આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં સામ્યતા જણાય તો એ માત્ર સંયોગ છે. _______________________ રૂપરેખા: આ વખતે એક અલગ જ કથાવસ્તુ માનસપટ પર ઉભર્યુ. હોર્મેડી (હોરર કૉમેડી) લખવાની ઈચ્છા થઈ. "અનોખી પ્રેતકથા" - કેવું લાગ્યું શીર્ષક? શું કહ્યું? પ્રેમકથા? ના ના તમે બરાબર વાંચ્યું છે - પ્રેતકથા. આમ તો શીર્ષક પરથી તો ખ્યાલ આવી જ ગયો હશે કથાનકનો, તો નાહકની પાત્રોની ચર્ચા કરી વધુ સમય શું કામ બગાડવો! કહેવાય છે કે ઈચ્છાઓ પૂરી કરી લેવી સારી. ન પૂરી થાય તો પ્રેતેચ્છા એટલે કે ઈચ્છાઓ પ્રેત બની જાય છે એટલે લખવાની ઇચ્છા થઇ તો પૂરી કરી લેવી જ સારી એમ વિચારી શરુઆત તો કરી છે પછી તો મૂડ.....!!! તો શરું કરીએ!!!

Full Novel

1

અનોખી પ્રેતકથા - 1

અસ્વીકરણ: આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં સામ્યતા જણાય તો માત્ર સંયોગ છે. _______________________ રૂપરેખા: આ વખતે એક અલગ જ કથાવસ્તુ માનસપટ પર ઉભર્યુ. હોર્મેડી (હોરર કૉમેડી) લખવાની ઈચ્છા થઈ. "અનોખી પ્રેતકથા" - કેવું લાગ્યું શીર્ષક? શું કહ્યું? પ્રેમકથા? ના ના તમે બરાબર વાંચ્યું છે - પ્રેતકથા. આમ તો શીર્ષક પરથી તો ખ્યાલ આવી જ ગયો હશે કથાનકનો, તો નાહકની પાત્રોની ચર્ચા કરી વધુ સમય શું કામ બગાડવો! કહેવાય છે કે ઈચ્છાઓ પૂરી કરી લેવી સારી. ન પૂરી થાય તો પ્ ...વધુ વાંચો

2

અનોખી પ્રેતકથા - 2

મેં દરવાજાથી પ્રવેશ કર્યો પણ અંદરનું દ્રશ્ય જોઈ મારાથી ચીસ પડાઈ ગઈ. હું બેહોશ ન થયો એ જ આશ્ચર્ય મારી સામે જ એક યમદૂત જેવો દેખાતો વ્યક્તિ બીજાં વ્યક્તિને ભઠ્ઠીમાં બાળી રહ્યો હતો, એનાં અંગો કાગળની જેમ બળી રહ્યાં હતાં અને એ ભયાનક ચીસો પાડી રહ્યો હતો. "બસ. થોભો." મારી પાસે ઉભેલી યુવતી બોલી અને યમદૂત જેવો વ્યક્તિ થોભ્યો. એણે બળતાં વ્યક્તિને પણ એની બાજુમાં ઉભો કર્યો. એ હજું પણ બળતરાની કણસતો હતો. "શું કર્યું આણે?" યુવતીએ પૂછ્યું. "નમસ્કાર દેવી. આણે ફોર્મમાં ખોટી વિગતો ભરી." યમદૂત જેવો વ્યક્તિ બોલ્યો. "એને કહો સાચી વિગતો ભરે. અહીં અસત્ય નહીં ચાલે." એમ ...વધુ વાંચો

3

અનોખી પ્રેતકથા - 3

એનો રતાશ પકડતો સુંદર ચહેરો ખૂંખાર થાય એ પહેલાં મેં નમતું જોખતા વાત બદલતાં કહ્યું, "ઓકે... ઓકે...પણ તમે એ જણાવ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે હું ડૉક્ટર છું?" "અમને જે જીવને પ્રેત દ્વારેથી લાવવાનો આદેશ મળે છે એની બેસિક જાણકારી ટેલિપથીથી મોકલી અપાય છે. થયું સમાધાન?" હવે એણે ખરેખર કંટાળી જવાબ આપ્યો. મેં હકારમાં માથું હલાવ્યું. કાળાં અંધારે થોડાં ચમકતાં રસ્તા પર ચાલતાં ચાલતાં અમે એક કલાત્મક કૅબીન પાસે પહોંચ્યા. એણે મારું ફોર્મ કૅબિનની મધ્યમાં આવેલી એક તિરાડમાં સરકાવ્યું. "આપણે બેસીએ ક્યાંક?" મેં પૂછયું. "આ શું પાર્ક દેખાય છે? દેખાતું નથી કેટલી લાંબી લાઈન છે?" એણે મારી ...વધુ વાંચો

4

અનોખી પ્રેતકથા - 4

સફેદ દરવાજામાંથી અંદર ખેંચાયો તો અનુમાન તો એવું જ હતું કે સફેદ દાઢી-મૂછધારી બાબા હાથમાં લાકડી લઈ રાહ જોતાં હશે પણ બન્યું વિપરીત. ત્યાં તો એક સફેદ જીન્સ, ટી-શર્ટ અને મલમલની ટોપી ધારી બાવા રાહ જોતાં હતાં. મને અવાચક જોઈ બોલ્યાં, "એ ગઢેરા આંય આવને. તાં ઉભો ઉભો હું મારું મોં જોઇ રિયો છ?" 'પારસી બાવા પ્રેતલોકમાં' હું તો ખૂબ આશ્ચર્ય પામ્યો. એમની વાત ન માનતાં એમને થોડોક ગુસ્સો આવ્યો. "અલા ગઢેરા ટને કવ છ. બેરો છ કે હું? વાટ જ ની હાંભરટો. આંય મને ડિસ્કોમાં જવાનું લૅટ થાય છ ને આ નંગને કાંઈ ભાન જ ની મલે. ટુ ...વધુ વાંચો

5

અનોખી પ્રેતકથા - 5

જોરથી ચીસ પાડી પગ પાસે જોયું તો એક બિલાડી મારી જેમ જ ટ્રેનિંગ સેન્ટરમાં ફેંકાઈ હતી. એ કાળી બિલાડીની આંખો જોઈને પહેલાં તો ખૂબ જ ડર લાગ્યો પણ યાદ આવ્યું કે હું ક્યાં જીવું છું કે મરવાનો ડર! ફરી મેં એને જોઈ તો એ પણ મને જ જોતી હતી. એને અહીં જોઈને મને હસવું આવી ગયું, લે અહી તો બિલાડી જેવા જાનવર પણ પ્રેત બનીને આવે છે. જાણે મારા વિચારો વાંચતી હોય એમ એ બોલી, "કેમ અહિયાં પણ માણસોનો ઈજારો છે!" હું આશ્ચર્યથી એને જોઈ રહ્યો. અચાનક જ મને યાદ આવ્યું કે આ તો એ જ બિલાડી છે જેને ...વધુ વાંચો

6

અનોખી પ્રેતકથા - 6

પીંછાની જેમ ઉતર્યો એટલે શંકા ગઈ ક્યાંક મને પાંખો તો નથી ફૂટીને! પરંતુ તપાસતાં જણાયું કે એ માત્ર ભ્રમ થોડુંક હસવું પણ આવી ગયું અને પોતાને જ ટપાર્યો કે, આ પ્રેતલોક છે પરીલોક નહીં કે પાંખો ફૂટે. જોકે પોતાને પાંખોમાં જોવાની કલ્પના એટલી વાહિયાત પણ ન હતી કારણકે જ્યાં હું ઊભો હતો એ જગ્યા પરીલોકના મહેલ કરતાં ઊતરતી તો નહોતી જ એટલે પાંખોની કલ્પના સહજ ગણી શકાય. જે રૂમમાં હું હતો એ કોઈ રાજદરબારના સભામંડપ જેટલો વિશાળ અને દૂધ જેવો ઉજળો હતો. સૌમ્ય શ્વેત પ્રકાશનો સ્ત્રોત દ્રશ્યમાન નહોતો પણ એ ઉજાસ મનને શાતા ...વધુ વાંચો

