નારાયણ ના સાત અવતાર પછી એટલે કે ક્રિષ્ન ભગવાને પ્રેમની પરિભાષા સમજાવી. શું કામ સાતમા અવતાર પછી જ? કારણ કે નારાયણ ના આ સાત અવતાર એ પ્રેમના સાત વચનનું પ્રતીક છે.પહેલો અવતાર એટલે મસ્ત્ય અવતાર. રાજા સત્યવ્રત ના આહવાનથી ભગવાન નારાયણ મસ્ત્ય અવતાર રૂપે પ્રજાની સુરક્ષા હેતુ આવે છે. એક બાજુ નારાયણ પ્રજાની રક્ષા કરે તો બીજી બાજુ અસુરો વેદોને નષ્ટ કરવા જઈ રહ્યાં છે. નારાયણ ધર્મ સંકટમાં આવી ગયા. પ્રજાની રક્ષા કરવી કે વેદો બચાવવા. ત્યારે માં લક્ષી એનો સાથ આપે છે, અને વેદો ની રક્ષા માં લક્ષ્મી કરે છે. આવી વિકટ પરિસ્થિતિ માં પણ માં લક્ષ્મીએ ભગવાન શ્રી નારાયણનો સાથ ન છોડ્યો. એટલેજ પ્રેમનું પહેલું વચન એ નારાયણ ના પહેલા અવતાર પરથી સમજાય છે કે એકબીજા નો સાથ ક્યારેય ન છોડવો.
Full Novel
પ્રેમ વચન - 1
નારાયણ ના સાત અવતાર પછી એટલે કે ક્રિષ્ન ભગવાને પ્રેમની પરિભાષા સમજાવી. શું કામ સાતમા અવતાર પછી જ? કારણ નારાયણ ના આ સાત અવતાર એ પ્રેમના સાત વચનનું પ્રતીક છે.પહેલો અવતાર એટલે મસ્ત્ય અવતાર. રાજા સત્યવ્રત ના આહવાનથી ભગવાન નારાયણ મસ્ત્ય અવતાર રૂપે પ્રજાની સુરક્ષા હેતુ આવે છે. એક બાજુ નારાયણ પ્રજાની રક્ષા કરે તો બીજી બાજુ અસુરો વેદોને નષ્ટ કરવા જઈ રહ્યાં છે. નારાયણ ધર્મ સંકટમાં આવી ગયા. પ્રજાની રક્ષા કરવી કે વેદો બચાવવા. ત્યારે માં લક્ષી એનો સાથ આપે છે, અને વેદો ની રક્ષા માં લક્ષ્મી કરે છે. આવી વિકટ પરિસ્થિતિ માં પણ માં લક્ષ્મીએ ભગવાન શ્રી ...વધુ વાંચો
પ્રેમ વચન - 2
સંસારને પ્રેમનું બીજું વચન શીખવવા ભગવાન શ્રી નારાયણ અને માં લક્ષ્મી ના પ્રેમમાં ફરી એક વિરહ ની ઘડી એટલે નારાયણનો બીજો અવતાર.ભગવાન શ્રી નારાયણ મા લક્ષ્મી ને કહે છે, કે તમે સિર સાગરની ગહેરાયમાં લુપ્ત થઈ જશો. અને હું તમને શોધવા માટે આવીશ. આ કાર્યમાં સંપૂર્ણ સંસાર મારી મદદ કરશે. (એક પ્રશ્ન આપણને થવો જોઈએ, કે જે પ્રેમ સમજાવે છે એ જ આટલા વિરહ શું કામ ભોગવે છે? કારણ કે જે પ્રેમ વિરહની અગ્નિમાં બળીને સોનાની જેમ ચમકી ઉઠે, જે પરીશુદ્ધ હોય, એ જ તો આ સંસારનું માર્ગદર્શન કરવા યોગ્ય હોય છે.)લક્ષ્મી જ સમૃદ્ધિ છે, લક્ષ્મી ધન છે, પણ ...વધુ વાંચો
પ્રેમ વચન - 3
પ્રેમનું ત્રીજું :- " પ્રેમમાં સુંદરતાનું કોઈ સ્થાન નથી. પ્રેમ જ સુંદરતા છે. પ્રેમ માત્ર મનનો સંબંધ છે, શરીરનો આહવાન કરતા - કરતા ઇન્દ્ર લોકમાં બૃહસ્પતિ અને ઇન્દ્ર દેવના નેતૃત્વમાં એક ખૂબ મોટા યજ્ઞનું આયોજન થતું હતુ. યજ્ઞનું કારણ હતું પૃથ્વીને અસુર હિરણ્યાક્ષ થી બચાવવી. અસુર હિરણ્યાક્ષ ખૂબ શક્તિશાળી હતો. હિરણ્યાક્ષે પોતાની શક્તિથી પૃથ્વીને અનેકો વખત ક્ષતિ પહોંચાડી છે. બધા દેવતાઓ હિરણ્યાક્ષથી પરાજિત થય ગયા. ત્યારે ઇન્દ્રદેવ નારાયણના આહવાન માટે યજ્ઞ કરે છે. ત્યારે માં લક્ષ્મી ઇન્દ્રદેવ સામે પ્રકટ થાય છે અને કહે છે કે, પૃથ્વી લોકની રક્ષા હેતુ અને જગત માતા હોવાથી હું ભૂ-દેવીના રૂપમાં પૃથ્વી પર અવતરિત ...વધુ વાંચો
પ્રેમ વચન - 4
આપણે બધા ભક્ત પ્રહલાદને જાણીએ છીએ. જે તેની ભગવાન નારાયણ પ્રત્યેની ભક્તિ માટે પ્રસિદ્ધ છે. પ્રહલાદ જ્યારે નાનો હતો જ નારાયણ ની અપાર ભક્તિ કરતો હતો. પરંતુ આ વાત તેના પિતાજી એટલે કે હિરણ્યકશિપુ (હિરણ્યકશ્યપ) ને પસંદ ન હતી. તેથી હિરણ્યકશિપુ પ્રહલાદને મારવા માટે અનેકો પ્રયાસ કરે છે. તેને ઝેર આપે છે, હાથીના પગ નીચે કચડાવે છે, તેને ઝેરી સર્પોથી ભરેલા ઓરડામાં પુરે છે, પરંતુ દરેક વખતે પ્રહલાદ બચી જાય છે. હવે હિરણ્યકશિપુ પોતાની બહેન હોલિકા, કે જેની પાસે એક ખાસ પ્રકારની શક્તિ હતી, તેની મદદ લે છે. તે શક્તિ એટલે કે તેને અગ્નિ બાળી ના શકે. એક દિવસ ...વધુ વાંચો
પ્રેમ વચન - 5
"નારાયણનો પાંચમો અવતાર અને પ્રેમનું પાંચમું વચન."એક સમય એવો હતો, કે જ્યારે આ પૃથ્વી પર અત્યંત શક્તિશાળી અસુર રાજ રાજ કરતો હતો. સંસારમાં શક્તિશાળી રાજા અને એક સારા રાજા પણ હતા. તેમની પ્રજા પણ તેનાથી પ્રસન્ન હતી. પરંતુ માત્ર એની પત્ની જ એનાથી પ્રસન્ન ન હતી. બલિરાજા પૂછે છે, શું થયું મહારાણી? તમે આટલા દુ:ખી કેમ છો? મહારાણી કહે છે, મહારાજ તમે સંપૂર્ણ સંસારમાં સર્વ શક્તિશાળી છો, તમે પાતાળ લોક, પૃથ્વી લોક પર રાજ કરો છો. પરંતુ હું ઇચ્છું છું કે તમે સમસ્ત બ્રહ્માંડમાં રાજ કરો. અસુરો માં આજ સુધી કોઈ ઇન્દ્ર બન્યું નથી. હું એવું ઇચ્છું છું કે ...વધુ વાંચો
પ્રેમ વચન - 6
પ્રેમનું છઠ્ઠું વચન સાકાર કરવા માટે ભગવાન શ્રી નારાયણ નો છઠ્ઠો અવતાર એટલે કે ભગવાન પરશુરામ અવતરિત થાય છે. માં લક્ષ્મીનું રૂપ એટલે કે પૃથ્વી દેવીને ક્ષત્રિયોએ પોતાની યુદ્ધ લાલચાથી (પૃથ્વીને) રક્ત હિત કરી હતી ત્યારે ભગવાન શ્રી નારાયણ એ લીધો છઠ્ઠો અવતાર. ભગવાન પરશુરામના રૂપમાં, ચિરંજીવીનું વરદાન પ્રાપ્ત કરી પરશુરામ આ ધરતી પર આવ્યા. પૃથ્વી દેવીના પ્રત્યેક દુઃખ હરી લીધા, અને એકવીસ વખત પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી એટલે કે એકવીસ વખત ક્ષત્રિયો નો નાશ કર્યો.પૃથ્વી દેવી અને ભગવાન પરશુરામ ક્યારે એકબીજાને મળ્યા નહીં. ભગવાન પરશુરામ પોતાના અવતાર કાર્ય પ્રતિ બ્રહ્મચારી રહ્યાં. પરંતુ ક્યારે પણ પૃથ્વી દેવીનો સાથ ન છોડ્યો. ...વધુ વાંચો
પ્રેમ વચન - 7
"મનમાં પ્રેમની શક્તિ હોય તો વિશ્વ પણ જીતી શકાય." આ વાત સંસારને સમજાવવા નારાયણ અને માં લક્ષ્મી નો સાતમો આવ્યો. શ્રી રામ અને માં સીતાના રૂપમાં.વાત છે ત્યારની જ્યારે ગુરુ વિશ્વામિત્ર શ્રી રામ અને લક્ષ્મણને રાજા જનકની પુત્રી- માં સીતા નો સ્વયંવર જોવા માટે લઈ જાય છે. શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે મિથિલા નગરીના સુંદરવનમાં વિચરણ કરતા હતા, ત્યારે વનમાં શ્રી રામ, માં સીતાને પહેલી વાર જોય છે. પહેલીવાર જોતા જ શ્રી રામને લાગ્યું કે બ્રહ્માંડની બધી જ સુંદરતા માં સીતા મા જ છે. એ જ ક્ષણે શ્રી રામ અને માં સીતા એકબીજાના થઈ ગયા. શ્રી રામ અને માં ...વધુ વાંચો