મન થાય ? અને મન નું તો જરા પણ મન ન થાય. વહેલા ઉઠી ને શું કરવું ? રામ નાં નામ તો આધુનિક માનવીઓ બપોરે પણ લઈ શકે છે, જ્યારે રીલ ફેરવતા ફેરવતા કોઈક એકાદી રીલ રામ ની આવી જાય તો, એ પણ સો જુગ માની એક વાત છે. રામ નાં નામ માટે થોડી નાં વહેલું ઉઠાય. કસરત, યોગા એટલે કે ...વધુ વાંચો
મન ની લાઈફ સ્ટોરી - 2
પ્રકરણ 2 : હકલું અને ઢગલું મિલન ગાર્ડન માં મેક્સ ને દોડતી જોઈને મનને પણ ત્યાં સવાર સવાર માં જવાનું અને મેક્સ સાથે વાતો કરવાનું મન થયું. પણ શું કરે, આદત સે મજબૂર, જ્યારે એ લાલજી ભાઈ પાસે પહોંચ્યો ત્યારે હમેશની ટેવ હોવાથી ગાંઠિયા મંગાવાઈ ગયાં. મન નાં પપ્પાની એ જ ટાણે ફોન પર ની વાતો બંધ થઈ. પિતા અને પુત્ર ઘરે ગયા. પલ્ટો સજાવવામાં આવી અને ગાંઠિયા ની મજા ઘરના તમામ સદસ્યોએ લીધી. પણ મન મેક્સ ને ભૂલ્યો ન હતો, એટલે કે એની સવાર સવારમાં ગાર્ડન માં દોડવા વાળી વાતને ભૂલ્યો ન હતો. 'કોણ જાણે કેવી રીતે કોઈ ...વધુ વાંચો
મન ની લાઈફ સ્ટોરી - 3
પ્રકરણ 3 : તારા દીદીહકલું અને ઢગલુંની ફોનમાં જ્યારે વાત ચાલતી હતી ત્યારે મનની મોટી દીદી (તારા) કઈક કામ ત્યાં આવી પહોંચી હતી. ત્યારે દીદીએ ફોન ની પેલી વાતો સાંભળી લીધી. ક્યાં કામ માટે દીદી આવ્યા હતા, એ પોતે ભૂલી ગયા હતા. જ્યારે મનએ પોતાની વાતો પૂરી કરી અને કઈક કામથી વળ્યો ત્યારે તેને શું દેખાય, દરવાજાની બીજી બાજુ દીદી ઊભા છે. મનની આંખો ચમકી. તે કોઈ પણ શ્રણ વેડફ્યા વગર ફરીથી વળ્યો. મન નાં પરસેવા ચૂંટવા લાગ્યા હતા. એનું મન ભૂતકાળ અને ભવિષ્યકાળ માંથી ફરી ફરી ને અચાનક વર્તમાનમાં આવ્યું હતું. સામાન્ય જ વાત છે, જો કોઈ વ્યક્તિ ...વધુ વાંચો
મન ની લાઈફ સ્ટોરી - 4
પ્રકરણ 4 : running સવારે 6 વાગ્યાનો એલાર્મ વાગે છે. મધુર સ્વપ્નમાં પડેલો મન પોતાની પથારીમાં આરામથી સુતો હતો. સ્વપ્ન માં તે મેક્સ ની સાથે અસ્ક્રીમ ખાતો હતો. જ્યારે મન વાત કરતો ત્યારે મેક્સ હસતી. એને જોઈને મન પણ ખુશ થતો. બંને જણાને દૂર ઊભેલો સચિન જોતો. જ્યારે મેક્સ મન નાં જોક ઉપર હસતી હતી ત્યારે મન સચિન ની તરફ જોતો. સચિન થમઉપ કરીને એક સ્માઈલ કરતો. તેને જોતા મન પણ સ્માઈલ કરીને હકારમાં માથું ધુણાવતો. ત્યાર બાદ ફરી મેક્સ અને મન વાતો ચડતા. મન મેક્સ ને આઇસક્રીમ અવડાવે, મેક્સ મન ને આઇસક્રીમ ખવડાવે અને આ પ્રેમ સબંધ જોઈને ...વધુ વાંચો