7

અનોખી પ્રેતકથા - 7

મારી પાછળ ટૅલિપોર્ટ થયેલા ડૉ. એન્ડ્યુસે મને થોડી સિસ્ટમ સમજાવી. રૂમમાં એક મોટું કૅબિન હતું, જેનું નામ ડ્રેસિંગ ઍરિયા. કૅબિનમા જઈ કપડાં અને સ્ટાઈલ વિશે વિચારો એટલે સામે ઈન્વિઝિબલ સ્ક્રીન પર કપડાં અને સ્ટાઈલનાં આઈકૉન્સ આવી જાય, એમાંથી સિલેક્ટ કરો એટલે તમે ઑટોમૅટિક રેડી. ન્હાવા માટે પણ બટન હતું. જમવા માટેના ઍરિયાને ડાયનિગ ઍરિયા કહેવાતો... જે ગમે તે સિલેક્ટ કરીને જમી લેવું. રેસ્ટ ઍરિયામાં ટાઈમર સેટ કરી અથવા ન પણ કરીને ફ્રેશ બહાર આવી જાવ. સ્ટડી ઍરિયામાં બધી લેટેસ્ટ તથા પુરાતન પુસ્તકો વાંચી શકો એ પણ જે ભાષામાં વાંચવી હોય એ ભાષામાં. આ ઉપરાંત એન્ટરટેઈમેન્ટ માટે રૂમમાં ટાઈમપાસ ઍરિયા ...વધુ વાંચો

8

અનોખી પ્રેતકથા - 8

"આ સાલા ગંભીરીયાઓને બહાર કરો." એ અવાજ ફરી ગુંજ્યો અને અમે એ દિશામાં જોયું. એક ૧૯૧૯ નું મોડેલ હોય સુરતી લાલા મખમલી જામામાં સજ્જ અમારી તરફ ઘૂરકી રહ્યા હતા. "અરે! લાલા શું કરો છો. કોને બહાર કાઢવાની વાત કરો છો? કોણ ગંભીર છે અહિયાં?" ડૉક્ટર એન્ડ્યુસ બોલ્યાં. "તું ને તારી હાથે ઊભેલો ગધેડો. બીજું કોણ?" લાલા તોછડાઈથી બોલ્યા. "અમે અને ગંભીર! ના ના હવે, તમને ગેરસમજ થઈ લાગે છે. અને આ ગધેડો સૉરી આ ડૉક્ટર અમર નવો છે એટલે ફનઝોન અને અહીંની રીતભાત શીખવવા લઈ આવ્યો જેથી કરીને એ પણ ગંભીર ન રહે, આપણી જેમ મજા કરે." ડોક્ટર પણ ...વધુ વાંચો

9

અનોખી પ્રેતકથા - 9

"તું અહીં?!" એવાં મારા પ્રશ્ન પર એ બોલ્યું, "હા હું. કેમ હું પેશન્ટ ન હોઈ શકું!" "ઓહહ...‌ તો તમે જાણો છો ડોક્ટર અમર. સારી વાત છે પણ અહીં સિનિયર્સ પણ છે એ ધ્યાન રાખો. પહેલી સલાહ, પેશન્ટને ગમે તે રીતે ઓળખતાં હો તો પણ શાંત રહો. એ બહાર ગમે તે હોય પણ હૉસ્પિટલમાં એ પેશન્ટ અને તમે ડોક્ટર છો એ યાદ રહેવું જોઈએ." ડોક્ટર એન્ડ્યુસ કડકાઇથી બોલ્યાં. "સૉરી સર... એક્સટ્રીમલી સૉરી." "હા તો મીસ કૅટી. પ્રોબ્લેમ શું છે?" મારા તરફથી નજર હટાવી ડોક્ટરે એમનું ધ્યાન પેશન્ટ પર કેન્દ્રિત કર્યું. "ડોક્ટર હું અહીં કોઈની બેદરકારીનાં કારણે છું. એ વ્યક્તિ પણ ...વધુ વાંચો

10

અનોખી પ્રેતકથા - 10 (અંતિમ પ્રકરણ)

એ બધાં જ "ડોક્ટર એન્ડ્યુસને બોલાવો, ડોક્ટર દેવીને બોલાવો. રૂમ નંબર ૧૦ના પેશન્ટે રિસ્પોન્સ કર્યો છે. હાથ હલાવ્યો છે. એમ બૂમાબૂમ કરી રહ્યા હતાં. મેં એકાદ બે સ્ટાફને પૂછવાનો પ્રયત્ન કરી જોયો પણ કોઈ મારા તરફ ધ્યાન જ નહોતું આપતું. જાણે કે હું એમનાં માટે ત્યાં હાજર જ નથી એવું વર્તન મને અકળાવી રહ્યું હતું. મેં હજી જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો પણ પરિણામ શૂન્ય. હું હવે ખરેખર અકળાયો હતો અને બૂમ પાડી, " હું પણ અહીં ડોક્ટર જ છું." એમ કહી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો જ હતો ત્યાં ડોક્ટર એન્ડ્યુસ મન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો