અમાન્ય વાસ્તુ માંગલ્ય.

(59)
  • 30.9k
  • 2
  • 14.7k

દુનિયામાં કેટલીક લૌકિક અવલૌકિક ઘટનાઓ બને છે, આ ઘટનામાં ક્યારેક ક્યારેક વ્યક્તિનું અસ્તિત્વ ડામડ ડોલમ થઈને રહી જાય છે.. કેટલીક અવલૌકિક આત્માઓ પવિત્ર હોય છે, જે દુનિયાની ભલાઈ ઈચ્છે છે, કેટલી અપવિત્ર હોય છે.. જે ફક્ત પોતાના નાપાક ઈરાદા પૂરા કરવા લોકોને હેરાન કરે છે.. તો કોઈ શકિત એવી પણ હોય છે, જેની ઈચ્છા અધૂરી રહી જાય છે, એથી એનો અવગતિઓ જીવ પૃથ્વી લોક પર ભટક્યા કરે છે.. એવી આત્મા લોકોને પોતાની હાજરીની અનુભૂતિ કરાવે છે.. જેમ જીવાત્માનો જન્મ થાય છે, એવી જ રીતે વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે.. આ એક શાશ્વત સત્ય છે.. મૃત્યુના પણ અલગ અલગ પ્રકાર હોય છે, શિવ પુરાણમાં વર્ણન છે કે કર્મોને આધારે વ્યક્તિનું મૃત્યુ થાય છે.. કોઈ વ્યક્તિનું કુદરતી મૃત્યુ થાય છે, તો કોઈ બિમારીમાં મરણ પામે છે, કોઈ પોતાની અધુરી ઇચ્છા લઈને મૃત્યુ પામે છે, અને કોઈ જીવની હત્યા થાય અથવા તો આત્મહત્યા કરવાથી મૃત્યુ થાય છે.. આ પરિસ્થતિમાં જીવની અધોગતિ થાય છે, તેની આત્માને શાંતિ મળતી નથી અને તે પિશાચ યોનીમાં ફર્યા કરે છે, તે શાંતિ માટે ભટક્યા કરે છે. તેને મર્યા પછી પણ મોત આવતી નથી! આવો જીવ મુકિત માટે માયાના આવરણોમાં ફર્યા કરે છે.. લોકોને પોતાની સતત અનુભૂતિ કરાવે છે.. ત્યારે તેનો ઉદ્દેશ્ય ફકત ને ફ્કત પિશાચ યોનીમાંથી છૂટવાનો હોય છે..

1

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 1

શ્રી ગણેશાય નમઃ -: પ્રસ્તાવના :- દુનિયામાં કેટલીક લૌકિક અવલૌકિક ઘટનાઓ બને છે, આ ઘટનામાં ક્યારેક ક્યારેક વ્યક્તિનું અસ્તિત્વ ડોલમ થઈને રહી જાય છે.. કેટલીક અવલૌકિક આત્માઓ પવિત્ર હોય છે, જે દુનિયાની ભલાઈ ઈચ્છે છે, કેટલી અપવિત્ર હોય છે.. જે ફક્ત પોતાના નાપાક ઈરાદા પૂરા કરવા લોકોને હેરાન કરે છે.. તો કોઈ શકિત એવી પણ હોય છે, જેની ઈચ્છા અધૂરી રહી જાય છે, એથી એનો અવગતિઓ જીવ પૃથ્વી લોક પર ભટક્યા કરે છે.. એવી આત્મા લોકોને પોતાની હાજરીની અનુભૂતિ કરાવે છે.. જેમ જીવાત્માનો જન્મ થાય છે, એવી જ રીતે વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે.. આ એક શાશ્વત સત્ય છે.. ...વધુ વાંચો

2

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 2

કેટલાક ઋણાત્મક સંબંધો કુદરતી આત્મિક હોય છે,જન્મો જનમથી આત્મા સાથે બંધાયેલા હોય છે..લખેલા ત્રણેય શબ્દોનો ફોટો લીધો, પછી લેંસમાં ભાષાંતર કર્યું.. આ શબ્દોના અર્થ હતા.. આ સ્પષ્ટીકરણ થતાં તેની આંખો ખુલી ની ખુલી રહી ગઈ..ત્રણેય શબ્દો નહિ પણ ત્રણ નામ હતા.. ઓમ, આસમા અને રૂહાની.. સીમા આ શબ્દ વાંચી વિચારોમાં ઘેરાવા લાગી.. કારણકે તે આ ભાષા અને નામોથી બિલકુલ અપરિચિત હતી.. સીમાની સિક્સ સેન્સ કહી રહી હતી કે આરવ કોઈ મુસીબતમાં છે..તેણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ સૌનું સારું થાય! સૌનું કલ્યાણ થાય.. તમે મારા પરિવારની, ખાસ કરીને આરવની રક્ષા કરજો! એ એકલો ભરૂચમાં છે. એની સાથે રહેજો! ...વધુ વાંચો

3

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 3

કિસ્મત કરાવે જ ખેલ માનવી સાવ અજાણ, ભરોસો રાખી ડગ ભરે ઈશનો સાથ સુજાણ.. હજુ ટ્રેનિંગ માટે લેટર આવ્યો એટલે બાને કહ્યું બાને શારદાબેન પાસેથી જાણવા મળ્યું કે આજે એમ એસ સીના ફોમ ભરવાનો છેલ્લો દિવસ છે.. તેઓ મંદિરેથી ઉતાવળા પગલે ઘરે આવ્યા.. આરવ... આરવ... "શું થયું મમ્મી..?" "આજે એમ એસ સીના ફોમ ભરવાનો છેલ્લો દિવસ છે!" એને ખબર નથી પડતી! "તમે લોકો શું કરો છો?" આ વિશે મને કંઈ ખબર નથી! "આરવ ક્યાં છે?" એ સૂતો છે! બારણે દસ વાગવાના! થોડી વારમાં માથે સૂરજ તપશે! તું એને ઉઠાડ! તું જ એને બગાડે છે! અવાજ સંભળાતા આળસ મરડી, પથારીમાં ...વધુ વાંચો

4

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 4

બે અજનબી હૈયાને એકબીજાના હૈયાનું સરનામું મળ્યું, લાગણીના બંધનને પ્રેમમાં બાંધી સાત ફેરાનું વચન મળ્યું.. થોડી વાર પછી ફરીથી આવ્યો.. ફરીથી તેને કહ્યું: "અંકલ, આંટીને ફોન આપો.." આ વખતે હિમેશે સીમાને ફોન આપી દીધો.. હેલ્લો.. "કોણ?" "આંટી, હું ઝરણા બોલું છું." હેપ્પી બર્થડે.. થેંક યું... પણ, ઝરણા... કોણ? હું તને નથી ઓળખતી.. "હું આરવની ફ્રેન્ડ છું.. અમે કોલેજ યુથ ફેસ્ટિવલમાં મળ્યાં હતા.. બે વર્ષથી અમે એકબીજાને ઓળખીએ છીએ.. કોલેજ યુથ ફેસ્ટિવલમાં! આરવ અને તેનું ગૃપ યુથ ફેસ્ટિવલમાં આવ્યાં હતાં.. ત્યાં અમારી મુલાકાત થઈ.. "ઓહ!" "આંટી, હું આરવની બેસ્ટ ફ્રેન્ડ છું.." "ઓકે!" ઓકે નહીં! હું તમને કંઈ રીતે સમજાવ, તમે ...વધુ વાંચો

5

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 5

નવો સૂર્યોદય થયો મનની મથામણો ઝંઝોળી દે,કિરણોના સ્પર્શમાં ભ્રમની ભ્રમણાઓ છોડી દે..મારી નજર એના પર સ્થિર થઈ છે, મારા છટકવું હવે શક્ય નથી! એ એને કંઈ કરી શકશે નહીં! મેં મારી પકડ મજબૂત કરી લીધી છે.. હિમેશે તેને ઝંઝોળી નાખી, અને તે ચોકીને સપનામાંથી બહાર આવી..શું થયું? આમ, ગાંડાની જેમ શું કામ લવારા કરે છે? પાછું જોઈ ભૂતનું સપનું જોયું! એ રડતાં રડતાં હિમેશને ભેટી પડી.. શાંત થઈ જા.. આ લે પાણી, પીને સૂઈ જા! તેણે પાણી પીધું.. પણ તેની આંખોમાં એ ભયાનક ચહેરો રમ્યા કરતો હતો.. આથી તેણે કહ્યું, સાંભળો છો, તેમ આરવને ફોન કરો.. મારે તેની સાથે ...વધુ વાંચો

6

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 6

આપણું ધાર્યું થતું નથી, જગતમાં ધાર્યું ધણીનું થાય!ભટકી ભટકીને આખરે માનવી હરિ શરણે જ જાય...મારા શોખને લીધે તમારી ઉંઘ એ માટે માફી તો મારે માંગવી જોઈએ.. હું ચા લઈ આવું, એમ કહી તે રસોડામાં જતી રહી..આથી હિમેશ પણ તેની પાછળ પાછળ રસોડામાં ગયો! તેને કહ્યું: "મારે ચા નથી પીવી.. પ્લીઝ, આ વાત પડતી મૂકીએ.. ગુસ્સો છોડી મારી સાથે વાત કર..હું ગુસ્સો નથી કરતી, પણ હવે આ વિશે મારે કોઈ ચર્ચા કરવી નથી.. હું સવારના મૂડને બગાડવા માંગતી નથી.. એક પાગલ સાથે વાતો કરશો તો તમારી ઈમેજ ખરાબ થશે.. આઈ એમ સોરી... તમે માફી માંગી, મને શરમમાં મૂકો છો.. હું ...વધુ વાંચો

7

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 7

કસ્તુરીની શોધમાં કેવા દરબદર ભટક્યા અમે? મૃગજળ મોહે આંધળા ભીંતરે ના ઝાંક્યું અમે... રસોડામાં સીમાની ચીસ સંભળાતા હિમેશ પેપર રસોડા તરફ દોડ્યો.. જોયું તો ગેસના બટનમાં નેપકિનના દોરા વિતરાયા હતા, અને તેલનું પેણીયું તેના હાથ પર ઊંઘું હતું.. કોણીથી નીચે પંજા સુઘીનો તેનો હાથ બળી ગયો હતો.. તેને ગુસ્સે થઈ કહ્યું : "તારું ધ્યાન ક્યાં છે?" "તું કામ કરવામાં આટલી બધી બેપરવાહી કેવી રીતે કરી શકે?" એમ કહી તેણે હાથ પાણીની ડોલમાં બોળી દીધો.. પાણી પડતાં થોડી ઠંડક થઈ, પણ દાઝવાની પીડા ખૂબ જ ભયંકર હતી.. આ જોઈ તેના સાસુએ તેને હાથ પર કોલગેટ લગાવા કહ્યું.. કોલગેટ લગાવતાની સાથે ...વધુ વાંચો

8

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 8

છે હોનિ અનહોનિની ગાથા આ જિંદગી...અત્યંત રહસ્યમય પહેલી આ જિંદગી...સીમા કંઈ જવાબ આપે એ પહેલાં ડોર બેલ વાગે છે... હિમેશ નોર્મલ થઈ દરવાજો ખોલે છે.. મિસ્ટર, જરીવાળા?હા, તેમ કોણ?હું પ્રણવ પંડ્યા.. તમારી વાઇફે મને ફોન કર્યો હતો.. મારું ઘર તમારા ઘરની નજીક છે, ફ્કત દસ પંદર મિનિટનાં અંતરે છે.. હું ઓફિસ જઈ રહ્યો હતો, મને થયું કે હું તમને મળતો જાઉં... હું અંદર આવી શકું છું!હિમેશે માથું હલાવ્યું.. અને પ્રણવને સોફા પર બેસવા કહ્યું.. સીમાએ પ્રણવને પાણી આપ્યું.. તમે મિસિસ. જરીવાળા છો.. તમે મને ફોન કર્યો હતો.. હું તમને ઓળખતો નથી! તમને મારો ફોન નંબર કેવી રીતે મળ્યો? હું ...વધુ વાંચો

9

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 9

હૈયું મારું કોરું રહ્યું ને વરસ તું આકાશ, રહી અનુભૂતિ અકબંધ ને છૂટયા દેહથી પ્રાણ.. તમે મશ્કરી પછી પણ શકો છો! આ કોઈની જિંદગીનો સવાલ છે! તેઓએ ફરીથી ઝાડીઓ કાપવા માંડી, અચાનક ત્યાં રહેલા બધાની આંખો પહોળી થઈ ગઈ.. ત્યાં પથ્થરોનો ઢગલો જોઈ, બધા આશ્ર્ચર્ય પામ્યા! સીમાને મધુની અનુભૂતિ થઈ રહી હતી, તેને ફરી આંખો બંધ કરી.. ઓચિંતા એના કપાળે પરસેવાની ધાર થઈ રહી હતી, તેનો હાથ ખેંચી કોઈ આગળ લઈ જતું હોય, એવો સતત અનુભવ થઈ રહ્યો હતો.. ચાલતા ચાલતા ચારેય બાજુ અંધકાર અને હૃદય ચીરે એવી શાંતિ હતી! પણ, આ શું!? બે ડગલાં આગળ આવતા ચંદ્રમાના અજવાળા ...વધુ વાંચો

10

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 10

હું છું પ્રેમનો દરિયો, તું મારી હસ્તી વિસરાવી જોજે! જો શક્ય હોય તો તારા હદયપટ્ટને છીછરો કરી લેજે..આરવના આવતા ઉજવણીમાં ચાર ચાંદ લાગી ગયા.રાતે જમવાના સમયે આરવ પર ફોન આવ્યો ને તેનું મોઢું પડી ગયું.શું થયું? તારુ મોઢું કેમ પડી ગયું?મમ્મી, ભાઈબીજના દિવસે મારે કંપનીમાં લિગલી જોઈન કરવાનું છે, તો મારું બેગ પેક કરી લઈએ,એક અઠવાડિયું ભરૂચ રોકાવું પડશે! તુ આજે આવ્યો ને પરમ દિવસે જતો રહેશે!જોબ એટલે જોબ. મારે જવું પડશે. આથી સીમાએ ફટાફટ ઘરકામ પતાવ્યું. આરવ મોબાઈલમાં બિઝી થયો..ઝરણાનો મેસેજ આવ્યો કે હું ઘરે આવ છું. હમણાં આવે છે?અત્યારે, હું સપનામાં આવીશ.હમમ.... આઈ વેટિંગ ફોર યુ.. અને ...વધુ વાંચો

11

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 11

આ મંગલમાં મંગળનો પ્રભાવ છે,ઓચિંતો હૈયે ઉછળતો ઘૂઘવાટ છે..તેની ઉંઘ ઉડી ગઈ હતી, આથી તેને ડાયરી લખવાનું વિચાર્યું.. તે લઈ બાલ્કનીમાં આવી, તેને લખવાની શરૂઆત કરી.. "સર્વ મંગલ માંગલ્યે!"ઈશ્વર, "તું સૌનું ભલું કરજે!" બસ, હું આટલી પ્રાર્થના કરીશ. અમારા જીવનમાં આવનારા વિઘ્નનો નાશ કરજે.મોટા થઈ પારેવાંને ઉડી જતા, ખાલી માળાનો સૂનકાર દેખીને પારેવાંની ભીંજાતી પાંપણને કોણ દેખી શક્યું અહીં?હૈયાની હસતી રમતી દુનિયામાં મનોમંથને વહેતી વેદના થકી, ભીંતરે ઉઠતાં તરંગોને કોણ રોકી શક્યું અહીં?સીમાની આંખો ભરાઈ આવી.. પોતાનાં ખોળામાં ડાયરી મૂકી, આંખોમાં ભીનાશ ભરી આંખો બંધ કરી. વહેલી સવારના કારણે વાતાવરણમાં ઠંડક ભળી હતી. તેને બેઠા બેઠા જ ઝોકું આવી ...વધુ વાંચો

12

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 12

દસ્તક કોઈ અનહોનિની કે કપરા સમયની,મનની મથામણો સાથે ભયાનક સ્વપ્નની..સીમા ફોન કરી કરી ને થાકી ગઈ. પણ તેને ફોન નહીં, તેના મનમાં ફાળ પડી. તેના મનમાં ખરાબ વિચારો આવતા હતા. હજુ આજે પહેલો દિવસ હતો. એમ વિચારી તેણે હિમેશને ફોન કર્યો, પણ તેનો ફોન પણ વ્યસ્ત આવતો હતો.દસ મિનીટ પછી તેનો ફોન આવ્યો. તેણે કહ્યું: "શું કામ હતું?""આરવનો ફોન આવ્યો!""ના, નથી આવ્યો.તેનો ફોન આવ્યો નથી, એટલે મને ચિંતા થાય છે.તું ચિંતા નહીં કર, કામમાં હશે? ફ્રી થઈ વાત કરશે. જો હું હમણા કામમાં વ્યસ્ત છું, હું ધરે જમવા આવ પછી વાત કરીએ!એક તરફ સીમાની ચિંતા વધી રહી હતી! તેણે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો