શિયાળા ની ઠંડી તે પાછી ડિસેમ્બર ની, રઘુ અને તેનો સાથીદાર "ટાઇગર" એટલે કે નાનું કુતરા નું બચ્ચું બને ઠંડી થી બચવા એક બીજા ની હૂંફ લઇ સ્ટ્રીટ લાઈટ નીચે બેઠા છે.મોહનગરી મુંબઈ થી ૪૦૦ કિલોમીટર દૂર,વડોદરા ના "શેલ્ટર હાઉસ "(જે પુલ ની નીચે સરકાર કોમન રૂમ જેવું બનાવે એ ) માં રહેતો રઘુ અને ટાઇગર એક મેક ને દિલાસો આપતા હતા. આજે બંને ને જમવાનું મળ્યું ન હતું. આજે પેલા રમણ કચરા જોડે લડ્યો ના હોત તો બંને ને જમવા નું મળી જાત. નાનું ભૂલકું પણ જાણે મન ના ભાવ સમજતું હોય તેનો એક પગ ઉંચો કરી ને રઘુ ના હાથ માં મૂકી ને હટાવી લે. રઘુ ના મમ્મી પપ્પા અહીં કડિયા કામ માટે આવ્યા હતા.મૂળ છોટા ઉદેપુર ની પાસે ના ગામડાં ના ..એક કોન્ટ્રાક્ટર એની મમ્મી ને ફોસલાવી ને લઇ ગયો અને એના પપ્પા એક અકસ્માત માં જતા રહ્યા.એક 12 વર્ષ ના બાળક ને આટલી જ ખબર હતી.બાલ- માનસ

1

કલાકાર - 1

શિયાળા ની ઠંડી તે પાછી ડિસેમ્બર ની, રઘુ અને તેનો સાથીદાર "ટાઇગર" એટલે કે નાનું કુતરા નું બચ્ચું બને થી બચવા એક બીજા ની હૂંફ લઇ સ્ટ્રીટ લાઈટ નીચે બેઠા છે.મોહનગરી મુંબઈ થી ૪૦૦ કિલોમીટર દૂર,વડોદરા ના "શેલ્ટર હાઉસ "(જે પુલ ની નીચે સરકાર કોમન રૂમ જેવું બનાવે એ ) માં રહેતો રઘુ અને ટાઇગર એક મેક ને દિલાસો આપતા હતા. આજે બંને ને જમવાનું મળ્યું ન હતું. આજે પેલા રમણ કચરા જોડે લડ્યો ના હોત તો બંને ને જમવા નું મળી જાત.નાનું ભૂલકું પણ જાણે મન ના ભાવ સમજતું હોય તેનો એક પગ ઉંચો કરી ને રઘુ ના ...વધુ વાંચો

2

કલાકાર - 2

કલાકાર :-૨ત્રણ ગાડી સાફ કરી ને તે ફરી નીલિમા પાસે ગયો.નીલિમા એટલી સમજુ હતી કે રઘુ ના ચહેરા ના પરથી સમજી જતી કે તે શું કહેવા માંગે છે ..એમ પણ તે વકીલ હતી ..છતાં તેના માં કોઈ અભિમાન ન હતું .સમય જોઈ ને દરેક નું સ્વમાન જાળવી ને વાત કરવી તેની ખાસિયત હતી.તે રસોડા માં ગઈ અને ચાર રોટલી લઇ આવી અને ૧૦૦ રૂપિયા ની નોટ ...રઘુ આ જોઈ ને જમીન પર અંગુઠો દબાવ્યા કરતો હતો ..તે રીતસર નીલિમા ને પગે લાગ્યો ..અને રોટલી લઇ લીધી ..પૈસા ના લીધા "બેન, ખોટું ના લગાડતા ,હજુ આ પૈસા જેટલું કામ નથી ...વધુ વાંચો

3

કલાકાર - 3

કલાકાર :-3 મુંબઈ .સપના નું શહેર..સવાર નો નજારો રાત કરતા વધુ સુંદર લાગ્યો.રાતે રઘુ ને બિહામણું લાગતું મુંબઈ અત્યારે લાગવા લાગ્યું. એક પ્રીત બંધાવા લાગી શહેર સાથે ..ખોલી ની બહાર કદમ મૂકતાં જ તેને તેનું વડોદરા, તેની દોસ્ત સવી,અને બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર ..બધું જ યાદ કરી લીધું.તે રમન ને ધમકાવી ને તેને શું સુજ્યું કે સવી ને લઈ ને ચમન લાલ દેહાતી ને ત્યાં ગયો.રાત નો એક વાગ્યો હશે. ચમનલાલ એટલે વર્ષો પહેલા અહીં બોડેલીના રંગપુર થી અહીં કડિયા કામ કરવા આવતો પછી ધીમે ધીમે સાહેબો ને આદિવાસી કન્યાઓ સપ્લાય કરી રોડ અને સરકારી બિલ્ડીંગો ના કોન્ટ્રાક્ટ લેવા માંડ્યો. મજૂરો ...વધુ વાંચો

4

કલાકાર - 4

-: કલાકાર -૪ :- સવી ને ભૂલી ને રઘુ મુંબઈ માં પોતાની ધાક અને સિક્કો જમાવવા રાત દિન કામ લાગ્યો. ક્યારેક દાણચોરી તો ક્યારેક રોબરી પણ તેને કોઈ ગરીબ ને સતાવ્યો ન હતો. મહેનત થી ધીરે ધીરે તેની અંડર વલ્ડ ની દુનિયા માં નાની સફળતા મળવા લાગી.હાજી અલી ની દરગાહ તે નહતો ગયો. અંડર વર્લ્ડ માં એન્ટર તે તેની બુદ્ધિ થી થયો. સેન્ટ્રલ પર એક વાગ્યા ની લોકલ માં છેલ્લા કેટલા સમય થી નશા નો સામાન હેરફેર થઇ રહ્યો હતો,જે ડિલિવર્ડ ધનજી યાદવ ને ત્યાં થતો.ધનજી યાદવ એટલે બિહાર નો તડીપાર. અહીં આવી નેતા અને લોકલ ગુંડાઓની ખાસ સેવા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો