"તો તે નક્કી કરી જ લીધું છે કે તારે હવે કલાસ ચાલુ કરવા છે અને એ પણ મફતમાં..." કવન મસ્તી કરતો હોય એમ માનસને બોલી રહ્યો છે, "હા ભાઈ હા, તમે તો જ્ઞાની પુરુષ અને વળી પૈસા વાળા બાપનો દીકરો એટલે તું બધું કરે.." "બસ કરને હવે, તને ખબર છે લેક્ચર લેવું એ મારો શોખ છે. કોલેજમાં તો કઈ ઉકાડ્યું નથી તો આમ શોખ પૂરો કરું." માનસ સ્વચ્છતા થી સંતોષ ભાવે કવનને કહે છે, " એક કામ કર તું તારા વોટ્સએપ ગ્રૂપ અને ફેસબુકમાં એક પોસ્ટ કર મોરબીના જે વિદ્યાર્થીઓ તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ઇતિહાસના કલાસ કરવા માંગતા હોય એ સંપર્ક કરે, અને એ એવા વિદ્યાર્થીઓ હોવા જોઈએ જેની કોલેજ પૂર્ણ થઈ છે." "અચ્છા, તો પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 5555 બાબા શ્રી માનશેશ્વર પોતાની જ્ઞાનની પોટલી ખોલવા આતુર છે... અરે પોટલી નહિ આતો જ્ઞાન નો સાગર છે... પ્રમાણ સ્વીકાર કરો બાબા.." "પ્રણામ વાળી કહ્યું એ કર અને આવતા અઠવાડિયામાં આપણે ચાલુ કરી દેવાનું છે. જગ્યા પર ખૂબ મસ્ત છે." "જગ્યા... કઈ જગ્યા પર છે.." "લીલાપર રોડ પર આવેલા મારા ફાર્મ હાઉસ પર આપણે કલાસ ચાલુ કરીશું. કુદરતી વાતાવરણમાં શહેરના શોરથી દૂર." "જ્ઞાનીબાબા આપે તમારા પિતાશ્રી ની પરવાનગી લીધી છે? તને એ મારતા મારસે પહેલો વારો મારો કાઢશે..."
ક્લાસરૂમ - 1
"તો તે નક્કી કરી જ લીધું છે કે તારે હવે કલાસ ચાલુ કરવા છે અને એ પણ મફતમાં..." કવન કરતો હોય એમ માનસને બોલી રહ્યો છે, "હા ભાઈ હા, તમે તો જ્ઞાની પુરુષ અને વળી પૈસા વાળા બાપનો દીકરો એટલે તું બધું કરે..""બસ કરને હવે, તને ખબર છે લેક્ચર લેવું એ મારો શોખ છે. કોલેજમાં તો કઈ ઉકાડ્યું નથી તો આમ શોખ પૂરો કરું." માનસ સ્વચ્છતા થી સંતોષ ભાવે કવનને કહે છે, " એક કામ કર તું તારા વોટ્સએપ ગ્રૂપ અને ફેસબુકમાં એક પોસ્ટ કર મોરબીના જે વિદ્યાર્થીઓ તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ઇતિહાસના કલાસ કરવા માંગતા હોય એ સંપર્ક કરે, ...વધુ વાંચો