શિદ્દત..એક રોમાંચક નવલકથા

(25)
  • 21.6k
  • 4
  • 12.4k

શિદ્દત...! શિદ્દતથી ચાહવું એટલે કોઈને અતૂટ ચાહવું. ચાહતમાં શિદ્દત હોય તો હોય તો જ પ્રેમ સાર્થક છે...... નવલકથાની નાયિકા એટલે "શિખા વેદાંગ"..જિંદગીને જ પ્રેમ માનતી અને પ્રેમથી જીવતી દરેક ક્ષણમાં આનંદ માણતી, સદનસીબે એવા છોકરાથી પ્રેમ થયો કે તે છોકરો એટલે કે "મલ્હાર", મલ્હાર શિખાને ખૂબ જ ચાહતો અને દરેક ઈચ્છા પૂરી કરી શિખાને ખુશ રાખતો.. પણ જિંદગીમાં દરેક રસ્તે મોડ આવે જ છે એમ આ બંને ના જીવનમાં પણ દુઃખદ મોડ આવે છે અને અતૂટ સંબંધ પણ વિખેરાઈ જાય છે ,કહેવાય છે કે કોઈને શિદ્દતથી ચાહો તો પૂરી દુનિયા તમને તમારી ચાહત થી મળાવા મથે છે....પણ....ના એવું બિલકુલ નથી હોતું લોકો શિદ્દત વાળા સંબંધ તૂટે એની જ રાહ જોઈ બેઠા હોય અને તેમના ષડ્યંત્ર કોઈક ના અકબંધ પ્રેમને વિખેરી નાખે છે ક્યારેક અમુક લોકો એ પ્રેમી જોડાને એકબીજાની વિરુદ્ધ ભડકાવે છે ... આવા શિદ્દત વાળા પ્રેમને નિભાવતી શિખા પણ ઘણી કપરી પરિસ્થિતિમાંથી પસાર થાય છે ...

નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday

1

શિદ્દત..એક રોમાંચક નવલકથા

શિદ્દત...! શિદ્દતથી ચાહવું એટલે કોઈને અતૂટ ચાહવું. ચાહતમાં શિદ્દત હોય તો હોય તો જ પ્રેમ સાર્થક છે......નવલકથાની નાયિકા એટલે વેદાંગ"..જિંદગીને જ પ્રેમ માનતી અને પ્રેમથી જીવતી દરેક ક્ષણમાં આનંદ માણતી, સદનસીબે એવા છોકરાથી પ્રેમ થયો કે તે છોકરો એટલે કે "મલ્હાર", મલ્હાર શિખાને ખૂબ જ ચાહતો અને દરેક ઈચ્છા પૂરી કરી શિખાને ખુશ રાખતો..પણ જિંદગીમાં દરેક રસ્તે મોડ આવે જ છે એમ આ બંને ના જીવનમાં પણ દુઃખદ મોડ આવે છે અને અતૂટ સંબંધ પણ વિખેરાઈ જાય છે ,કહેવાય છે કે કોઈને શિદ્દતથી ચાહો તો પૂરી દુનિયા તમને તમ ...વધુ વાંચો

2

શિદ્દત..એક રોમાંચક નવલકથા - 1

કચ્છનું માંડવી શહેર એટલે દરિયાની ઉછળતી લહેરઅહીંનું વાતાવરણ અતિ મનમોહક, મનને શાંતિ અર્પતુ , માંડવી શહેરમાં પ્રવેશતા જ એ ઠંડી હવા છેક પ્રવેશદ્વાર સુધી તમારું સ્વાગત કરવા દોડે અને તમારા બધા થાક ઉડાવી એક નવી જ તાજગી અને ઉમંગ આપે....એ શહેર માં જ તો આ નવલકથા એ આકાર લીધો છે પ્રેમથી તરબતર ધબકતી આ કથામાં ચાહત છે મન થી મન સુધીની , પામવાની અને એ પ્રેમ ને પોષવા ની સાથે સાથે ખિન્નતા,ઉચાટ,ઈર્ષા,દ્વેષ,દુઃખ,મનની મૂંઝવણ, રોમાંચની દરિયાકાંઠાથી 1km દૂર આવેલી એક લીલીછમ વાડીમાં એક જૂનું બે માળનું મકાન આવેલ છે જેની સુંદર શિલ્પ કોતરણી થી એ ખરડાયેલ મકાન પણ રસપ્રદ લાગી ...વધુ વાંચો

3

શિદ્દત..એક રોમાંચક નવલકથા - 2

શિખા જેને શિદ્દતથી ચાહે છે તે છોકરો એટલે "આદિત્ય ઓબેરોય" આદિત્યને શિખા ખૂબ જ પ્રેમ કરે છે...આ ચાહત એકતરફી કારણ કે આદિત્ય તો શિખા સામે જોતો પણ નથી,આદિત્યના સ્વભાવ અને હરકતોથી વાકેફ છતાં શિખાની ચાહત વધતી જ જાય છેશિખા એ જ્યારે પહેલી વાર આદિત્યને જોયો ત્યારથી તેને ચાહવા લાગી છે,શિખાએ 5વર્ષ પહેલાં જે દુર્ઘટનાઓ નો સામનો કર્યો છે તે તેના દિલ દિમાગ પર 2 વર્ષ હાવી રહ્યું...તેની જિંદગી સાવ જ વેરાન થઈ જાય છે , તેને ભૂતકાળમાં જે મનગમતું ખોયેલું છે તેના કારણે ફરી સારી રીતે જીવવાનું એક પણ કારણ નહોતું ત્યારે તેની મુલાકાત આદિત્ય સાથે થાય છે, આદિત્યને ...વધુ વાંચો

4

શિદ્દત..એક રોમાંચક નવલકથા - 3

શિખાના મમ્મી તેને સુરત જવાની ચોખ્ખી ના પાડી છે તેથી તેને વિચાર આવે છેકે , હવે મમ્મીની પરવાનગી વગર સુરત કેમ જવું,હવે શું કરવું તે વિચારે પોતાના રૂમમાં આંટા માર્યા કરે છે ને સતત મનોમંથન કર્યા કરે છે..કેમ સમજાવવી મમ્મીને કે સુરત જવું જરૂરી છે 2 વરસ થી હું સુરતની પ્રોપર્ટી મેળવવાની યોજનામાં જોતરાયેલી છું ઘણી મથામણ પછી બધી ફાઈલ હાથ આવી છે અને બસ એક છેલ્લો સ્ટેપ અને પેલા વિરોધીઓની વરસો જૂની ચાલના ચીંથરા ઉડી જશે..આ વિચારે તેના ચહેરા પર સ્મિત રેલાવી દીધું...મમ્મીને ચિંતા થાય કારણ કે ત્યાં જવામાં પણ મુસીબત ઓછી નથી મારી એક ભૂલ થી મારી ...વધુ વાંચો

5

શિદ્દત..એક રોમાંચક નવલકથા - 4

આગળ આપણે જોયું કે શિખા સુરત જવાની પ્લાનિંગ કરે છે પણ તે બધું નિષ્ફળ નીવડે છે તેથી તે ખુરશી જ માથું ટેકવી ને કઈક વિચાર કરતી હોય છે અને તેને ઊંઘ આવી જાય છે તે ખુરશી પર જ સૂઈ જાય છે...બપોરના બે વાગતા તેની નીંદર ઉડે છે અને તે ઘડિયાળ તરફ એક નજર કરી ખુરશી પરથી ઉભા થઇ ફરી બેડ પર જઈ સૂઈ જાય છે થોડા સમય બાદ શિખાના દાદી અને ફઈ તેના રૂમમાં શિખાને જમવા માટે બોલાવવા આવે છે ..શિખાના ફોઈ ધરા બહેન શિખા ના રૂમનો દરવાજો ખોલે છે અને અંદર તરફ શિખા ને જોઈ પછી બા તરફ ...વધુ વાંચો

6

શિદ્દત..એક રોમાંચક નવલકથા - 5

ગઈ કાલનો આખો દિવસ સૂઈ રહ્યા પછી પણ શિખા રાત આખી ઘસઘસાટ ઉંઘી રહી, સવારના 5 વાગતા જ તેની ઉડે છે ..બેડ પર સુતા સુતા જ આળસ મરડતા ઘડિયાળ તરફ નજર કરે છે.."ઓહ 5 જ વાગ્યા છે હજુ ..આટલું જલ્દી ઉઠી શું કરીશ"તેને હાથ ઉપર તરફ કરી ફરી ડાબી બાજુ ફરી ને હાથ ગાદલા પર પટકાવ્યા, થોડીવાર પછી જમણી બાજુ ફરીને સુવે છે પણ ચેન ના પડતા પોતાનો ફોન હાથમાં લઈ કંઇક જોવા લાગે છે...થોડીવાર માં ફોન ગાદલા પર ફેંકી બાલ્કનીમાં જઈ ઊભી રહી જાય છે ...બહાર બાલ્કની માં ઉભા રહી ઉપર આકાશ તરફ નજર કરે છે અને વિચારે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો