કહો પૂનમના ચાંદને

(5)
  • 18.4k
  • 2
  • 10.1k

પ્રેમ.... અઢી અક્ષરનો આ શબ્દ કે પછી ભાવના કે જેના વગર મનુષ્યનું જીવન જીવવું અશક્ય છે. આ વાર્તા એવા બે પ્રેમીઓ વિશેની જે પોતાના પ્રેમને પામવા, પોતાનો કર્તવ્ય નિભાવવા જન્મોના બંધન તોડી ફરી જન્મ લે છે. આ વાર્તા પ્રેમ, પ્રતિશોધ, રહસ્ય, પુનર્જન્મ, ત્યાગ, મિત્રતાની છે. આ વાર્તા છે આજથી 150 વર્ષ પહેલાં છત્તીસગઢના જંગલોમાં અંકુરિત થયેલા સરજણના પ્રેમની આ વાર્તા છે શિવપ્રિયાના પારસમણિ બચાવવા માટેના પોતાના કર્તવ્યની, આ વાર્તા છે તેમના અધૂરા રહી ગયેલા પ્રેમની જે એકવીસમી સદીમાં અર્જુન અને રૈનાના રૂપમાં ફરી જન્મ લે છે. વાર્તામાં છત્તીસગઢના બસ્તર જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી, ખાનપાન, રિવાજો ઉપર પણ પ્રકાશ પડ્યો છે. જેમાં કદાચ વાચક માટે એક અલગ અને નવી જ વાતો જાણવા મળશે. શું અર્જુન અને રૈના પારસમણિને બચાવવામાં સફળ થશે કે નિષ્ફળ? જાણવા માટે ચાલો મારી સાથે એક નવા જ મનોરંજક સફર પર "કહો પૂનમના ચાંદને" આ વાર્તા અને તેના પાત્રો માત્ર એક કલ્પના છે, તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. આ વાર્તાની કોપીરાઇટ માત્ર લેખક પાસે જ છે.

નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday

1

કહો પૂનમના ચાંદને - ભાગ 1

પ્રસ્તાવના પ્રેમ.... અઢી અક્ષરનો આ શબ્દ કે પછી ભાવના કે જેના વગર મનુષ્યનું જીવન જીવવું અશક્ય છે. આ વાર્તા બે પ્રેમીઓ વિશેની જે પોતાના પ્રેમને પામવા, પોતાનો કર્તવ્ય નિભાવવા જન્મોના બંધન તોડી ફરી જન્મ લે છે. આ વાર્તા પ્રેમ, પ્રતિશોધ, રહસ્ય, પુનર્જન્મ, ત્યાગ, મિત્રતાની છે. આ વાર્તા છે આજથી 150 વર્ષ પહેલાં છત્તીસગઢના જંગલોમાં અંકુરિત થયેલા સરજણના પ્રેમની આ વાર્તા છે શિવપ્રિયાના પારસમણિ બચાવવા માટેના પોતાના કર્તવ્યની, આ વાર્તા છે તેમના અધૂરા રહી ગયેલા પ્રેમની જે એકવીસમી સદીમાં અર્જુન અને રૈનાના રૂપમાં ફરી જન્મ લે છે. વાર્તામાં છત્તીસગઢના બસ્તર જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી, ખાનપાન, રિવાજો ઉપર પણ પ્રકાશ પડ્યો ...વધુ વાંચો

2

કહો પૂનમના ચાંદને - ભાગ 2

"દસ લાખ રૂપિયા સાંવરી.... દસ લાખ.... દસ હજાર રૂપિયા પણ જે રૈનાએ એકસાથે નથી જોયા ત્યાં દસ લાખની વ્યવસ્થા રીતે કરીશ?" આટલું બોલતા રૈનાની આંખોમાંથી અશ્રુનું એક બિંદુ પડ્યું. "રૈના.... તું તો મારી બહાદુર સખી છે ને??? તો પછી કેમ રડે છે? એકલિંગજી ઉપર વિશ્વાસ રાખ... તે બધું જ સારું કરશે." સાંવરીએ એના ખભે હાથ મુકતા કહ્યું "મમ્મી અને દાદીના સોનાના ઘરેણાં વેંચીને પણ માંડ 4 લાખ ભેગા થયા છે. ઘરનો ખર્ચો, સમર્થના અભ્યાસના પૈસા અને ઉપરથી એક મહિનાની અંદર જો ઓપરેશન ન થયું તો દાદી...." રૈના એ વાક્ય પૂરું ન કરી શકી અને એના ગળે એક ડૂમો ભરાઈ ...વધુ વાંચો

3

કહો પૂનમના ચાંદને - ભાગ 3

અર્જુન રૈનાને જતી જોઈ રહ્યો હતો. પાછળથી અજય આવીને અર્જુનને કહે છે, "સોરી અર્જુન, તે છોકરી ટેક્નિશિયન હતી. ઉપર વાયર સરખો કરતી હતી. બેલેન્સ બગડી જતા તે નીચે પડી ગઈ હશે." "તે છોકરીની દરેક માહિતી બે કલાકની અંદર મારે જોઈએ છે. બધી જ....." એટલું કહી અર્જુન પોતાની મા શાંતાદેવી પાસે ગયો. તેમના ભવાં ચડેલા હતા એના પરથી અર્જુન સમજી ગયો કે જેવી રીતે એ છોકરી ઉપરથી પડી અને અર્જુને તેને બચાવી પોતાના ખોળામાં ઉઠાવી લીધી તે એમની જુનવાણી વિચારો ધરાવતી માંને કદાચ ગમ્યું નહી હોય. શાંતાદેવીને સમજાવવા અર્જુન તેઓ જે ખુરશી પર બેઠા હતા ત્યાં ઘૂંટણિયે બેસી એમના બન્ને ...વધુ વાંચો

4

કહો પૂનમના ચાંદને - ભાગ 4

રાત્રિના ફાઈવ સ્ટાર હોટલના એક પર્સનલ ડાઇનિંગ સ્યુટમાં રાણી શાંતાદેવી પોતાનું ભોજન આરોગી રહ્યા હતા. અર્જુન ત્યાં આવ્યો અને પગે લાગી એમની બાજુની ખુરશી પર બેસી ગયો. આજે સવારે બનેલા બનાવ ઉપરથી અર્જુન સમજી ગયો કે પોતાની માતાને એ ગમ્યું નથી અને તે ગુસ્સામાં છે માટે તેણે વધારે કાઈ બોલવાનું હિતાવહ ન લાગ્યું. એક નૌકરે આવી અર્જુનની પ્લેટમાં જમવાનું સર્વ કર્યું. શાંતાદેવીની નજર અર્જુનની થાળીમાં પીરસાયેલા ભોજન પર પડી અને એના નોકરને કડક અવાજમાં કહ્યું, "કેટલી વાર કહ્યું છે કે અર્જુનને ખીર હંમેશા ચાંદીના પાત્રમાં આપવી." "સોરી રાની સાહિબા... હું હમણાં જ બદલી..." વચ્ચે જ અટકાવતા રાણીએ કહ્યું, "તાત્કાલિક ...વધુ વાંચો

5

કહો પૂનમના ચાંદને - ભાગ 5

બીજા દિવસે સવારે રૈના ઉઠીને બહાર જવા નીકળી ત્યાં જ એના ઘરની બહાર સાંવરી એને મળી. "અરે રૈના.... સવાર આટલી તૈયાર થઈને ક્યાં જાય છે?" સાંવરીએ આશ્ચર્ય સાથે પૂછ્યું "સાંવરી..... સારું થયું તું આવી ગઈ.... હું તારી ઘરે જ આવતી હતી." રૈનાએ ખુશ થતા કહ્યું પછી આગળ બોલી, "અર્જુન શેખવતના સેક્રેટરીનો ફોન હતો. અર્જુને મને એની ઓફિસે મળવા બોલાવી છે." "તું તો કહેતી હતી કે હવે ત્યાં નહિ જાય? અને એણે તને ત્યાં કેમ બોલાવી હશે?" સાંવરીએ પૂછયું "એ તો ત્યાં જઈને જ ખબર પડશે. કદાચ કાલે જે બન્યું...... હું તેમની માફી માંગી લઈશ અને એમને રીકવેસ્ટ કરીશ કે ...વધુ વાંચો

6

કહો પૂનમના ચાંદને - ભાગ 6

રૈનાએ સ્વપ્નમાં જોયું કે..... ****** ઇ.સ 1875, બસ્તર સ્ટેટની ઘાટીઓ (હાલ.. છત્તીસગઢ) લગભગ 22 વર્ષની એક સ્ત્રી ખીણ તરફ રાખીને કંઈક ગહન વિચારમાં હતી. કદાચ કોઈની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી. તેના પહેરવેશ ઉપરથી જાણી શકાતું કે તેણી કોઈ રાજપરિવારની સભ્ય છે. કોઈએ પાછળથી આવી તેણીને બાથમાં લીધી. તેણીએ તે સ્પર્શને ઓળખ્યો અને તેણીની આંખોના ખુણામાંથી અશ્રુનું એક બિંદુ સરી પડ્યું અને પોતાના શરીર એ વ્યક્તિ પર ટેકવી દીધું અને આંખો બંધ કરી ક્યાંય સુધી તેના આલિંગનમાં બંધાઈ રહી. "રાણી સાહિબા....." તે વ્યક્તિએ હળવેથી કહ્યું તેણીએ આંખો ખોલી. પાછળ તે વ્યક્તિ તરફ વળી. તે વ્યક્તિએ સાદો આદિવાસીનો પહેરવેશ પહેરેલો ...વધુ વાંચો

7

કહો પૂનમના ચાંદને - ભાગ 7

રૈનાના મુખ પર પરસેવો બાઝી ગયો. તે ધ્રુજતા અવાજે બોલી, "સ... સરજણ???" અર્જુન આ સાંભળી ચોંક્યો, "આઇ એમ સોરી??? અર્જુન શેખાવતને આખી દુનિયા ઓળખે છે, તેને કોઈ બીજું તો નથી સમજી રહ્યા તમે??? મિસ રૈના રાઠી???" અર્જુને શાંત અવાજે સ્મિત સાથે કહ્યું આ સાંભળી રૈનાને ભાન થયું કે તે શું બોલી ગઈ છે અને વાસ્તવિકતાનું ભાન થતા તેણે થોડું સ્વસ્થ થઈ ફિક્કું સ્મિત આપતા કહ્યું, "આ...અફકોર્સ.... તમને કોણ નથી ઓળખતું મી.અર્જુન." જવાબમાં અર્જુન માત્ર તેની સામું જોઈ રહ્યો. રૈનાએ આ વાત નોટિસ કરી અને તે બીજી બાજુ જોઈ બોલી, "તમારા સેક્રેટરીનો ફોન હતો કે તમે મને મળવા માંગો છો?" ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો