ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ

(1)
  • 6.8k
  • 1
  • 3.1k

મંગળપ્રભાત, સત્યાગ્રહ આશ્રમનો ઈતિહાસ અને રચનાત્મક કાર્યક્રમ તેનું રહસ્ય અને સ્થાનનો આ સાર હું જોઈ ગયો છું. તેની ખૂબી એ છે કે એ સાર હોવા છતાં મને તેમાં કાંઈ અધૂરાપણું લાગ્યું નથી. પૂના જુલાઈ ૨૯, ૧૯૪૬ - મો.ક.ગાંધી અભ્યાસી પ્રત્યે મારાં લખામોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ તેમાં રસ લેનાર બીજાઓને કહેવા ઈચ્છું છું કે, મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાંમે ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ હું શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ઘ થયો હોઉં, પણ મારો આંતરીક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો મારો વિકાસ અટકી જશે એવું મનેે લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે, અને તેથી કોઇને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશેશ્રદ્ઘા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.

Full Novel

1

ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ - 1

(1) આમુખ મંગળપ્રભાત, સત્યાગ્રહ આશ્રમનો ઈતિહાસ અને રચનાત્મક કાર્યક્રમ તેનું રહસ્ય અને સ્થાનનો આ સાર હું જોઈ ગયો છું. ખૂબી એ છે કે એ સાર હોવા છતાં મને તેમાં કાંઈ અધૂરાપણું લાગ્યું નથી. પૂના જુલાઈ ૨૯, ૧૯૪૬ - મો.ક.ગાંધી અભ્યાસી પ્રત્યે મારાં લખામોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ તેમાં રસ લેનાર બીજાઓને કહેવા ઈચ્છું છું કે, મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાંમે ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ હું શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ઘ થયો હોઉં, પણ મારો આંતરીક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો મારો વિકાસ અટકી ...વધુ વાંચો

2

ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ - 2

(2) ૧૦. સર્વધર્મસમભાવ - ૧ જગતમાં પ્રચલિત પ્રખ્યાત ધર્મો સત્યને વ્યકત કરનારા છે. પણ તે બધા અપૂર્ણ મનુષ્ય દ્ઘારા થયેલા હોઇ બધામાં અપૂર્ણતાનું અથવા અસત્યનું મિશ્રણ થયું છે. તેથી જેવું આપણને બીજાના ધર્મ વિશે માન હોય તેટલું જ માન આપણે બીજાના ધર્મ પ્રત્યે રાખવું ઘટે. આવી સહિષ્ણુતા હોય ત્યાં એકબીજાના ધર્મનો વિરોધ નથી સંભવતો. નથી પરધર્મીને પોતાના ધર્મમાં લાવવાનો પ્રયત્ન સંભવતો. પણ બધા ધર્મમાં રહેલા દોષો દૂર થાય એવી જ પ્રાર્થના ને એવી જ ભાવના નિત્ય પોષવી ઘટે છે. જો આપણે અપૂર્ણ તો આપણે કલ્પેલો ધર્મ પણ અપૂર્ણ. .... અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મ અપૂર્ણ માનીએ તો પછી કોઇને ...વધુ વાંચો

3

ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ - 3 - છેલ્લો ભાગ

(3) ૭. નવી તાલીમ અથવા પાયાની કેળવણી ગામડાંના બાળકોને ઘડીને નમૂનેદાર ગામવાસીનો બનાવવાનો આ કેળવણીનો આશય છે.... એ કેળવણી મન તેમ જ શરીર બંનેના વિકાસ કરે છે; બાળકને પોતાની ભૂમિ સાથે જડી રાખે છે; તેને પોતાના તથા પોતાના મુલકના ભાવિનું ગૌરવભર્યું ચિત્ર બતાવે છે, અને તે ચિત્રમાં જોયેલું ભાવિ હિંદ રચવાના કાર્યમાં દરેક છોકરો કે છોકરી પોતે નિશાળે જતાં થાય તે દિવસથી જ પોતાનો ફાળો આપે એવી ગોઠવણ કરે છે (એજન, પા. ૨૦) ૮. પ્રૌઢશિક્ષણ (ગ્રામવાસીઓને) તેમને એ વાતનો પણ ખ્યાલ નથી કે પરદેશીઓની અહીં હકૂમત ચાલે છે તેનું એક કારણ તેમની પોતાની જ નબળાઇઓ કે ખામીઓ છે, અન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો