કિન્નર! શ્રાપ કે આશિર્વાદ

(13)
  • 9.2k
  • 0
  • 4.2k

અરે સીમા બેટા શું થયું છે. આજ સવારથી આમ વ્યાકુળ કેમ છે,બધું ઠીક છે ને બેટા. ખાવામાં કોઈ ગડબડ થઈ છે કે, કેમ ઊલટીઓ કરો છો. જુઓ એકતો તમારા મમ્મી ને વિશાલ બન્ને ઘરે નથી, જો તબિયત વધુ બગડે એના કરતા ચાલો આપણે દવાખાને જઈ આવીએ. અરે ના પપ્પા, એવું કંઈ નથી આ તો બસ થોડું માથું ભારે લાગે છે, ને ઉબકા આવે છે, બાકી ઉલ્ટી નથી આવી. ચાલો પપ્પા આપને મસ્ત મજાની કડક ચા પીએ. એ પણ તમારી પસંદની એલચી ને આદુ વાળી. પણ વહુ બેટા,તમે તો કૉફી પીવો છો ને, આજ આ ચા પીવાની ઈચ્છા કેમની થઈ. હા, પપ્પા હું તો કૉફી જ પીવું છું, પણ ખબર નહિ કાલથી કેમ મને ચા પીવાની ઈચ્છા થઈ છે, અને ઈચ્છા નહીં તલપ કહું તો પણ ચાલે. એવું થાય છે ચાર પાંચ કપ એક સાથે જ ગટગટાવી જાઉં. એ પણ તમારી વાળી ચા, એલચી ને આદુ વાળી. સારું બેટા તો ચાલો આજે હું ચા બનાવું ને આપણે બન્ને બાપ બેટી મસ્ત બેસીને પિશું. ભલે પપ્પા, જેમ તમે ક્યો, એમ પણ તમને ચા સાથે તમારી ને મમ્મીની લવ સ્ટોરી પણ કેવી પડશે હો. ઠીક છે બેટા, જેમાં તું ખુશ હોય,એવું જ કરીશું. વિશાલ ક્યારે આવવાનો છે કોઈ અંદાજ છે બેટા?

1

કિન્નર! શ્રાપ કે આશિર્વાદ - 1

અરે સીમા બેટા શું થયું છે. આજ સવારથી આમ વ્યાકુળ કેમ છે,બધું ઠીક છે ને બેટા. ખાવામાં કોઈ ગડબડ છે કે, કેમ ઊલટીઓ કરો છો. જુઓ એકતો તમારા મમ્મી ને વિશાલ બન્ને ઘરે નથી, જો તબિયત વધુ બગડે એના કરતા ચાલો આપણે દવાખાને જઈ આવીએ. અરે ના પપ્પા, એવું કંઈ નથી આ તો બસ થોડું માથું ભારે લાગે છે, ને ઉબકા આવે છે, બાકી ઉલ્ટી નથી આવી. ચાલો પપ્પા આપને મસ્ત મજાની કડક ચા પીએ. એ પણ તમારી પસંદની એલચી ને આદુ વાળી. પણ વહુ બેટા,તમે તો કૉફી પીવો છો ને, આજ આ ચા પીવાની ઈચ્છા કેમની થઈ. હા, ...વધુ વાંચો

2

કિન્નર! શ્રાપ કે આશિર્વાદ - 2

પાંચ વર્ષ પહેલાંસીમા, તૈયાર થઈ કે નહિ. જલ્દી કર જાન લેટ થાય છે.વાહ રે વાહ હો મારા સાયબા, અહી તકલીફમાં છું ને તમને તો જુઓ કેટલી ઉતાવળ ચડી છે ને કેટલી એક્સાઇટમેંટ છે તમને તે.અરે ગાંડી, તને તકલીફમાં જોઈને હું કોઈ દિવસ ખુશ થતો હોય કે? શું તું પણ, પણ હા એક્સાઇટમેંટ 200% છે. તારા સિમ્પ્ટમ્સજે પ્રમાણે છે એ પ્રમાણે તો બસ આજે દુનિયાની સૌથી મોટી ખુશી મને મળસે. ચલ વ્હાલી જલ્દી કર.ચાલો ગાડી કાઢો તમે, હું ત્યાં સુધી પર્સ લઈ ને આવી. વિશાલ ગાડી પાસે ઊભો હોય છે ને સીમા આવે છે, સીમાને જોતા જ વિશાલ પોતાની જાતને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો