ઔષધો અને રોગો

(12)
  • 22.6k
  • 1
  • 9.4k

અક્કલકરો: અક્કલકરાનાં એક થી દોઢ ફુટનાં છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેનાં મુળ અને ડાખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પીળા-સોનેરી ફુલો આવે છે. તેની ડાખળી ચાવવાથી જીભે રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેનાં ફુલો ઉધરસ ઉપર પાનમાં ખવાય છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે. એનાં મુળ બજારમાં મળે છે. તે બે થી ત્રણ ઈંચ લાંબા અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે. આ મુળ બહારથી ભુરા રંગના અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મુળને ચાખવાથી જીભ પર ચમચમાટ થાય છે. એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ, કફ, પક્ષઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજા મટાડે છે. વળી એ શુક્રસ્થંભક અને આર્તવજનક છે. એને ઘસીને લગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે. દાંતનાં પેઢાં ફુલી જવા, જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે.

1

ઔષધો અને રોગો - 1

અક્કલકરો: અક્કલકરાનાં એક થી દોઢ ફુટનાં છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ થાય છે. તેનાં મુળ અને ડાખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પીળા-સોનેરી ફુલો આવે છે. તેની ડાખળી ચાવવાથી જીભે રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેનાં ફુલો ઉધરસ ઉપર પાનમાં ખવાય છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે. એનાં મુળ બજારમાં મળે છે. તે બે થી ત્રણ ઈંચ લાંબા અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે. આ મુળ બહારથી ભુરા રંગના અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મુળને ચાખવાથી જીભ પર ચમચમાટ થાય છે. એ ...વધુ વાંચો

2

ઔષધો અને રોગો - 2

અગર: અગરનાં વૃક્ષ બંગાળના વાયવ્ય ઈલાકા સીલહટ તરફ જંટીય પર્વત પર અને તેની આસપાસ થાય છે. આસામમાં ઘણા પર્વતો તથા મલબાર, કર્ણાટક તરફ પણ આ વૃક્ષ થાય છે. અગરનાં વૃક્ષ મોટાં અને બારેમાસ લીલાંછમ રહે છે. તેનાં પાંદડાં અરડુસીનાં પાંદડાં જેવાં જ હોય છે. આ વૃક્ષને ચૈત્ર-એપ્રીલ માસમાં ફુલ આવે છે. તેનાં બીજ શ્રાવણ-ઓગસ્ટમાં પાકે છે. તેનું લાકડું કોમળ અને અંદર રાળ જેવો સુગંધી પદાર્થ ભરેલો હોય છે. અગર સુગંધી, (આથી તે ધપુ અને અગરબત્તીમાં પણ વપરાય છે) ઉષ્ણ, કડવો, તીખો, ચીકણો, રુચિ ઉત્પન્ન કરનાર, પીત્તકારક, તીક્ષ્ણ, વાયુ, કફરોગો અને કર્ણરોગ તથા કોઢ અને ત્વચા રોગનાશક છે. અગર લેપ ...વધુ વાંચો

3

ઔષધો અને રોગો - 3

અજમોદ: એને બોડી અજમો પણ કહે છે, કેમ કે એ અજમાની એક જાત છે. એનો છોડ વર્ષાયુ છે. ભારતમાં ઠેકાણે થાય છે. બંગાળમાં તે ખુબ થાય છે. તેના છોડની ઊંચાઇ એક થી બે ફુટ જેટલી હોય છે. એને સફેદ રંગના બારીક ફુલો આવે છે. બોડી અજમો આહાર પર રુચિ ઉપજાવે છે. ભુખ લગાડે છે. તીખો, રૂક્ષ, ગરમ- વીદાહક, વાજીકર, બળકર, પચવામાં હલકો, આહાર પચાવનાર, આફરો, ગેસ-વાયુ, કફ, અરુચી, ઉદરરોગ, કૃમી, ઉલટી અને શુક્રદોષનાશક છે.(૧) ઉદરશૂળ પર, ગેસ, ગોળો અને આફરા પર અડધી ચમચી અજમોદનુ ચૂર્ણ સાધારણ ગરમ પાણીમાં નાખી પીવાં.(૨) ભખુ ન લાગતી હોય તો અડધી ચમચી અજમોદનું ચૂર્ણ ...વધુ વાંચો

4

ઔષધો અને રોગો - 4

અતીવીષની કળી: અતીવીષા એ નામ પ્રમાણે બીલકુલ ઝેરી નથી. અતીવીષા એટલે અતીવીષની કળી. એ બાળકોનું ઔષધ છે. અતીવીષની કળી પ્રદીપ્ત કરનાર, આહાર પચાવનાર તથા મળ બાંધનાર છે. આથી જે બાળકને કાચા, ચીકણા કે પાતળા ઝાડા થતા હોય તેમના માટે એ ઉત્તમ ઔષધ છે. અતીવીષ ઉત્તમ આમપાચક પણ છે. વળી એ કડવાશને લીધે તાવ, પટેના કૃમિ અને કફનો નાશ કરે છે. અતીવીષનું ચૂર્ણ બાળકોને આખા દિવસમાં અડધી ચમચી જેટલાં પરંતુ ખુબ નાના બાળકને તો માત્ર ઘસારો જ આપવો. માના ધાવણ જેવું તે નીર્દોષ ઔષધ છે.અતીવીષની કળી કાંઈક ગરમ, તીક્ષ્ણ, અગ્નીદીપક, ગ્રાહી-મળને બાંધનાર, ત્રીદોષશામક, આમાતીસાર, કફપીત્તજ્વર, ઉધરસ, વીષ, ઉલટી, તૃષા, કૃમી, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો